Abtak Media Google News

સુરત સમાચાર

સુરત એથર કંપનીમાં આગ મામલે  મોટી કાર્યવાહી કરાઇ છે . આગની જાણ કલેક્ટરને નહીં કરનારા મામલતદાર પાસેથી ચાર્જ છીનવાયો છે . કલેક્ટરે ડિઝાસ્ટર મામલતદારનો ચાર્જ આશિષ નાયક પાસેથી છીનવી લીધો છે નવા ડિઝાસ્ટર મામલતદાર તરીકે પ્રતિક જાખડને ચાર્જ સોંપાયો છે.   સમગ્ર ઘટના અંગે  નોઁધ રાજ્યકક્ષાએ લેવાઈ છે. ગંભીર ઘટનામાં સુરત ડિઝાસ્ટરની કામગીર નબળી હોવાનું પુરવાર થયું છે .

Advertisement

તથા આગ મામલે જીપીસીબી દ્વારા કંપનીને ક્લોઝર સાથે કંપનીને 50 લાખનો દંડ ફટકારાયો  છે . ફેક્ટરી ઇન્સ્પેક્ટરે પ્રાથમિક તપાસ  પૂર્ણ કરી છે . પ્રાથમિક તપાસમાં ટેટ્રાહાઈડ્રોફ્યુરન, સોલવન્ટ અને મિશ્રિત કેમિકલ ટાંકીમાંથી લીકેજ થયું હોવાનું સામે આવ્યું છે . લીકેજ કેમિકલ જ્વલનશીલ પદાર્થના સપંર્કમાં આવતા આગ ફાટી નીકળી હતી . આ ઘટનામાં કેમિકલ બનાવતા કમ્પ્યુટરરાઈઝ્ડ ડેટાનું પણ એનાલિસિસ કરાશે . ક્લોઝર સાથે જીપીસીબીની મંજૂરી વગર ઉત્પાદન ચાલુ નહીં કરવા ફરમાન જારી કર્યું છે .

કલેક્ટર દ્વારા તપાસ અંગે કમિટીનું  ગઠન કરાયું છે . જેમાં 4 સભ્યોની કમિટી  સમગ્ર આગકાંડની તપાસ કરશે. કમિટીના આરઓ તરીકે જીપીસીબીના અધિકારી તથા  કમિટીમાં ચીફ ફાયર ઓફિસર, સચીન પીઆઈ અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અધિકારી કામગીરી કરશે .  સાત દિવસમાં આગનો તપાસ રિપોર્ટ સબમિટ કરવા માટે કલેક્ટરે આદેશ કર્યો  છે .

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.