Abtak Media Google News

ભાગેડુ લિકરના વેપારી વિજય માલ્યાના પ્રત્યર્પણ પર ચુકાદો આવવાના 5 દિવસ પહેલાં તેણે સંપૂર્ણ ધિરાણ ચૂકવી દેવાની તૈયારી દાખવી છે. માલ્યાએ ટ્વિટ દ્વારા ભારતીય બેન્કો અને સરકારને અપીલ કરી છે કે, તેનો પ્રસ્તાવ માની લેવામાં આવે. માલ્યા પર ભારતીય બેન્કોનું રૂ. 9,000 કરોડનું દેવું છે. માલ્યાના ભારત પ્રત્યર્પણ પર યુકે કોર્ટ 10 ડિસેમ્બરે ચુકાદો આપે તેવી શક્યતા છે.

Advertisement

વિજય માલ્યાનું કહેવું છે કે,પ્રત્યર્પણ પર ચુકાદો આવવાની વાત અલગ છે. તેમાં કાયદા પ્રમાણે કાર્યવાહી થશે. પરંતુ જનતાના પૈસા પરત કરવાની વાત મહત્વની છે અને તે હું 100 ટકા પરત કરવા તૈયાર છું.માલ્યાએ કહ્યું, નેતા અને મીડિયા તેના ડિફોલ્ટર થવાની અને બેન્કો પાસેથી લોન લઈને ભાગવાની વાત જોર-શોરથી કરી રહ્યા છે.

આ ખોટી વાત છે. મારી સાથે યોગ્ય વર્તન કરવામાં કેમ નથી આવતું? વર્ષ 2016માં જ્યારે મેં કર્ણાટક કોર્ટમાં સેટલમેન્ટનો પ્રસ્તાવ રાખ્યો ત્યારે તેનો પ્રચાર કરવામાં કેમ ન આવ્યો?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.