Abtak Media Google News
  • ગુજરાત પોલીસના જાબાંજ અને ક્ષત્રિય સમાજનું ગૌરવ પૂર્વ ડી.એસ.પી. એમ.એમ.ઝાલાની બીજી વાર્ષિક પુણ્યતિથી
  • દિપડા સાથે બાથ ભીડી મોતને ઘાટ ઉતારનાર અને પોરબંદરને ગેંગસ્ટરમાંથી મુક્તિ અપાવનાર પૂર્વ DSP એમ.એમ.ઝાલાને આજે પણ પ્રજા યાદ કરે છે

ગુનેગારો જેમના નામથી થર થર કાંપતા અને દિપડા સાથે બાથ ભીડી ગોળીથી ઠાર મારનાર અને ગુજરાત પોલીસનું ગૌરવ એવા અને ક્ષત્રિય સમાજનું ઘરેણું એવા જાબાંજ પૂર્વ ડી.એસ.પી. જંજીરવાલાની આજે બીજી પુણ્યતિથિ છે. ત્યારે સ્વર્ગસ્થ એમ.એમ.ઝાલાને પોલીસ અને રાજપૂત સમાજ આજે પણ તેમને માનભેર યાદ કરી રહ્યા છે.

એમ.એમ.ઝાલાએ સૌરાષ્ટ્રના ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેઓ વર્ષ 1956માં સૌરાષ્ટ્ર રાજ્યમાંથી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સીધી ભરતીમાં પોલીસમાં સામેલ થયા હતાં. નાસિક પોલીસ ટ્રેનિંગ કોલેજમાં તાલીમ પૂર્ણ કરી પ્રથમ ક્રમે આવ્યા હતા. વર્ષ 1958માં વડોદરાથી પોસ્ટિંગ લઈ નોકરીની શરૂ કરી. તેઓ કચ્છ અને જામનગર અઈઇમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે.

1968માં હૈદરાબાદ ડિટેકટિવ ટ્રેનિંગ સ્કૂલમાં પોલીસ પરીક્ષામાં પ્રથમ ક્રમે આવીને ભારતભરમાં ખ્યાતિ મેળવી હતી. 1968માં તેમને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી મળી હતી. 1990માં તેઓ ઉજઙ તરીકે તેઓ નિવૃત્ત થયા હતા. તેની સાથે સાથે રાજપૂત વિદ્યાસભાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

અમદાવાદ શહેરમાં એમ.એમ.ઝાલાને1973માં પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. 5 વર્ષ સુધી અમદાવાદમાં રથયાત્રા, વિદ્યાર્થી આંદોલન, કોમી તોફાન અને રોટી રમખાણ વખતે બહાદુરીથી ફરજ બજાવી હતી. જેને કારણે લોકોમાં તેઓ ‘જંજીરવાલા ઝાલા’ના ઉપનામથી જાણીતા બન્યા હતા.

પોરબંદરમાં ગેંગવોર ફાટી નીકળી હતી. બે કોમ આમને સામને ગોળીબાર કરી ભય ફેલાવતી હતી ત્યારે ગેંગવોરને ડામી દેવા 1978માં પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. પોસ્ટિંગ આપતા જ ગેંગસ્ટરોમાં ભય ફેલાયો હતો અને ગેંગવોર શાંત થઈ ગઈ અને ગેંગસ્ટરો જિલ્લો છોડી ભાગી ગયા હતા. સામસામે ગોળીબાર થતાં તે જિલ્લામાં ઝાલાના નામથી પ્રજાએ હાશકારો અનુભવ્યો હતો.

1980માં તેઓને ઉજઙ તરીકે બઢતી મળતા ‘જંજીરવાલા ઝાલા’ને જામનગર જિલ્લામાં DSP તરીકે મુક્યા હતા. તે સમયે કાલાવડ તાલુકાના બાલભંડી ગામની સીમમાં દીપડાએ હુમલો કરતા ‘જંજીરવાલા ઝાલા’એ બહાદુરીથી દીપડા સાથે બાથભીડી દીપડાને નીચે પાડી ઠાર કરીને પ્રજાને બચાવી હતી. ‘અગ્નિકાલ’માં રાજ બબ્બરે ‘જંજીરવાલા’થી પ્રેરિત રોલ કર્યો હતો.

વર્ષ 1990માં રીલિઝ ‘અગ્નિકાલ’માં રાજ બબ્બરે તેમના જીવન પરથી પ્રેરિત એસ.પી. ‘જંજીરવાલા’નો રોલ કર્યો હતો. જંજીરવાલાના નિધનથી સમગ્ર સમાજને એક મોટી ખોટ પડી છે.

બે વર્ષ પહેલા તેઓનું 90 વર્ષની જૈફ વયે નિધન થયું હતું. તેઓ પોલીસ ડિપાર્ટમેન્ટમાં કડક અધિકારી છાપ ધરાવતા હતા તેવી જ પ્રજામાં સારી લોકચાહના ધરાવતા હતા. તેઓએ જ્યાં-જ્યાં ફરજ બજાવી છે. ત્યાં તેઓની અલગ જ ઓળખ ઉભી કરવામાં પોલીસ અને ક્ષત્રિય સમાજનું ગૌરવ વધાર્યું છે. એમ.એમ.ઝાલાની કામગીરીને યાદ કરી પોલીસ ડિપાર્ટમેન્ટમાં પ્રશંસા સાથે દાખલા આપવામાં આવે છે.

ગુન્હેગારોમાં ખોફ અને સામાન્ય જનતાને ન્યાય અપાવવા માટે સતત તત્પર રહેતા જંજીરવાલા ઝાલાનું કાયમી સંભારણી પોલીસ ખાતામાં બની રહે તે માટે સરકારે વિશિષ્ટ એવોર્ડ અથવા તેમના નામ સાથે ટૂર્નામેન્ટનું આયોજન કરી તેઓનું સન્માન કરવું જરૂરી છે. તો આ બાબતે ક્ષત્રિય સમાજે આગળ આવી તંત્રનું ધ્યાન દોરવું જરૂરી બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.