Abtak Media Google News

હડમતાળા હનુમાજી મંદિરના રસ્તેથી ઝડપી લેતી જૂનાગઢ પોલીસ 

અગાઉ ખુન, ખુનની કોશીષ તથા હથિયારના ગુન્હામાં સંડોવાયેલ માણાવદર તાલુકાના માથાભારે ઇસમ રહિમ ઉર્ફે અંતુડી તથા તેના સાગરીતને દેશી હાથ બનાવટના  તમંચા-12, પિસ્તોલ-3 તથા બંદુક-1 મળી કુલ-16 ગેરકાયદે હથીયારો તથા નાના-મોટા જીવતા કાર્ટીસ-6 તથા નાના-મોટા ફુટેલા કાર્ટીસ નંગ-15 મળી કુલ કિ.રૂ.1,30,600 ના મુદામાલ સાથે માણાવદર હડમતાળી હનુમાનજી મંદિર તરફ જતા રસ્તે આવેલ પુલ પાસેથી જૂનાગઢ જિલ્લા પોલીસે દબોચી લીધો હતો.

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીનાં સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેર-કાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા અને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા તેમજ શરીર સબંધી ગુન્હાઓ બનતા અટકવવા તેમજ નાસતાફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ છે.

Img 20210412 Wa0002

ગેર કાયદે પ્રવૃતિ શોધી કાઢવા અને ગુન્હાઓ બનતા અટકાવવા એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. જે.એમ.વાળા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હતા. જૂનાગઢ જિલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા અને ફરતા ફરતા માણાવદર બસ સ્ટેશન પાસે આવતા માણાવદર પો.સ્ટે.ના પો.સ.ઇ. પી.વી.ધોકડીયા તથા સ્ટાફના માણસો મળેલ હોય અને આ સ્થળે ઉભા હોય તે દરમ્યાન પોલીસને સંયુક્તમાં ખાનગી બાતમીદારો દ્વારા ચોક્ક્સ હકિકત મળેલ કે, માણાવદર લક્ષ્મીનગરમાં રહેતો અને અગાઉ ખુન, ખુનની કોશીષ, મારામારી અને હથિયારના ગુન્હામાં સંડોવાયેલ આરોપી રહિમ ઉર્ફે અંતુડી ઉર્ફે ચક્કી જુસબભાઈ હીગરોજા ગામેતી તેના સાગરીત ઇબ્રાહીમ ઉર્ફે સનેડો નાસીરભાઇ હીંગરોજા ગામેતી સાથે માણાવદરથી હડમતાળી હનુમાનજી મંદિર તરફ જતા રસ્તે આવેલ પુલ નજીક ઉભા છે અને આ બંને ઇસમો શરીર સબંધી કોઇ ગંભીર ગુન્હો કરવાના ઇરાદે પોતાના કબ્જામાં ગે.કા. હથિયાર રાખી ઉભા છે.

આ ચોક્ક્સ હકિકત આધારે જૂનાગઢ એસ. ઓ.જી. તથા માણાવદર પોલીસે સંયુકત કામગીરીના ભાગરૂપે હકિકતવાળી જગ્યાએ તપાસ કરતા માણાવદરથી હડમતાળી હનુમાનજી મંદિર તરફ જતા રસ્તે આવેલ પુલ પાસે બે ઇસમો ઉભેલ હોય જેઓને પક્ડી અંગજડતી કરતા રૂા.10,000. ની કિંમતના દેશી હાથ બનાવટના તમંચા નંગ-2 મળી આવેલ તથા ખાનગી બાતમીદારો મારફતે જાણવા મળેલ કે, મજકુર ઇસમ પાસે બીજા હથિયારો પણ છે. જેથી બન્ને ઇસમોની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા અને રહિમ ઉર્ફે અંતુડી ઉર્ફે ચક્કીના રહેણાંક મકાને જડતી તપાસ કરતા બીજા કુલ-14 હથિયાર તથા નાના-મોટા જીવતા કાર્ટીસ નંગ-6 તથા ફુટેલા કાર્ટીસ નાના-મોટા નંગ-15 જેની કુલ કિ.રૂા.1,00,600 તથા મોબાઇલ ફોન-2 મળી કુલ કિ.રૂા.1,20,600 ના મુદામાલ સાથે બન્ને ઇસમોને પકડી પાડી, બંને ઈસમો વિરૂધ્ધ માણાવદર પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા હેઠળ ગુન્હો રજી કરાવવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.