Abtak Media Google News

કારખાને મજૂરી કામે જતા યુવાનને કાળ ભેટ્યો: પરિવારમાં કલ્પાંત

શહેરમાં આજીડેમ પાસે ધાર્યા પાસે આજરોજ સવારે ક્ધટેનરની ઠોકરે કપાયેલા યુવાનનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. પાચ બહેનના એકના એક ભાઈના અકાળે મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ આજીડેમ પાસે રામ પાર્ક – 3 માં રહેતા અને ચુનારાવાડ ચોક પાસે કારખાનામાં મજૂરી કામ કરતા મહેશભાઈ છગનભાઈ સોલંકી નામના 38 યુવાનનું આજીડેમ દાળિયા પાસે અકસ્માતમાં મોત નીપજ્યું હતું.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મહેશભાઈ સોલંકી આજરોજ સવારે રાબેતા મુજબ ચુનારાવાડ કારખાને જવા માટે પોતાના એકટીવામાં નીકળ્યા હતા. તે દરમિયાન આજીડેમ નજીક ઢાળિયા પાસે અજાણ્યા ક્ધટેનર ચાલકે યુવાનના એક્ટિવાને પાછળથી ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલા મહેશભાઈ સોલંકીનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

આ અંગે ઘટનાની જાણ થતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક મહેશભાઈ સોલંકીને સંતાનમાં ચાર બાળકો હોવાનુ અને પોતે પાચ બહેન વચ્ચે એકના એક ભાઈ હોવાનુ જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાની નોંધ કરી ક્ધટેનર ચાલકની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.