Abtak Media Google News

સુરતમાં  ONGC બ્રિજમાં કોલસા ભરેલું જહાજ ટકરાયું 

Untitled 4Copy 1691645207

સુરતના હજીરા સ્થિત કોલસો ખૂબ મોટા પ્રમાણમાં આવતો હોય છે. કોલસાને જેટી સુધી લઈ જવા માટે બાર્જનો ઉપયોગ કરવામાં આવે છે. આજે સવારે એકાએક જ ડુમસ દરિયામાંથી તણાઈ આવતા ભારે ભરખમ કોલસા ભરેલું બાર્જ ઓએનજીસી બ્રિજના પિલ્લર સાથે ટકરાયું હતું. જોકે આજ ઘટના 5 મહિનો પહેલા પણ બની હતી. એ સમયે બાર્જને સલામત રીતે જેટી સુધી લઈ જવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી .

Screenshot 26

હજીરા સ્થિત વિવિધ કંપનીઓના બાર્જ જેટી પાસે બાંધવામાં આવતા હોય છે. ખાનગી કંપનીના બાર્જને જેટી પાસે બાંધવામાં આવતા હોય છે, પરંતુ ઘણી વખત વધુ પડતા પવન અને પાણીના વેગના કારણે આ પ્રકારના બાર્જ શીપ તણાઈ આવતા હોય છે. આખરે તે ઓએનજીસી બ્રિજના પિલર પાસે આવીને ઊભા રહી જતા હોય છે. અથવા તો તેમની ગતિ વધારે તેજ હોય તો તેઓ ટકરાતા પણ હોય છે. કોલસા ભરેલા બાર્જ ટકરાવાની ઘટના સમયાંતરે બનતી રહે છે.

ફરી એક વખત કોલસા ભરેલ જહાજ બ્રિજ સાથે ટકરાયું.સવારે તણાઈને આવતા બ્રિજ ના પિલર સાથે ટકરાયું જહાજ. આ ચોથી વખત બ્રિજ સાથે જાહજ ટકરાયાની ઘટના સામે આવી છે .

 

ભાવેશ ઉપાધ્યાય

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.