Abtak Media Google News

ગુજરાતી ફિલ્મોના જાણીતા એક્ટર મલ્હાર ઠાકરની અપકમિંગ કોમેડી ફિલ્મ ‘સોનુ તને મારા પર ભરોસો નઈ કે?’ નું ટ્રેલર ફિલ્મ રસિકોને પસંદ આવી રહ્યું છે. યુવા ફિલ્મમેકર હેનિલ ગાંધીએ ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘સોનુ તને મારા પર ભરોસો નઈ કે?’ એક પારિવારિક મનોરંજક ફિલ્મ છે તેવું ટ્રેલર પર થી લાગી રહ્યું છે.  જેમાં હાસ્ય, રોમાન્સ, પ્રેમ અને એક્શન જોવા મળશે. તારીખ 19 મે, 2022ના દિવસે ‘સોનુ તને મારા પર ભરોસો નઈ કે?’ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

‘સોનુ તને મારા પર ભરોસો નઈ કે?’નું ટાઈટલ સોંગ જાણીતા સિંગર દલેર મહેંદીએ ગાયું છે. સ્ટાર કાસ્ટની વાત કરીએ તો એક્ટર મલ્હાર ઠાકર સિવાય આ ફિલ્મમાં નિજલ મોદી, કલ્પના ગાગડેકર, રાગી જાની, કામિની પંચાલ, જયેશ મોરે, પૌરવ શાહ જોવા મળશે.

Screenshot 4 8

યુવા ફિલ્મમેકર હેનિલ ગાંધી ડિરેક્ટેડ આ ગુજરાતી ફિલ્મ ‘સોનુ તને મારા પર ભરોસો નઈ કે?’ના લેખક સુરજ બરળિયા છે જ્યારે મ્યુઝિક રાહુલ મુંજારિયાએ આપ્યું છે અને ગીતો નંદન પુરોહિતે લખ્યા છે. ફિલ્મના એડિટર નીરવ પંચાલ જ્યારે આર્ટ ડિરેક્ટર જય શિહોરા છે તેમજ પ્રોડક્શનનું કામ સંદીપ રાવલની ટીમે સંભાળ્યું છે.

Screenshot 6 7

ટ્રેલર મુજબ ‘સોનુ તને મારા પર ભરોસો નઈ કે?’માં એક ગુજરાતી પરિવારને અનાયાસે અચાનક જ સોનુ મળી આવ્યું અને તે પર થી વાર્તામાં એક અલગ જ મોડ આવી જાય છે. એક્ટર મલ્હાર ઠાકર પોતાના પરિવાર સાથે ચોર બજારમાં જઈને સસ્તું ટીવી ખરીદે છે. જ્યારે આ ટીવી ચાલુ નહીં થતાં તે ચેક કરતા તેમાંથી સોનુ મળે છે અને પછી સર્જાય છે કોમેડી. શું એક્ટર મલ્હાર ઠાકરનો પરિવાર આ સોનુ પોતાની પાસે રાખશે કે પછી પોલીસને હવાલે કરશે? મલ્હારના ઘરમાં બંદૂક સાથે ઘૂસી આવેલો ડોન [એક્ટર જયેશ મોરે] સોનુ લઈ જશે કે પછી આપણો હીરો જ આ સોનુ લઈને ઘર છોડીને ભાગી જશે? તે જાણવા માટે તો હવે ગુજરાતી કોમેડી ફિલ્મ ‘સોનુ તને મારા પર ભરોસો નઈ કે?’ જોવી પડે.

Screenshot 3 4

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.