Abtak Media Google News

બિસ્કીટ એક એવી વસ્તુ જે નાના ભૂલકાઓથી માંડી વૃદ્ધો સુધી દરેક ને ભાવતી વસ્તુ છે એમાં પણ જો ચોકલેટ બિસ્કીટ હોય તો તો નાના બાળકોને મજા જ પડી જાય કારણ કે ચોકલેટ એ એક માત્ર એવી ફ્લેવર છે જે દરેક લોકોની ફેવરિટ ફ્લેવર હોય છે તો ચાલો આજે ચોકલેટ બીટ બિસ્કીટની રેસીપી…

Advertisement

સામગ્રી

120 ગ્રામ માખણ

¾ ખાંડ

સવા કપ મેંદો

¾ ટી સ્પૂન બેકિંગ પાઉડર

ચપટી સાજીના ફૂલ

2 થી 3 ટીપાં વ એનીલા એસેન્સ

240 ગ્રામ કૂકિંગ ચોકલેટ

¼ ટી સ્પૂન મીઠું

રીત –

સૌ પ્રથમ માખણ ફીણવું ત્યાર બાદ તેમાં ખાંડ ઉમેરી ફરી ફીણવું. મેંદો, બેકિંગ પાઉડર, સાજીના ફૂલ તથા મીઠું ભેગા કરી ચાળી લો અને તેમાં મિક્સ કરો.

માખણમાં વેનીલા એસેન્સ તથા 2 ટી સ્પૂન પાણી નાખવું. લોટનું મિશ્રણ નાખી ભેગુ કરવું ત્યાર બાદ ચોકલેટના નાના ટુકડા કરી લોટમાં ભેળવવા અને ખીરું બનાવવું જરૂર પડે ત્યારે પાણી ઉમેરવું.

ગ્રીઝ કરેલા બેકિંગ ટ્રે ઉપર 1 ટી સ્પૂન ખીરું થોડા થોડા અંતરે મૂકવું અને 180 સે  કે 350 સે તાપે ઓવનમાં 15 થી 20 મિનિટ બેક કરવું.

ચોકલેટ ટોપિંગ –

કોઈ પણ બિસ્કીટ ઉપર ચોકલેટ ટોપિંગ કરવું હોય તો ચોકલેટને એક વાસણમાં લઈને નીચે ગરમ પાણીનું વાસણ મૂકી ચોકલેટ (ડબલ બોઈલરમાં) ધીમા તાપે ઓગળ. ચોકલેટ ઓગળી જાય અને ઠંડી પડે એટલે સાચવીને ચમચીથી બિસ્કીટ ઉપર રેડવી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.