Abtak Media Google News

રાજકોટને દેશનું નં -૧ સ્વચ્છ શહેર બનાવવા ભીના-સુકા કચરાનું અલગ – અલગ વર્ગીકરણની કામગીરી પુર જોશમાં  ‘અબતક’ પહોંચ્યું શેરી – ગલીઓમાં

રાજકોટ જયારે સ્માર્ટ સીટી તરફ આગળ પુરઝડપથી વધી રહ્યું છે. ત્યારે રાજકોટને ગંદકી મુકત બનાવવા અને કચરાનો યોગ્ય નીકાલ થાય તે માટે રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સુકો અને ભીનો કચરાના અલગ વર્ગીકરણ માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

રાજકોટવાસીઓ  ભીના અને સુકાનું કચરાનું અલગ અલગ વર્ગીકરણ કરીને આપે તે માટે તંત્ર દ્વારા લોકોને જાગૃત કરવામાં આવે છે. ટીમ અબતક દ્વારા રાજકોટના તમામ વિસ્તારમાં જઇને કચરાના નીકાલ ને લઇને લોકોની સ્થિતિ સમસ્યા અને સલાહ અંગેની માહીતીને વિસ્તારપૂર્વક વાંચા આપવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ભીનો અને સુકો કચરો અલગ અલગ રાખવા દુકાનો, ફલેટ, હોટલ, રેસ્ટોરન્ટ દરેક આ નિયમનું પાલન કરવું ફરજીયાત છે. તે અનુસંધાને અબતકની ટીમે રાજકોટના વિસ્તારોમાં મુલકાત લેતા ક્રીસ્ટલ મોલ સામેના યોગીનગર તથા આર.કે. નગરના રહેવાસીઓએ સારો પ્રતિભાવ આપતા જણાવ્યું કે અમારા વિસ્તારમાં ટીપરવાન રેગ્યુલર આવે છે.02 14 અને સુકો ભીનો કચરો અલગ અલગ માંગે છે. અને અમે પણ કચરો જુદો જ આપીએ છીએ. વધુમાં લતાવાસીઓએ કોર્પો. ના આ પગલાને આવકાર્યુ છે. અને કહ્યું કે આટલું કરવાથી લોકોના સ્વાસ્થ સુધરશે સાથે કચરાનો નિકાલ કરવાનું કોર્પોરેશન માટે આસાન થશે અને ભીના કચરાનો નિકાલ કરવાનું કોર્પોરેશન માટે આસાન થશે અને ભીના કચરામાંથી ગેસ ખાતર ઉત્પન્ન થશે તો લોકોને જ ફાયદો થશે અને રાજકોટને ખરેખર ગ્રીન સીટી તરફ જતાં કોઇ નહીં રોકી શકે પરંતુ લોકોમાં સમજણ આવે એવા પગલા કોર્પોરેશને પણ લેવા ખુબ જરુરી છે.

જગન્નાથ, ગુલાબનગર, એસ્ટ્રોન સોસાયટી, પર્ણકુટીર, ઇન્દ્રપ્રસ્થ, અમીન માર્ગ જયારે સત્યસાંઇ રોડ પર આવેલ દુકાનદારોની મુલાકાત કરતા ચાની હોટલ તથા નાસ્તાગૃહના વેપારીઓએ જણાવ્યું કે અમે લોકો સુકો ભીનો કચરો અલગ જ રાખીએ છીએ કોર્પો. નું આ પગલું સરાભય છે.03 8જયારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભીના-સુકા કચરાને અલગ અલગ નાખવામાં આવે તે માટે ઝુંબેશ ચાલુ છે. ત્યારે લોકો એ પણ સાથ સહકાર આપવો જોઇએ. અને ભીનો અને સુકો કચરો અલગ નાખવા માટે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા લોકોને સમજાવવામાં આવે છે.ત્યારે જંકશન પ્લોટ વિસ્તારમાં રાખવામાં આવેલ ડસ્ટબીન ની હાલત ખરાબ થઇ ગઇ છે. તો કયાંક ડસ્ટબીન બળીને ખાખ થઇ ગઇ છે.

આ વિસ્તારોમાં અબતકનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટીગ

કિશાનપરા વિસ્તાર

સ્વચ્છ રાજકોટની ઝુંબેશ પગલે સુકા અને ભીના કચરાના વર્ગીકરણ માટે તંત્ર સજજ બન્યું છે. ત્યારે લોકો દ્વારા પણ આ ઝુંબેશમાં સહભાગી થવાય તેમાટે તંત્ર સતત પ્રયત્નશીલ છે.

ત્યારે કિશાનપરા વિસ્તારની વાત કરીએ તો આ વિસ્તારના લોકો સૂકો અને ભીનો કચરો અલગ અલગ કસ્ટબીનમાં નાખીને જ આપે છે. લોકો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે સૂકો અને ભીનો કચરો અલગ અલગ આપવાની ઝુંબેશમાં સૌ કોઇ એ સહભાગી થવું જ જોઇએ.04 7 આ આપણા બધા માટે ખુબ જરૂરી છે. લોકોએ પોતાની વ્યકિતગત જવાબદારી સમજીને તંત્રને પૂરો સહયોગ આપવો જોઇએ. અને ટીપરવાન ચાલકો દ્વારા પણ લોકોને શું ભીનો કચરો છે અને શું સૂકો કચરો છે તેની પૂરી માહીતી સમજાવવામાં આવે છે. તંત્ર દ્વારા ઘરે-ઘરે જઇને લોકોને માહીતગાર કરવામાં આવે છે. પરંતુ તંત્ર ખુલ્લા પ્લોટમાંથી પણ સફાઇ ઉપર વધુ ઘ્યાન આવે તે જરૂરી છે. ખાસ કરીને હોટલ-રેસ્ટોરન્ટ માલીકો કચરો ખુલ્લા પ્લોટમાં નાખી દેતા હોય છે. ત્યારે તે માટે તંત્રએ વધુ કડક પગલા લેવાની જરુર છે.

મવડી વિસ્તાર

રાજકોટ સ્માર્ટ સીટી, કલીન સીટી બનવા તરફ જઇ રહ્યું છે. ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુકો અને ભીનો કચરો અલગ અલગ એકઠો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે અબતકની ટીમ દ્વારા રાજકોટના અલગ અલગ વિસ્તારમાં જઇને અભિપ્રાય લીધા તેમાં મવડી વિસ્તારના રહેવાસીઓનું કહેવું છે. કે રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જે નિર્ણય લેવાયો છે. તે ખુબ સારો છે. અમને લોકોને

સૂકા અને ભીના કચરા માટે અલગ અલગ ડસ્ટબીન આપવામાં આવી છે. તેમાં જ અમે સૂકો અને ભિનો કચરો નાખીએ છે અને અમને ટિપરવાન દ્વારા જે કચરો લેવા આવે છે તે લોકોનો પણ પુરો સહકાર મળે છે તે પણ અમને દરરોજ જણાવે છે કે સૂકો અને ભીનો કચરો અલગ રાખવો અને જે તે ડબ્બામાં નાખવા સુચનો પણ કરે છે. અને અમે બધા રાજકોટને સ્વચ્છ બનાવામાં સહયોગ કરીએ છીએ.

રાજકોટ સ્માર્ટ , કલીન સીટી બનવા તરફ જઇ રહ્યું છેત્યારે ઉદયનગરમાં રહેતા લોકો સૂકો અને ભીનો કચરો અલગ અલગ નાખતા નથી અને જે કચરો લેવા આવે છે તે લોકો પણ ત્યાંના રહેવાસીને સુકો તથા ભીનો કચરો અલગ અલગ એકઠો કરવા તથા ટીપરવાનમાં નાખવા જાણ કરવામાં આવતું નથી. અને લોકો જયારે કચરો નાખે છે અને લોકો એક જ ડોલમાં બધો સૂકો ભીનો કચરો એકઠો કરી નાખે છે તેમનું કહેવું છે કે અમને સૂકો-ભીનો કચરો એકઠો કરવા માટે કોર્પોરેશન દ્વારા ડસ્ટબીન આપવામાં આવી નથી.05 4જંકશન પ્લોટ – બજરંગ વાડી

રાજકોટ કોર્પોરેશન દ્વારા સુકો કચરો અને ભીનો કચરો અલગ અલગ લેવાનો જે નિર્ણય લેવાયો છે તેને લઇને અબતકની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં જઇને લોકોના અભિપ્રાય લીધા તેમાં લોકોએ પણ કોર્પોરેશન દ્વારા લેવાયેલ નિર્ણયને આવકાર્યો છે.

જંકશન પ્લોટ વિસ્તાના લકોનું કહેવું છે કે સુકો ભીનો કચરો અલગ અલગ લેવાના નિર્ણય ખુબ જ સારો છે. જે પહેલા કચરાને ગમે ત્યાં નાખી દેતા હતા. અને ત્યારબાદ ટીપરવાન આવતા લોકો તેનો ઉપયોગ કરવા માંડયા અને કચરો તેમાં નાખવા લાગ્યા તેમ આ ભીનો અને સુકો કચરાને પણ અલગ અલગ રાખશે આનાથી ગંદકી નહીં ફેલાય અને સ્વચ્છતા જળવાશે જયારે બજરંગવાડીના વિસ્તારવાસીઓની સાથે વાત કરવામાં આવી ત્યારે ત્યાંની ગૃહીણીઓ એ જણાવ્યું કે જે ઘરે ઘરેથી કચરો ટીપરવાનમાં લેવામાં આવે છે.

જેથી લોકો કચરાને આમ તેમ ફેકતા બંધ થયા છે. જે પહેલા લોકો ગમે ત્યાં કચરો નાખવાથી જે ગંદકી ફેલાતી અને માની, મચ્છર જન્ય રોગો થતાં તેને અટકાવી શકાશે આ વિશે લોકોમાં જાગૃતતા આવે તે માટે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા પણ સમજાવવામાં આવે છે અને ભીના અને સુકા કચરા અલગ રાખવાથી થતા ફાયદા વિશે પણ જણાવે છે.

તો લોકોને પણ સાથ સહકાર આપવો જોઇએ. અને ભીનો કચરો જેમ કે બટેટા અને ફળની છાલો પાંદડા ડાળીઓ વધેલા શાકભાજી વગેરે જેવા ભીના કચરામાંથી ખાતર બનાવી શકાય. અને સુકા કચરામાં પ્લાસ્ટીક, કાગળ વગેરેને રીસાઇકલ કરી તેનો ઉપયોગ કરી શકાય તો ભીનો અને સુકો કચરો અલગ અલગ રાખવો જોઇએ.

રામેશ્વર ચોક, યુનિવર્સિટી રોડ, મનહર પ્લોટ, વિરાણી ચોક07 2રાજકોટ પોશ વિસ્તાર રામેશ્વર ચોકથી વિરાણી ચોક સુધી ખાસ કરીને લોકોમાં કચરાને લઇને જાગૃતતા જોવા મળે છે. લોકો સુકો કચરો અને ભીનો કચરો બંને અલગ અલગ નાખે છે. ત્યારે યુનિવર્સિટી રોડના અમુક વિસ્તારોમાં લોકોને ભીનો કચરો અને સુકો કચરો અલગ રાખવાની જાગૃતતા નથી. ટિપર વાનના ડ્રાઇવર અને હેલ્પર દ્વારા લોકોને ગાઇડ કરવામાં પણ આવે છે અમુક સમયે ટિપરવાન વાળા એ જ કચરો અલગ અલગ કરવો પડે છે.

વોર્ડ નં.૧ર રામેશ્વર ચોક ખાતે કોર્પોરેટર દર્શિતાબેનને લોકો સાથે મળીને ભીનો અને સુકો કચરો અલગ રીતે ટીપર વાનમાં નાખ્યો હતો લોકોમાં જાગૃતિ માટે તેમને સમજાવ્યા હતા. આ ઉપરાંત રામેશ્વર ચોક વિસ્તારમાં લોકો પણ યોગ્ય રીતે ચોખ્ખાઇ માટેની પહેલ કરી હતી.

સ્વચ્છ રાજકોટ, સ્વસ્થ રાજકોટ બંછાનીધી પાની09 2‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન મ્યુનિસીપલ કમિશ્નર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે સૂકા અને ભીનો કચરાનું વર્ગીકરણ કરવું ખુબ જ જરૂરી છે. કારણ કે સૂકો અને ભીનો કચરો અલગ થાય તો જ તેના નિકાલ તેની પ્રોસેસીંગ થઇ શકે. ભીના કચરાથી કમ્પોસ્ક નેચરલ ખાતર બનશે. તેથી ખેડુતો, લેન્ડસ્કેપીંગ અને ગ્રીનરી માટે ઉપયોગ થઇ શકે. સૂકો કચરો અલગ થશે તો કચરા વિણતા લોકોને આવક વધશે અને એ સૂકા કચરાના અલગ અલગ પ્રકારના પ્લાસ્ટિક, કાચ વગેરે અલગ થઇ શકશે અને તેના કારણે ઇન્ફેકશન નહી થાય.

ભીનો અને સૂકો કચરો એક થાય તો ઇન્ફેકશન થાય છે અને સાથે સાથે જયારે ભીનો કચરો પ્રાણીઓ ખાય છે ત્યારે કાચ, પ્લાસ્ટીક કે એવા પદાર્થ તેના પેટમાં જાય છે. એટલે તેનું મૃત્ય થાય છે. એટલે પ્રાણીદયા માટે અને ઓવરઓલ મ્યુનીસીપલ કોર્પોરેશનના બધા ટીપરવાન નાકરવાડી સુધી જાય છે. તેમાં ૧પ થી ર૦ જેટલી આવકથી આપણી બચત થાય છે. ટ્રાન્સર્પોટેશન કોસ્ટ ઓછી થાય છે તેટલા માટે ભીનો કચરો અને સૂકો કચરો અલગ કરવો જરૂરી છે.

રાજકોટ એક કલીન સીટી છે. અને સ્માર્ટ સીટી તરફ આગળ વધી રહ્યું છે. એટલે મારા બધા નગરજનોને વિનંતી છે કે આપણો બધો એક સાથે મળીને ૧૦૦ એ ૧૦૦ ટકા કચરાનું વર્ગીકરણ થાય ત્યારે જે આપણું શહેર સ્વચ્છ બની શકે. પહેલા જાંડુથી સાફ સફાઇ થતી હતી. પરંતુ અત્યારે કચરાનું વર્ગીકરણ થઇને તેનું વૈજ્ઞાનિક ઢબે નીકાલ થાય છે. તેને સ્વચ્છતા કહેવાય તો આપણે સાથે મળીને આ ઝુંબેશને ચરીતાર્થ કરીએ.

કોર્પોરેશન લગભગ સૂકો કચરાનું મેટ્રેલ રીકવરી ફેસેલીટી નાખ્યું છે. તેમાં પંદરસો રૂપીયા પ્રતિ ટન કોર્પોરેશનને મળે છે. કોર્પોરેશન લગભગ ર૦ થી રપ કરોડ રૂપીયાનો ટ્રાન્સપોટેશન કોસ્ટ છે. તેમાંથી ઓછું થશે તથા કોર્પોરેશનને ઘણો ફાયદો થશે. પરંતુ સૌથી વધુ ફાયદોએ લોકો માટે કોર્પોરેશન કામ કરે છે. અને લોકોનું આરોગ્ય સારું રહે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યું છે.આ ઉપરાંત જે લોકો દ્વારા સુકા-ભીના કચરાની વર્ગીકરણ કરવામાં નહીં આવે તેમને દંડની જોગવાઇ પણ કરવામાં આવી છે

ટીપરવાન ચાલકો શું કહે છે06 5અબતક ની ટીમ દ્વારા રાજકોટના તમામ વિસ્તારમાં ગ્રાઉન્ડ પર જઇ વાસ્તવિકતા જોવામાં આવી છે. ત્યારે તમામ ટીપરવાન ચાલકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા અમને સુકા અને ભીના કચરા માટે પુરતી માહીતી આપવામાં આવી છે. તે રીતે જ અમે લોકોને સુકા-ભીના કચરા વિશે માહીતી આપીએ છીએ.

મોટાભાગના લોકો અમને અલગ અલગ ડસ્ટબીનમાં કચરો આપે છે પરંતુ ઝુંપડપટ્ટી અને બીજા નીમ્ન વિસ્તાોરમાં લોકોને સમજાવવા ખુબ અધરુ બની જાય છે. ખાસ આ વિસ્તારમાં લોકો સૂકા અને ભીનો કચરો અલગ નાખવા માટે ઘણું સમજાવવા છતાં તે લોકોનું વલણ ઉગ્ર બની જાય છે. ત્યારે ખાસ સ્લમ વિસ્તારમાં ગંદો કચરો પણ ખુબ વધારે પ્રમાણમાં જોવા મળતો હોવાથી આ લોકોને સમજાવવા ખુબ જરુરી છે.

બહાર ગામથી આવીને વસેલા બંગાળીઓ દ્વારા પણ ખુબ ગંદકી થાય છે. પરંતુ તે લોકો પણ અલગ અલગ કચરો નાખતા નથી ત્યારે લોકો સ્વયમ  રીતે  જાગૃતતા કેળવે તે ખુબ જરુરી છે. ઉપરાંત હાઇ રાઇસ બિલ્ડીંગના લોકો બધો કચરો ભેગો કરીને નીચે ચોકીદારને આપી દેતા હોય છે. પરંતુ ચોકીદારને ઓછી સમજણના કારણે અમુક ફલેટમાં કચરાનું યોગ્ય વર્ગીકરણ થાય તે પણ ખુબ જરુરી છે.

સોલીડ વેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ શું કહે છે

સોલીડ વેસ્ટ ડિપાર્ટમેન્ટના સેનેટરી સબ ઇન્પેકટર પૂર્વેશ ઠાકરે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, લોકોના ઘરેથી જે કચરો આવે છે તે અહિ ડિવાઇડ કરવામાં આવે છે. સૌ પ્રથમ ગાડીનો વજન થાય છે અને ત્યારબાદ ભીનો કચરો જેમ કે શાકભાજી, પાંદડા, રાંધેલ ખોરાક વગેરે ભીના કચરાને અહી લાવી મોટી ગાડીમાં ઠાલવવામાં આવે છે.

અને આ કચરાને એકત્રી કરી તેમાંથી ખાતર બનાવી અને સુકા કચરો જેવો કે પ્લાસ્ટીક, કાગળ અને ઝાડની ડાળી વગેરેને રીસાઇકલ કરીને ઉપયોગમાં લેવાશે જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.