Abtak Media Google News

નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડના ચેરમેને દૂધ ઉત્પાદકોનો પ્રોત્સાહન આપ્યું

કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ દ્વારકા અને સોમનાથની પાવન ભૂમિના એક લાખથી વધુ દૂધ ઉત્પાદકોની માલીકીની સંસ્થા માહી દ્વારા આજરોજ ગીર વિસ્તારની ગાયના દુધમાંથી બનાવેલ પ્રીમીયમ ઘી ‘ગીર અમૃત’ વર્લ્ડ ડેરી સમિટ- 2022 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્લ્ડ ડેરી સમિટનું ઉદઘાટન  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગીર હોલ, ઇન્ડીયા એકસ્પો સેન્ટર, ગ્રેટર નોદડાથી કર્યુ હતું. ભારતીય પશુઓની જાતિ સૌથી મુશ્કેલ હવામાનમાં ટકી રહેવા માટે જાણીતી છે. અને તે વિશ્ર્વના ડેરી તજજ્ઞો માટે કેસ સ્ટડી બની શકે તેમ છે તેમ વર્લ્ડ ડેરી સમિટના ઉદબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું યોગાનુયોગ છે કે ખેડુતોની સંસ્થા માહી હાલ આ વિસ્તારના પશુપાલકો પાસેથી મહત્તમ દુધ એકત્રિત કરે છે.

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન મીનેશ શાહે માહીના દૂધ  ઉત્5ાદકોની ભૂમિકાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ સંસ્થાના દૂધ ઉત્5ાદકોને ભગવાન શ્રી કૃષ્ણના આશિર્વાદ છે અને તેમના નિષ્ઠાવાન પ્રયાસોથી ગુજરાત રાજયમાં સંસ્થાએ પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.

‘ગીર અમૃત’ એ ગીર વિસ્તારની ગાયના દુધમાંથી બનાવેલ પ્રિમીયર ઘી છે જે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને તેની પેટા કંપની એનડીડીબી ડેરી સર્વિસીસના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવ્યું છે. તેમ જણાવતા માહીના ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, કોવિડના રોગચાળાના મુશ્કેલ તબકકા દરમિયાન વહીવટી તંત્રને સહયોગ આપવા મોબાઇલ એપ તૈયાર કરી રાજકોટમાં શહેરીજનોને ઘર બેઠા દુધ અને તેના ઉત્પાદનો પહોચાડવામાં આવ્યા હતા.

માહીના ચીફ એકિઝકયુટિવ ડો. સંજય ગોવાણીએ જણાવ્યું હતું કે, વન્યજીવન પ્રેમીઓ માટેનું લોકપ્રિય સ્થળ અને એશિયાટીક લાયન્સની પ્રજાતિ માટેનું એકમાત્ર સ્થળ ગીર કે જે વિશ્ર્વવિખ્યાત કેસર કેરી માટે પણ જાણીતું છે તે વિસ્તારની ગાયના ખાસ અલગ કરાયેલા દુધમાંથી આ પ્રકારનું પ્રથમ પ્રીમીયમ ઘી ગીર અમૃત બનાવવામાં આવ્યું છે.

આ નવી લોન્ચ કરાયેલ પ્રોડકટ માહી પ્રીમીયમ કાઉ ઘી ગીર અમૃત 500 મીલી અને 1 લીટરના આકર્ષક પેકેજીંગમાં ઉપલબ્ધ  હશે. જેની અનુક્રમે કિંમત રૂપિયા 495 અને રૂ. 960 રાખવામાં આવી છે ઇ કોમર્સના પ્લેટ ફોર્મની મદદ વડે સમગ્ર દેશમાં આ પ્રોડકટ ઉપલબ્ધ બનાવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

માહી મિલ્ક પ્રોડયુસર કંપનીને સફળતાપૂર્વક પોતાની આગવી ઓળખ ઉભી કરવા બદલ અભિનંદન આપતા એનડીએસના મેનેજીંગ ડિરેકટર સૌગતા મિત્રાએ જણાવ્યું હતું કે, દેશભરના દુધ ઉત્પાદકો માટે આ સંસ્થા પ્રેરણારુપ છે. તેઓ પણ માહીની જેમ સંગઠીત થઇને પોતાની કાયદાકીય ઓળખ ઉભી કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.