Abtak Media Google News

પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા મોટી જવાબદારી સોંપાઇ: સૌરાષ્ટ્રમાં આજે કોંગ્રેસનું સત્યાગ્રહ આંદોલન

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતીના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસ સમીતીના મહામંત્રી મહેશભાઇ રાજપુત છે. પ્રદેશ કોંગ્રેસ અઘ્યક્ષ જગદીશ ઠાકોર દ્વારા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી રામકીશન ઓઝાના સૌરાષ્ટ્રના તમામ પ્રવાસ અને કાર્યક્રમોના સંકલનની જવાબદારી મહેશભાઇ સંભાળવશે દરમિયાન કેન્દ્ર સરકારની તાનાશાહી સામે આજે સૌરાષ્ટ્રમાં અલગ અલગ ગામોમાં કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ આંદોલન ચલાવવામાં આવ્યું હતું.

Advertisement

સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લેવામાં આવે અથવા કોઇ સંગઠાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે ત્યારે તેની સંપૂર્ણ વ્યવસ્થા કરવાની જવાબદારી પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજપુતને સોંપવામાં આવી છે.દરમિયાન આજે સૌરાષ્ટ્ર ઝોનના કોંગ્રેસના પ્રભારી રામકિશન ઓઝા દ્વારા કાલાવડ અને જામનગરમાં સત્યાગ્રહ આંદોલન છેડવામાં આવ્યું હતું.

આવતીકાલે રવિવારે તેઓ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ અને ખંભાળીયા ખાતે સોમવારે ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા અને તાલાલામાં સત્યાગ્રહ આંદોલ છેડવામાં આવશે. પૂર્વ પ્રદેશ અઘ્યક્ષ અને ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા એ આજે પોરબંદરમાં સત્યાગ્રહ આંદોલન દ્વારા કેન્દ્ર સરકારની તાનાશાહી સામે અવાજ ઉઠાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.