Abtak Media Google News

હાઈટેન્શન વાયરને લોખંડનો ઘોડો અડી જતા જોરદાર કરંટ લાગ્યો

ગાંધીનગરના સાતેજ વિસ્તારમાં કારખાનામાં ચાલી રહેલા બાંધકામ દરમિયાન વીજ લાઈનને અડી જતાં સર્જાયેલા દૂર્ઘટનામાં પાંચના મૃત્યુ અને ૩ને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી. આ દૂર્ઘટના ગાંધીનગરના સાતેજ વડસર રોડ ઉપર આવેલ ઓમ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ૩ વાગે સર્જાઈ હતી. મૃતકોની મળેલી ઓળખમાં કાર્તિક ભીસે (૧૮), મહેશ દુલેરા (૩૫), રવજી ઠાકોર (૩૨) અને પંકજ વાણિયા (૩૬) તમામ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં રહેતા હતા. પાંચમો મૃતક ઝારખંડથી પેટીયું રડવા આવેલ બજરંગીરાય નારાયણ રાય (૨૫) હોવાનું બહાર આવ્યું છે.

સાંતેજ પોલીસે આ દુર્ઘટનામાં ઘવાયેલા ગૌતમ ભગોશન નામે એફઆઈઆર નોંધી હતી. આ બધા કામદારો મિલન ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સાંતેજ વાડાસ રોડ ઉપર આવેલ ઓમ ફાયરબ ગ્લાસમાં કામ કરતા હતાં. ભગોરાએ જણાવ્યું હતું કે, હું બાંધકામ મજુર તરીકે દિનેશ રોત અને રાહુલ રોત રાજસ્થાનના ડુંગરપુરથી આવીને કામ કરતાં હતા. તેણે જણાવ્યું હતું કે, ૮ મજૂરો એલ્યુમિનિયમનું પતરૂ લગાવવાના પ્રયત્નમાં મોટી લોખંડની સીડી પર ચઢીને કામ કરી રહ્યાં હતા. આ દરમિયાન સીડી ઉપરથી પસાર થતાં હાઈપર ટેન્શન વાયરને અડી જતાં તમામને અચાનક વીજ કરંટ લાગ્યો હતો અને પાંચ તો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા અને અન્ય ત્રણને ગંભીર ઈજા થઈ હતી.

સ્થાનિક રહેવાસીઓ ૧૦૮ને બોલાવીને તાત્કાલીક ઘવાયેલાઓને દાખલ કરાવ્યા હતા. જ્યાં હજુ તેઓને સારવાર આપવામાં આવી રહી છે. સાંતેજ પોલીસ મથકના ઈન્સ. વનરાજસિંહ માંજરિયાએ જણાવ્યું હતું કે, આકસ્મિક મૃત્યુ કેસ નોંધીને આગળની તપાસ થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.