Abtak Media Google News

લગ્ન બાદ અથવા રીલેશનશિપમાં લાંબો સમય વિતાવ્યા બાદ બંને પાર્ટનરમાં જાણે સુસ્તી આવી હોય તેમ બંને એકબીજાથી બોર થતા હોય તેમ જીવતા હોય છે. ત્યારે એ વાતની મહત્તમ અસર બંનેની સેક્સ લાઇફ પર જોવા મળે છે. પરંતુ આ બાબતમાં થોડા પરિવર્તન લાવવાથી જીવનમાં અને  સેક્સ લાઇફમાં પણ પરિવર્તન આવશે. તો આવો જોઇએ કે બોરિંગ સેક્સ લાઇફને કઇ રીતે રીચાર્જ કરવી…..

– મીસ્ડ કોલ

જો બેડરુમમાં બંને એકબીજાથી દૂર-દૂર રહો છે, વાતચીત ઓછી થઇ ગઇ છે અને પેસિવ સેક્સ લાઇફ વિતાવી રહ્યા છો તો જુના દિવસોમાં જ રીતે એકબીજા સાથે વાત કરતાં તેમ પાર્ટનરને મીસ્ડ કોલ કરો અને તમારા હોવાનો અહેસાસ કરાવો.

– ફોર પ્લે..

પાર્ટનર જો પેસિવ પાર્ટનર બની રહ્યું છે તો તેને પહેલાં રોમાન્ટીક મુડમાં લાવવું જરુરી છે. જેના માટે તમારી પાર્ટનર સાથે રોમાન્ટીક વાતો કરો, કોઇ રોમાન્ટીક ગીત વગાડો અને સીધુ સેક્સ કરવાનું ટાળો જેથી પાર્ટનર જરુરથી તમારી તરફ આકર્ષિત થશે.

– નો મોર ટેન્શન

તણાવએ સેક્સના મુડને ખતમ કરે છે અને આજકાલની લાઇફ સ્ટાઇલ વધુ ભારે લાગે છે બધા પોત-પોતાના કામમાં વ્યસ્ત બન્યા છે. જેથી આ પ્રકારનાં વાતાવરણમાં જરા પરિવર્તન લાવી બંનેએ એકબીજા સાથે પણ સમય વિતાવવો જરુરી બન્યો છે.

– પોર્ન મુવિઝ

જે રીતે મનોરંજન માટે ફિલ્મો જોવો છો એ જ રીતે સેક્સ લાઇફને બુસ્ટ કરવા માટે બ્લુ ફિલ્મ જોઇ શકો છો. જેમાં રોમાન્ટીક વાર્તા વાળી કોઇ ફિલ્મ પસંદ કરો અને તેને પોતાના સાથે સાથે જુઓ. જેનાથી પાર્ટનરમાં સેક્સ પ્રત્યેની જીજ્ઞાશા ઉત્પન્ન થશે અને તેના મુડમાં પણ પરિવર્તન આવશે.

– હોટેલ સેક્સ

ઘણીવાર સંયુક્ત પરિવાર હોવાથી સમય નથી મળી શકતો કે પતિ-પત્નિ એકબીજા સાથે રહી શકે જેનાથી બંને એક બીજાથી દૂર થવા લાગે છે. જેના માટે સારું રહેશે કે પાર્ટનરે ક્યારેક હોટેલમાં લઇ જાવ જેનાથી વાતાવરણમાં તેમજ મૂડમાં પણ ચેન્જ આવશે. આ ઉપરાંત ખાસ યાદ રાખવું કે બોરિંગ સેક્સ લાઇફને દૂર કરવા ક્યારે પાર્ટનરને સેક્સ માટે મજબૂર ન કરવો. જેના માત્ર મૂડ જ ખરાબ થાય એવું નથી પરંતુ તેની નકારાત્મક અસર તમારા સંબંધો પર પણ પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.