Abtak Media Google News

મહિલાની ફરીયાદ પરથી તપાસમાં તથ્ય જણાતા લેવાયા પગલા

રાજુલા નું પીપાવાવ પોર્ટ સતત વીવાદોમાં પર્યાવરણનું નિકંદન હોય કે સી એસ આર ફંડના ગોટાળા હોય કે ગૌચરની જમીનનું દબાણ હોય આવા અનેક વિવાદો થી  ઘેરાયેલું જ રહે છે એવામાં ફરી

Advertisement

પીપાવાવ પોર્ટમાં બનેલ બનાવ મુજબ પીપાવાવ પોર્ટ મા એક કર્મચારી બે ત્રણ વર્ષ પહેલા બીમારીમાં મૃત્યુ પામેલ તેના આશ્રિત તરીકે ભોગ બનનાર મહિલાને (મૃતક ની પત્ની) નોકરીમાં રાખવામાં આવેલી પરંતુ નોકરીમાં રાખવાનો ઇરાદો મલિન ન હોય તેવું આ બનાવથી ફલિત થાય છે

અંગત સૂત્રો પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ કે પીપાવાવ પોર્ટ માં વ િ  વિભાગ માં મેનેજર તરીકે ફરજ બજાવતા વિનય સચ્ચાંન નામના સખ્શે પોર્ટ માંજ કામ કરતી  મહિલા ને સેક્સ હેરેસમેન્ટ શારીરિક અડપલા અવારનવાર કરતા હોવાનું  આ અંગે મહિલા દ્વારા કંપના મેનેજમેન્ટ  ને ફરિયાદ  કરવામાં આવેલી હોય જેથી મેનેજમેન્ટ  દ્વારા આ અંગે તપાસ કરતા આ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હોવાનું અંગત સૂત્રો પાસેથી જાણવા મળે છે  આ પ્રકરણ આવી જતા આ મેનેજર ને તાત્કાલિક અસરથી નોકરીમાંથી રુક્ષદ આપવામાં આવેલ હોવાના સમાચારો પ્રાપ્ત થયેલ છે

પરંતુ આ સમગ્ર પ્રકરણ પોલીસ મથકે પહોંચ્યો તે અને  બીજા કોઈ પગલા ભરવાના બદલે મેનેજમેન્ટ દ્વારા સમગ્ર પ્રકરણને દબાવી દેવાનો પ્રયાસ કરેલો છે.

તપાસ અને પ્રક્રિયા અનુસર્યા બાદ નિર્ણય લેવાયો: પ્રવકતા

અમે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે તાજેતરમાં અઙખ ટર્મિનલ પીપાવાવ ખાતે  કર્મચારીનું અલગ થવું એ સંસ્થાકીય નીતિ મુજબ ગેરવર્તણૂકનું પરિણામ હતું. સંપૂર્ણ તપાસ અને યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અમે અમારા તમામ કર્મચારીઓ માટે સલામત અને આદરપૂર્ણ કાર્યસ્થળ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને કાર્યસ્થળ પર ઉચ્ચતમ ધોરણો અને વ્યાવસાયીકરણને જાળવી રાખીને ન્યાયી વ્યવહાર સુનિશ્ચિત કરવા માટે અમે કડક નીતિઓ ધરાવીએ છીએ.” – એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ પ્રવક્તા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.