Abtak Media Google News

આજે અમે તમને બનાવતા શીખવીશું બિલકુલ ટેસ્ટી અને સ્વાદથી ભરપૂર વાનગી ફ્રૂટ કસ્ટર્ડ. જેને જોતાંની સાથે જ તમારા મોમાં તુરંત પાણી આવી જશે. અને એ આઇટમ બને છે દરેક પ્રકારનાં ફ્રૂટ્સથી. તો આજે અમે આપણે બનાવતા શીખશું ફ્રૂટ કસ્ટર્ડ. આ એક મીઠી અને સ્વાદિષ્ટ ડિશ છે જે તમે મહેમાનોને પણ સર્વ કરી શકો છો. અને જેને ઘરે બનાવવું પણ ઘણું સરળ છે.

ફ્રૂટ કસ્ટર્ડ બનાવવા માટે જોઇતી સામગ્રીઃ
દૂધઃ 1 લીટર
કસ્ટર્ડ પાવડરઃ 4 ટી સ્પૂન
ખાંડ: 4 ટેબલ સ્પૂન
સફરજન, અંગૂર, કેળા, કીવી અને ચેરી તેમજ દરેક પ્રકારનાં ફ્રૂટ્સ

ફ્રૂટ કસ્ટર્ડ બનાવવા માટેની રીતઃ 
સૌ પ્રથમ તમે એક પેન લો. આ પેનમાં તમે દૂધ લો. પછી તેને બરાબર ઉકાળી લો. હવે એક વાસણ લો. આ વાસણમાં તમે થોડું દૂધ લઇ લો. અને તેમાં કસ્ટર્ડ પાવડર નાખીને તેનું મિશ્રણ કરો. હવે તમે જેમાં દૂધ ઉમેર્યું હોય તે વાસણને ગેસ પર ધીમા તાપે દૂધને ઉકળવા મૂકી દો. પછી તે દૂધમાં તમે કસ્ટર્ડને નાખ્યા બાદ હવે બરાબર મિક્ષ કરી લો.

હવે દૂધ અને કસ્ટર્ડનું મિશ્રણ બરાબર ધટ્ટ ના થઇ જાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહો. જ્યાં સુધી તે બરાબર પાકી ન જાય તો તેમાં ખાંડ નાખીને તેને બરાબર હલાવો. ને પછી તેને ગેસ પરથી ઉતારીને ઠંડુ કરી દો. હવે એ મિશ્રણ ઠંડુ થઇ જાય તો તેમાં તમે બધાં જ ફ્રૂટ્સને કટીંગ કરીને તેમાં નાખી દો.

તો લો હવે તમારા માટે તૈયાર થઇ ગયું છે ફ્રૂટ્સ કસ્ટર્ડ. ને મહેમાનો માટે તેને હવે સર્વ કરવા પહેલેથી ફ્રિજમાં 3થી 4 કલાક માટે ઠંડુ કરી નાખો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.