Abtak Media Google News

ર્આર રોડ જેલના બેરેક નં.૧૨માં કુદરતી સૂર્ય પ્રકાશ ન આવતો હોય તથા જોખમ હોવાનું બહાનું આગળ ધરાયું: યુકે કોર્ટ વીડિયો જોયા બાદ માલ્યાનો નિર્ણય લેશે

ભારતીય બેંકોનું કરોડોનું ફુલેકુ ફેરવી યુકે નાસી છૂટેલા વિજય માલ્યા હવે સજાથી બચવાની છટકબારી શોધવા મુંબઈની જેલની અવ્યવસથાના કારણો આગળ ધરી રહ્યો છે. મુંબઈની ર્આર રોડ જેલની બેરેક નં.૧૨માં માલ્યાને રાખવામાં આવશે. આ બેરેકમાં સૂર્ય પ્રકાશ ન પહોંચતો હોવા જેવું કારણ માલ્યાના વકીલે યુકેની કોર્ટમાં મુકયું છે. યુકેની કોર્ટની મંજૂરી બાદ માલ્યાને ભારત લાવવામાં આવશે. જો વિજય માલ્યા એવું સાબીત કરે કે, મુંબઈની ર્આર જેલમાં સુવિધાઓનો અભાવ છે તો યુકેની કોર્ટ તેને ભારત લાવવા મંજૂરી આપે નહીં માટે તેણે આ પેંતરો રચ્યો છે.

અગાઉ માલ્યાના વકીલે યુકેની કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે, માલ્યાને જે કોર્ટ બેરેકમાં રાખવાનો છે ત્યાં સૂર્ય પ્રકાશ આવતો નથી જેથી માલ્યાને તે બેરેકમાં રાખી શકાય નહીં. બીજી તરફ એવું પણ બહાનું આગળ ધરવામાં આવ્યું છે કે, બેરેકમાં સ્વચ્છતા નથી. જો કે, આ વાત તદ્દન પાયા વિહોણી હોવાનો બચાવ ભારત સરકાર તરફી કરવામાં આવ્યો છે. માલ્યાને જેલમાં સ્વચ્છ ગાદલા, ગોદડા અને ઓશીકા સહિતની વ્યવસ્થા અપાશે. ઉપરાંત તેને જે બેરેક નં.૧૨માં રાખવામાં આવ્યો છે તેમાં છ કેદી રાખવાની ક્ષમતા છે જો કે, બેરેકમાં માત્ર વિજય માલ્યાને જ રાખવામાં આવશે જેથી તેના પર કોઈપણ જાતના હુમલાનો ખતરો નથી.

ભારતમાં કારાવાસી બચવા માલ્યા હાલ જેલમાં અસુવિધા અને જોખમ હોવાનું બહાનું આગળ ધરી રહ્યો છે. અલબત હાલ તો યુકેની કોર્ટે ભારત સરકાર પાસે મુંબઈની ર્આર જેલના બેરેક નં.૧૨ની તસવીરો બાદ હવે વિડિયો મોકલવાની પણ માંગણી કરી છે. તે વિડિયો જોયા બાદ જ નકકી થશે કે માલ્યાને ભારત મોકલવો જોઈએ કે બ્રિટનમાં સાચવવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.