Abtak Media Google News

Table of Contents

ભૂગર્ભ જળનું સ્તર ઉંચુ લાવવા, પાણીના સંગ્રહ માટે શહેરીજનોને જાગૃત કરતું મનપા; દરેક વિસ્તારમાં ૨૦ મિનિટ પાણીનું વિતરણ; ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ લાવવા તંત્ર સજાગ

ચોમાસુ ખેંચાતા ગુજરાતનાં અનેક વિસ્તારોમા પાણીની તંગી અનુભવાય રહી છે. ચાલુ વર્ષે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં રાજય સરકારે સૌની યોજનાના પઈપલાઈન દ્વારા નર્મદાના પાણીથી સ્થાનિક ડેમો ભરી દીધા હોય પાણીની તંગીની બુમો ઓછી ઉઠવા પામી છે. ત્યારે રાજકોટ શહેરમાં મહાનગરપાલીકા તંત્ર દ્વારા પાણી માટે આગોતરૂ આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતુ શહેરને પાણી પૂરૂ પાડતા અને એક સમયે તળીયા ઝાટક થઈ ગયેલા આજી અને ન્યારી ડેમોને નર્મદા કેનાલ મારફતે ભરી દેવાતા ભર ઉનાળે પણ શહેરીજનોને નિયમિત ૨૦ મીનીટ પાણી આપી શકાયું હતુ મનપા તંત્રએ પાણીની મહત્વતા સમજીને શહેરીજનોને ભૂગર્ભ જળનું સ્તર ઉંચુ આવે તે માટે પાણીનો સંગ્રહ કરવા જાગૃત કર્યા છે.

Manapala-Resolved-Water-Problem-Across-The-City
manapala-resolved-water-problem-across-the-city
Manapala-Resolved-Water-Problem-Across-The-City
manapala-resolved-water-problem-across-the-city
Manapala-Resolved-Water-Problem-Across-The-City
manapala-resolved-water-problem-across-the-city
Manapala-Resolved-Water-Problem-Across-The-City
manapala-resolved-water-problem-across-the-city

આજી અને ન્યારી ડેમમાં નર્મદાનીર ઠાલવાતા પાણીની જરૂરિયાત સંતોષાય: મ્યુનિ. કમિશનર

Manapala-Resolved-Water-Problem-Across-The-City
manapala-resolved-water-problem-across-the-city

અબતક સાથેની વાતચીત દરમિયાન મ્યુનિ. કમિ. બંછાનીધી પાનીએ જણાવ્યું હતુ કે રાજકોટ શહેરમા હાલ પાણીની પરિસ્થિતિ વ્યવસ્થિત છે. લોકોને દરરોજ પાણી આપવામાં આવે છે. પહેલા જે સમસ્યા હતી તે હાલ દૂર થઈ ગઈ છે. પહેલાના સમયમાં લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડતો હતો પણ અત્યારે ન્યારી અને આજીમાં સૌની યોજનાનું પાણી આવ્યા બાદ પાણીની જરૂરીયાત પૂરી પાડી શકાય છે. અને કોઈપણ ઝોનમાં પાણીની સમસ્યા ઉપજે તો સમસ્યાને નિવારવા માટે આજી અને ન્યારી વચ્ચે એક એકસપ્રેસ ફિડન લાઈન નાખવામાં આવી છે. જેનાથી પાણીનું સ્થળાંતર કરવામા આવે છે.

કેટલાક અંશે ૪૦ એમએલ જેટલુ પાણી ભાદર ડેમમાંથી ૩૦૦ એમએલની સામે ૧૦૦ એમએલ જેટલુ નર્મદાના પાઈપ લાઈનમાંથી ૧૧૦ એમએલ પાણી આજી ૧માંથી જયારે ૭૦ એમએલડી જેટલુ પાણી લેવામાં આવે છે.

પાણીની વ્યવસ્થા આગામી ૧૫ વર્ષ સુધી આયોજન કરીને એસીપ્રેસર પાઈપ લાઈન એ ડી.આઈ. પાઈપ લાઈનમાં ક્ધવર્ઝન માટે ત્યારે દરેક ઝોનમાં વ્યવસ્થા તંત્ર ગોઠવાયું છે. ૨૦૦ કરોડના ખર્ચે અલગ અલગ વિસ્તારોમાંજયા જયાં પણ પાઈપલાઈન નબળી હતી ત્યાં નિવારણ કરી ડી.આઈ. પાઈપલાઈનનું નેટવર્ક કરવામાં આવ્યું છે.આગામી દિવસોમાં રાજકોટમાં ૧૦૦ એમએલડીથી વધારે એએસઆર જીએસઆર પાણીની સંગ્રહ શકિત વધારવા માટે આયોજન કરવામાં આવ્યું છે. અને ૨૦૦ કરોડના ખર્ચે પાઈપ નેટવર્ક પાણીના વિતરણ વ્યવસ્થાને ડિસ્ટ્રીબીશન સારી રીતે થતી તેના માટે આયોજન કરવામાં આવ્યું છે.

પાણી વિતરણની જે ફરિયાદ આવે છે તે ખાસ કરીને ઘણા લોકો ડાઈરેકટ પંપીંગ કરે છે. અને તેના કારણે બીજા લોકોને તકલીફ પડે છે. જેની કોઈ ફરિયાદ આવે તો ટીમ ત્યાં પહોચી પંપીંગ સીલ કરવામાં આવે છે. છેલ્લા બે મહિનામાં ૬.૫૦ લાખથી વધુ દંડ વસુલ કરવામાં આવ્યો છે. અને ૫૦૦થી વધારે મોટરો જપ્ત કરવામાં આવી છે. જે ઉપરાંત ચંદ્રેશનગર ઝોનમાં લોકોને ૨૪ કલાક પાણી મળી રહે તેના માટે ૧૬૦૦૦ જેટલા મીટરમાંથી ૭૦૦૦ મીટર લગાવવામાં આવ્યા છે. તમામ મીટરમાં પાણીના ઉપયોગના આધારે ટેકસ આપવામાં આવશે.

આગામી દિવસોમાં વેસ્ટ ઝોનમાં રૂા.૩૦૦ કરોડના ખર્ચે એ પૂરેપૂરા ઝોનને આવરી લેવાનો વિષય છે. ડિપીઆર સ્ટેજમાં કાર્યરત છે. અને આગામી દિવસોમાં એશિયન ડેવલોપમેન્ટ બેંક દ્વારા ફંડીગ કરવામાં આવશે. રૂા.૩૦૦ કરોડના ખર્ચે સંપૂર્ણ પણે વોલીમેટ્રીક મીટર લગાવી ઓછામાં ઓછુ જે મેન્યુઅલી ઓપરેશન થાય છે. તે ઓટોમેટીક થાય તેના માટેનું આયોજન હાથ ધરાયું છે.મોર્ડનાઈઝ ઈકયુપમેન્ટસ અને મોર્ડનાઈઝ ટેકનોલોજીના જે સાધનો છે તેની સાથે આગામી દિવસોમાં વ્યવસ્થા આગળ વધારવાનું મનપાની પ્રતિભા છે.

મનપામાં ૪૩ જેટલા જૂના હોકળા આવેલા છે તે તમામ હોકળાઓને કારણે કોઈ વિસ્તારમાં પાણી ભરાતુ નથી તેનો સંપૂર્ણ નિકાલ રૈયા બાજુ છે. રૈયાના સ્માર્ટ સીટી વિસ્તારમાં ત્રણ તળાવો બનાવ્યા છે. જે અટલ સરોવર ત્રણેય તળાવમાં સ્માર્ટ સીટીનાં જે ૧૦૦૦ એકરનો વિસ્તાર છે. જેમાં ૧૦૦૦ એમએલડી જેટલુ પાણી ત્યાં રહેશે. જેનાથી શહેરનું ભૂતળ જળસ્તર ઉંચુ આવશે. લાલપરી, રાંદડા, આજી ૨ ડેમનું પાણી ઉપયોગમાં લેવાતું નથી તે પાણીનું સીપેજ છે તેના કારણે પણ ભૂતળ જળ ઉંચુ આવવાની શકયતા છે.

જયારે પણ સૌની યોજનાનું પાણી ડેમમાં ઠાલવવામાં આવે છે. ત્યારે ત્યાંથી રાયકા સુધી વિસ્તારમાં નિકાલથી જળસ્ત્રોતો પૂન: જીવિત થાય છે. જેનાથી આજુબાજુના ખેડુતોને પણ ફાયદો મળી રહે છે. મનપામાં આગામી ૩૦ વર્ષ સુધીનું પાણીનું આયોજન ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.મનપા દ્વારા તમામ બિલ્ડીંગોમાં રેઈન વોટર હાટવેસ્ટીંગનું ર્સ્ટચર મૂકવામાં આવ્યુ છે. ૧૨ થી વધુ જગ્યાએ વોટર રિચાર્જીંગ કરવામાં આવ્યું છે. લોકોને પણ વિનંતી છો કે મોટા બિલ્ડીંગ સિવાય પણ તેમાં પણ લોકો વરસાદના પાણીનો સંગ્રહ કરે તો ભવિષ્યના વિકાસનો આધાર પાણી છે. માટે તેના માટે ઘણો લાભ લોકોને થઈ શકે છે.

પહેલા ડહોળુ જોકે હવે ચોખ્ખુ પાણી આવે છે: નીતાબેન ભટ્ટ

Manapala-Resolved-Water-Problem-Across-The-City
manapala-resolved-water-problem-across-the-city

અબતક સાથેની વાતચીત દરમિયાન નીતાબેન ભટ્ટએ જણાવ્યું હતુ કે અમે સરદારનગમાં રહીએ છીએ અમારે દરરોજ સાંજે ૫.૩૦ વાગ્યે પાણી આવે છે. ૨૦ મીનીટ પાણી આવે પરંતુ ખૂબજ ધીમુ પાણી આવે છે. પહેલા ડહોળુ આવતું પરંતુ હવે સારૂ ચોખ્ખુ આવે છે પાણી દરરોજ આવે છે. પરંતુ કોઈ પણ કારણોસર લાઈનમાં ભંગાણ, કે કાંઈ સમસ્યા થઈ હોય તો વેલા મોડુ આવે તો છે પાણી ચોખ્ખુ થતા પીવાલાયક હોય છે. અમે પાણીનો બચાવ કરીએ છીએ કારણ કે વધુ જરૂરતના સમયે તેકામ આવી શકે.

અમારી અગાસીનું પાણી  પ્લાન્ટ માફરત ફિલ્ટર થઇ ટાંકામાં જતુ રહે છે: નીલ વીસપરા

Manapala-Resolved-Water-Problem-Across-The-City
manapala-resolved-water-problem-across-the-city

અબતક સાથેની વાતચીત દરમિયાન નિલ વિસપરાએ જણાવ્યું હતું કે પ્રતિક્ષા વિલામાં રહું છું અને મું મારું ઘર જાતે ડિઝાઇન કર્યુ છે. તેમાં તે વરસાદી પાણી તથા અગાસી, ગેલેરી ધોઇ હોય તો તેનું પાણી બહાર પાઇપ લાઇન મારફતે ડ્રેઇનમાં જતું રહે છે. મારા ઘરમાં આ વ્યવસ્થા ઉભી કરી છે. કે વરસાદનું પાણી પડે કે ગેલેરી ધોવો તે પાણી અગાસીમાંથી જઇ ડાઇરેકટ તેના સ્પેશ્યલ કોલમમાં ઇન્રાઇટથી જ પાણી આવે તેની વચ્ચે ફીલ્ટર્સ પ્લાન્ટ મુકેલ છે. તે ફીલ્ટર પ્લાન્ટમાં પાણી ફીલ્ટર થઇ તેજ પાણી ટાંકા જતું રહે.

હાર્વેસ્ટીંગ પ્લાન્ટ થકી વરસાદી પાણીનું સ્ટોરેજ કરતા ગીતાબેન વીસપરા

Manapala-Resolved-Water-Problem-Across-The-City
manapala-resolved-water-problem-across-the-city

અબતક સાથેની વાતચીત દરમિયાન ગીતાબેન વિસપરા એ જણાવ્યું હતું કે પાણીની જે સમસ્યા છે ત્યારે અમે લોકોએ પાણીના બચાવ માટે જે વરસાદના પાણીનો ઉપયોગ કરી શકીએ. તે માટે અમે લોકોએ હાવેસ્ટીંગ પ્લાન્ટ મૂકેલ છે. જેથી વરસાદી પાણી જમીનમાં ઉતરે તથા પાણીનું સ્ટોરેજ પણ થાય અને અમે તેનો જરુરી પડીએ ઉપગોગ કરીએ.

ભૂગર્ભ જળ ઉંચા આવવાથી પીવાલાયક પાણી અને લીલોતરી વધે છે: પી.ડી. અઢીયા

Manapala-Resolved-Water-Problem-Across-The-City
manapala-resolved-water-problem-across-the-city

અબતક સાથેની વાતચીત દરમિયાન આસિસ્ટન્ટ ટાઉન પ્લાનીંગ સેન્ટ્રલ ઝોનના પી.ડી. અઢીયાએ જણાવ્યું હતું કે ભૂગર્ભ જળ ઉંચુ લાવવા ટાઉન પ્લાનીંગ શાખા ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. કારણ કે કોઇપણ બાંધકામની બિલ્ડીંગ પરમીટ લેવા આવે, જયારે તેનો પ્લાન પુસઅપ કરવામાં આવે ત્યારે સીજીડીસીઆર ૨૦૧૭ પાર્ટ-૩ મુજબ વોટર હાવેસ્ટીંગ ની જી.ડી.સી.આર. માં જોગવાઇ આપવામાં આવી છે. તે મુજબ તેને પ્લાનમાં દર્શાવેલ છે. કે કેમ તે બાબતે ચકાસણી કરવામાં આવે છે. ત્યારબાદ પ્લાન અપ્રુવ કરવામાં આવે. બાંધકામ જયારે પૂર્ણ થાય ત્યારે તેમને ટાઉન પ્લાનીંગ શાખામાં બીલ્ડીંગ યુઝ માટે અપલાઇ કરવું પડે એટલે કે ઓકયુપેન્સી સર્ટીફીકેટ અથવા તો ભોગવટા પરવાનગી ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે. સ્થળ તપાસ દરમિયાન સી.જી.ડી.સી. આર.ની જોગવાઇ મુજબ જે કાંઇ વરસાદી પાણી અગાસીમાં આવે ચાર ઇંચના પાઇપ થ્રુ તેમના બોરની અંદર પાણીને ઉતારવું પડે આ પ્રક્રિયા ખુબ જ અગત્યની પ્રક્રિયા છે. કારણ કે વરસાદી પાણી આવે છે ઇટ ઇસ નેકસ્ટ ટુ ડિસ્ટીલ્ડ વોટર લેવલ રાજકોટ શહેરમાં પાણીની સમસ્યા છે ત્યારે પાણીની સમસ્યા માટે આ એક અગત્યની બાબત છે કે વરસાદ અંદાજે ૩૦ થી ૪૦ ઇંચ વરસાદ રાજકોટમાં પડતો હોય તો અગાસીનો એરીયા ગણતરી કરી અને ૩૦ થી ૪૦ ઇંચ વરસાદ ત્રણ થી ચાર માસ આવે તો તે પાણીને બોરમાં સમાવવામાં આવે. તે તેનાથી ઘણા ફાયદોા થાય જેમ કે આ પાણી પ્યોર, ડિસ્ટીલ્ડ વોટર લેવલનું પાણી હોય જેથી ભૂર્ગભના સ્તર તો ઉંચા આવે પરંતુ નીચા ગયેલા પાણીમાં ટીડીએસની માત્રા વધી જાય છે. તે વરસાદી પાણી મિકસ થવાથી ટીડીએસમાં પણ ધટાડો થાય છે. અને લોકોને પીવાલાયક પાણી મળે છે.  ભૂગભ જળ ઉંચા આવવાથી લીલોતરી વધે છે અંદર પાણી જવાથી કેપીલેરીએશનથી બધા વૃક્ષોને પાણી મળે છે બોર રિચાર્જ તે ખુબ જ અગત્યની બાબત છે.

અમને પૂરતો સમય પાણી મળે છે: એસ્ટ્રોન ચોકના રહીશ ધૈર્યા

Manapala-Resolved-Water-Problem-Across-The-City
manapala-resolved-water-problem-across-the-city

અબતક સાથેની વાતચીત દરમિયાન ધૈર્યાએ જણાવ્યું હતુ કે હુ એસ્ટ્રોન ચોક વિસ્તારમાં રહુ છું અમારે ત્યાં દરરોજ ૨૦ મીનીટ પાણી આવે છે પાણી ચોખ્ખુ આવે છે. અમને પૂરતો સમય પાણી મળે છે. તથા કયારેક પાણી ન આવવાનું હોય તો અમને પાણીનું સ્ટોરેજ કરી રાખીએ જેથી જરૂરત સમયે ઉપયોગમાં લઈ શકીએ. કયારેક પાણીની લાઈન તૂટી હોય, કાંઈ ભંગાણ થયું હોય તો જે તે સમયે ન આવે તો બીજી સમયે આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.