Abtak Media Google News

Table of Contents

અમૃતકાળ બજેટ કેપિટલ માર્કેટ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે: વિશ્ર્વમાં થઈ રહેલી ઉથલ-પાથલ ભારતને ઘણો ફાયદો કરાવશે

રાજકોટ ખાતે મૂડી બજેટ માટે રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયું : જામનગર, ગાંધીધામ, ભાવનગર અને ભુજના ચાર્ટર્ડ એકાઉનટન્ટ જોડાયા

કેપિટલ માર્કેટ રૂપિયા ઉભા કરવા માટેનું ઉત્તમ પ્લેટફોર્મ

કેપિટલ માર્કેટ શું છે? મૂડીબજાર લાંબા ગાળાના રોકાણોના વેપાર માટે એક બજાર છે. અન્ય શબ્દોમાં, તે એક માર્કેટપ્લેસ છે જેમાં એક વર્ષથી વધુ લોક-ઇન સમયગાળો છે, અથવા તેમની મેચ્યોરિટી અવધિ એક વર્ષથી ઓછી છે. મૂડી બજારમાં ઇક્વિટી શેર, ડિબેન્ચર્સ, પસંદગીના શેર, સુરક્ષિત પ્રીમિયમ નોટ્સ અને શૂન્ય-કૂપન બોન્ડ્સ સહિતના ઇક્વિટી અને ઋણ સાધનોની વેચાણ અને ખરીદીનો સમાવેશ થાય છે. તે તમામ પ્રકારના ધિરાણ અને નાણાંકીય લેવડદેવડોને પણ પૂર્ણ કરે છે. કેપિટલ માર્કેટના પ્રાથમિક કાર્યોમાંથી એક ડેરિવેટિવ ટ્રેડિંગ દ્વારા બજારની અસ્થિરતા અને કિંમતના જોખમ સામે ઇન્શ્યોરન્સ આપે છે. મૂડીબજાર વિશેની શ્રેષ્ઠ બાબતોમાંથી એક એ પણ છે કે તે રોકાણકારોને વિશાળ શ્રેણીના રોકાણ સાધનો રજૂ કરે છે, જેથી અર્થવ્યવસ્થામાં મૂડી બનાવવાનું પ્રોત્સાહન આપે છે.

કેપિટલ માર્કેટમાં, સ્ટોક્સ, શેર અને બોન્ડ્સ જેવા નાણાંકીય અને રોકાણ સાધનો ગ્રાહકો દ્વારા ખરીદી અને વેચાણ કરવામાં આવે છે. સેક્ધડરી કેપિટલ માર્કેટમાં, મુખ્ય સુવિધા હાલની અથવા અગાઉથી જારી કરેલી સિક્યોરિટીને એક્સચેન્જ અને ટ્રેડ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ જેવા સ્ટોક એક્સચેન્જ સેક્ધડરી કેપિટલ માર્કેટના ઉદાહરણ છે. ભારતીય શેર બજારમાં કેપિટલ માર્કેટ એક લોકપ્રિય રોકાણનો માર્ગ છે જે સારા વળતર મેળવવા અને સંપત્તિ સર્જન કરવાની અનેક તકો રજૂ કરે છે. અને જે રોકાણકારો ઝડપી વળતર મેળવવા માંગે છે તેઓ ટૂંકા ગાળા પર નાણાંકીય સાધનોનો ટ્રેડિંગ કરી શકે છે. રોકાણકાર અથવા વેપારી તરીકે, તમારી પાસે પસંદ કરવા માટે વિવિધ નાણાંકીય સાધનો છે. ટ્રેડિંગ માટે ઉપલબ્ધ સાધનોના પ્રકારો પર આગળ વધતા પહેલાં, ચાલો સ્ટાર્ટ લાઇનને જોઈએ.

ભારતના આંગળીના ટેળવે ગણી શકાય તેવા મોટા રોકાણકારો માના એક વિજય કેડીયાએ જણાવ્યું હતું કે, શેર બજારમાંથી નફો ત્યારે જ મેળવી શકાય જ્યારે રોકાણકારો દ્વારા લોંગ ટર્મ રોકાણ કરવામાં આવે. હાલ ભારત જે દિશામાં આગળ વધી રહ્યું છે તેનાથી શેરબજાર અને કેપિટલ માર્કેટને ઘણો ફાયદો પહોંચશે. તેઓએ જણાવ્યું હતું કે હાલ સમગ્ર વિશ્વમાં ઉથલપાથલ થઈ રહી છે તેનાથી ભારતને અનેક ઘણો લાભ પણ થશે. હાલ કેપિટલ માર્કેટ ના ભવિષ્ય અંગે રાજકોટ આઈસીએઆઈ ભવન દ્વારા બે દિવસિય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મૂડી બજાર સાથે સંકળાયેલા તજજ્ઞ ઉપસ્થિત રહ્યા હતા.

દેશની અર્થવ્યવસ્થાને વિકસિત કરવા કેપિટલ માર્કેટનો સિંહ ફાળો રહેશે : વિજય કેડીયા

દેશના જાણીતા રોકાણકાર વિજય કેડીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થાને વિકસિત કરવા કેપિટલ માર્કેટ નો સિંહ ફાળો રહેશે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા જે અમૃતકાળ બજેટ જાહેર કરવામાં આવ્યું એનાથી મૂડી બજારને ઘણો ફાયદો પણ પહોંચશે. તેઓએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વની નજર હાલ ભારત દેશ ઉપર જોવા મળી રહી છે પરંતુ ભારતને એ વાતનો ભરોસો કે વિશ્વાસ નથી કે તેમની પાસે ઘણી કુશળતા છે. જણાવ્યું હતું કે મૂડી બજાર તે રૂપિયા બનાવવા માટેનું એક ઉત્તમ પ્લેટફોર્મ છે ત્યારે જે કોઈ રોકાણકારો શેર બજારમાં રોકાણ કરતા હોય તેઓએ લાંબા ગાળાના રોકાણ સાથે આગળ વધવું જોઈએ કારણ કે શેરબજાર એ રિસ્કી વ્યાપાર છે જેમાં રોકાણકારે જ્ઞાન મેળવવું ખૂબ જરૂરી છે અને જ્યારે તેમાં અનુભવ જોવા મળે તો તે યોગ્ય રીતે નાણા મેળવી શકે છે.

રાજકોટ કેપિટલ માર્કેટ માટેનું હબ છે : સી.એ. સંજય લાખાણી

રાજકોટ આઈસીએઆઈ ભવનના નવનિયુક્ત પ્રેસિડેન્ટ સી.એ સંજય લાખાણીએ જણાવ્યું હતું કે રાજકોટ કેપિટલ માર્કેટનું હબ છે ત્યારે ભવન દ્વારા બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું જે આયોજન કરવામાં આવ્યું છે તેનાથી ચાર્ટ એકાઉન્ટ અને રોકાણકારોને ઘણો ફાયદો પહોંચશે. કેપિટલ માર્કેટમાં ટોપ પાંચ શહેરોનું જો મૂલ્યાંકન કરવામાં આવે તો તેમાં રાજકોટ પણ આવે છે ત્યારે સમગ્ર દેશ-વિદેશમાં ત્યાજના રોકાણકારો રાજકોટના આંગણે આવ્યા છે અને રોકાણ કરતા સમયે કઈ ચીજ વસ્તુઓને ધ્યાને લેવી તે અંગે પૂરતી માહિતી પૂરી પાડી હતી. એટલુંજ નહીં  લોકોને નુકસાન થતું બચે તે માટે કેપિટલ માર્કેટ સેમિનાર અત્યંત લાભદાઇ નીવડશે.

રોકાણકારોની મૂડી વધારવા અને વેલ્થ વિકસિત કરવા સ્ટાર્ટડએકાઉન્ટન્ટની વિશેષ જવાબદારી : સી.એ. પુરસોતામ ખંડેલવાલ

આઈસીએઆઈના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સી.એ પુરસોતામ ખંડેલવાલે જણાવ્યું હતું કે સીએનો રોલ હવે વધુ વિકસિત થયો છે ત્યારે ઉદ્યોગકારોને કઈ રીતે આગળ લઈ જવા એટલું જ નહીં તેમની મૂડીને કઈ રીતે વધારવી અને વેલ્થ ને કઈ રીતે વધુ કરી શકાય તે માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો રોલ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. સમગ્ર ભારતમાં 3.17 લાખ એકાઉન્ટન્ટ પ્રેક્ટિસ કરી રહ્યા છે ત્યારે હવે સીએ માત્ર એડવાઈઝર જ નહીં પરંતુ ઇન્ટરપ્રેન્યોર પણ બની શકે છે. કારણ કે કેપિટલ માર્કેટ ખૂબ મોટો વિષય છે ત્યારે રાજકોટના આંગણે જે આયોજન હાથ ધરવામાં આવ્યું તે સીએ માટે અકસીર નિવડશે. મોટી વાત એ છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક એવી વ્યક્તિ હોય છે જે બેલેન્સશીટને યોગ્ય રીતે જાણે છે બજાર વર્તન કરી રહી છે તેનાથી એવા સ્પષ્ટ છે કે કેપિટલ માર્કેટ ના આધારે દેશની અર્થ વ્યવસ્થા ઝડપભેર વિકસિત થશે.

વિશ્વની ટોપ ત્રીજી અર્થવ્યવસ્થા બનવા ભારત માટે કેપિટલ માર્કેટ આશિર્વાદરૂપ નિવડશે : પ્રકાશ દીવાન

શેરબજારના તજજ્ઞ પ્રકાશ દીવાને પણ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે વિશ્વની ટોપ 3જી અર્થવ્યવસ્થા બનવા માટે ભારત માટે કેપિટલ માર્કેટ આશીર્વાદરૂપ નીવડ છે અને રાજકોટ આઈસીએઆઈ ભવન દ્વારા જે પહેલ હાથ ધરવામાં આવી છે તે એક ઉત્તમ પગલું છે. હાલ કેપિટલ માર્કેટ નો સમય સુધર્યો છે અને રોકાણકારો વધુને વધુ આ ક્ષેત્રમાં આગળ આવી રહ્યા છે. વધુમા તેઓ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે એપ્રોચ હાથ ધરવામાં આવ્યો છે તેનાથી ઘણો ફાયદો પણ શેરબજારને થયો છે ત્યારે હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો રોલ હવે ખૂબ વિકસિત કરવાની જરૂર છે અને સરકારે જે પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમીનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે તેને પહોંચી વળવા કેપિટલ માર્કેટ ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવશે. એટલું જ નહીં આ પ્લેટફોર્મમાં લોકો તેની યોગ્ય રીતે બચતને વ્યપારમાં ઉપયોગમાં લઈએ એ પણ એટલું જ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.