Abtak Media Google News

જિનિંગ ઉદ્યોગની ચાલી રહેલી હડતાળ પાછી ખેંચાઇ છે. નીતિન પટેલ સાથેની બેઠક બાદ જિનિંગ ઉદ્યોગકારોએ પોતાની હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે, જીએસટી રીવર્સનો કાયદો અમલી બનાવતાં જીનિંગ ઉદ્યોગ મુશ્કેલીમાં મૂકાયો હતો.

Advertisement

વેપારીઓ દ્વારા માલ ખરીદતી વખતે પાંચ ટકા જીએસટી ચૂકવી દીધા બાદ તેમને જીએસટી ફરી પરત લેવા માલ વેચાણ અને લાંબી મુદતની રાહ જોવી પડી રહી છે. ખુબ મોટી રકમ લાંબા સમય સુધી પરત ના આવતાં વેપારીઓ ખુબ મુશ્કેલી અનુભવી રહ્યા છે. જેને લઈને તેઓ સરકાર પાસે આ બાબતે વિરોધ વ્યક્ત કરીને જીનીંગ મિલ બંધ કરીને હડતાલ પાડી હતી. જો કે હવે નાયબ મુખ્યપ્રધાન સાથેની બેઠક બાદ આ હડતાળ સમેટાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.