Abtak Media Google News

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાત આરોપીઓ પર આતંકવાદનું કાવતરું ઘડવાનો આરોપ નક્કી કરવામાં આન્યો છે. NIA કોર્ટે આરોપીઓ પર હત્યા અને અન્ય ગુનાનો આરોપ પણ લગાવ્યો હતો. યુએપીએ અને આઈપીસીની કલમ અંર્તગત કેસ ચલાવવામાં આવી રહ્યો છે.

Advertisement

આ પહેલાં સોમવારે બોમ્બે હાઈકોર્ટે કર્નલ પુરોહિતની તેમના વિરુદ્ધ આરોપ નક્કી કરવાની પ્રક્રિયા પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. કર્નલ પુરોહિત, સાધ્વી પ્રજ્ઞા સહિત દરેક આરોપીઓ પર મંગળવારે આરોપ નક્કી કરવામાં આવ્યા છે.

29 સપ્ટેમ્બર 2008માં મહારાષ્ટ્રમાં નાસિક જિલ્લાના માલેગાંવમાં બ્લાસ્ટ થયો હતો. તેમાં 6 લોકોનાં મોત થયા હતા અને અંદાજે 100 લોકો ઘાયલ થયા હતા. બ્લાસ્ટ તે સમયે થયા હતા જ્યારે રમઝાન દરમિયાન લોકો નમાઝ કરી રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.