Abtak Media Google News

મેયર ડો.પ્રદીપ ડવ, સ્ટે.ચેરમેન પુસ્કર પટેલ અને મ્યુનિ.કમિશનર અમિત અરોરાની જાહેરાત

“આઝાદી કા અમૃત મહોત્સવ” અને “હર ઘર તિરંગા” અંતર્ગત પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવનચરિત્રને પ્રકાશિત કરતા મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં કાલથી 15 ઓગસ્ટ દરમ્યાન નાગરિકોને વિનામૂલ્યે પ્રવેશ અપાશે તેવી જાહેરાત મેયર ડો.પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્રારા કરવામાં આવી છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આ મહામૂલ્ય આઝાદીના 75 વર્ષ નિમિતે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ મહાપર્વની ઉજવણીના ભાગરૂપે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ 13 થી 15 ઓગસ્ટ દરમ્યાન “હર ઘર તિરંગા”નું આહવાન કરેલ છે. આઝાદીમાં જેમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે એજ પૂજ્ય મહાત્મા ગાંધીજી જે શાળામાં અભ્યાસ કર્યો છે અને તેમના જીવનચરિત્રને પ્રકાશિત કરતા મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં આગામી કાલથી 15 ઓગસ્ટ દરમ્યાન તમામ નાગરિકોને વિનામૂલ્યે આપવામાં આવશે.

પૂજ્ય મહત્મા ગાંધીજીના જીવન અને તેમને કરેલા સંઘર્ષ પર આધારિત નિર્માણ પામેલ મહાત્મા ગાંધી મ્યુઝિયમને વધુને વધુ લોકો નિહાળી પોતાના જીવનમાં તેમના આદર્શો અપનાવે તેવી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મ્યુનિ. કમિશનરે  નગરજનોને આહવાન કર્યું  છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.