Abtak Media Google News

તબીબો પણ થઈ રહ્યા છે સંક્રમિત

જામનગમાં કોરોના વાઈરસની રફ્તાર સતત જળવાઈ રહી છે. ગઈકાલે પણ ૯૯ લોકોને કોરોના વાઈરસ લાગુ પડ્યો હતો, તો છેલ્લા ર૪ કલાકમાં દસ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નિપવજ્યા હતાં, જો કે રિકવરી રેઈટ પણ ખૂબ સારો છે. ગઈકાલે ૧૩૦ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલની સ્થિતિએ ૩પપ એક્ટિવ કેસ છે. જામનગર ધીમે ધીમે કોરોનાનગર બની રહ્યું છે. દરરોજ લગભગ એકસો પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. ગઈકાલે ૯૯ નવા પોઝિટિવ કેસ નોંધાયા હતાં જેમાં જામનગર શહેરના ૮૩ અને ગ્રામ્ય વિસ્તારના ૧૬ કેસનો સમાવેશ થાય છે, જ્યારે આજ બપોર સુધીમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૦ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. દર્દીઓના સાજા થવાનો રિકવરી રેઈટ પણ સારો છે. ગઈકાલે જામનગર શહેરી વિસ્તારના ૧૧ર અને ગ્રામ્ય વિસ્તારના ૧૮ મળી કુલ ૧૩૦ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જો કે ગઈકાલે સરકારી ચોપડે મૃત્યુનો કોઈ કેસ નોંધાયો નથી. જામનગર જિલ્લાના હાલ ૩પપ કેસ એક્ટિવ છે. જેમાં શહેરી વિસ્તારના ર૯૪ અને ગ્રામ્ય વિસ્તારના ૬૧ દર્દીનો સમાવેશ થાય છે. જામનગરની જુની અને જાણીતી પેઢી રૃગના ત્રિકમજી પેઢીવાળા જગદીશચંદ્ર હરિદાસ બદિયાણીનું પણ ગઈકાલે કોરોનામાં મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળે છે. જેમનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો હતો. આ ઉપરાંત તેમના પરિવારના અન્ય ચાર વ્યક્તિને પણ કોરોના લાગુ પડતા તેઓ રાજકોટમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત જામનગરમાં સમયાંતરે તબીબો પણ કોરોનાથી સંક્રમિત બની રહ્યા છે. દર્દીઓની સારવાર કરતા હોવાથી તબીબોને કોરોના લાગુ પડી રહ્યો છે. શહેરના જાણીતા ડો. હિમાંશુ પાઢ પણ કોરોના સંક્રમિત બન્યા છે. હાલ તેઓ હોમ કોરોન્ટાઈન થઈ ગયા છે.

Advertisement

વેપારીને માસ્કનો દંડ ફટકારાતા મચ્યો હંગામો

જામનગરના દરબારગઢ વિસ્તારમાં આવેલી મહેતા વોચ નામની દુકાનમાં આજે બપોરે પોલીસે ચેકીંગ કરતા કેટલાક ગ્રાહક માસ્ક વગર જોવા મળતા પોલીસે તે દુકાનદાર પાસેથી દંડઠ વસુલવાનો નિર્ણય કરી દંડ ભરી દેવા સૂચના આપતા હોબાળો મચી ગયો હતો. ગ્રાહકે માસ્ક પહેર્યુ ન હોય રૃા. એક હજાર જેવી રકમ વેપારી શા માટે ભરે? તે મુદ્દે ભારે ગરમાગરમી થયા પછી આજુબાજુના વેપારીઓએ ઘડિયાળીને સમર્થન આપી પોતાની દુકાનોના શટર પાડી નાખતા દોડધામ મચી ગઈ હતી.મામલો થાળે પાડવા વેપારી અગ્રણીઓને બોલાવવામાં આવ્યા હતાં. બપોર સુધી આ બાબતે ભારે હંગામો મચેલો રહ્યો હતો.

કોરોનાથી મોતના સાચા આંકડા છુપાવાતા લોકો બેખોફ બન્યા

કોંગી ધારાસભ્યે સ્મશાનની મુલાકાત લઈ કર્યો આક્ષેપ

Matter 13 Samsan Vikram Madam1

સરકારી તંત્ર કોરોનાથી મૃત્યુ આંક છુપાવતું હોવાના આક્ષેપ સાથે કોંગી ધારાસભ્ય તથા આગેવાનોએ સ્મશાન ગૃહની મુલાકાત લઈ સ્થિતિ જાણી હતી. તેમણે તંત્ર દ્વારા સાચા આંકડા છુપાવવામાં આવતા કોરોનાનો કહેર વઘ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

જામનગરમાં કોરોનાના કારણે અનેક દર્દીઓના મોત નિપજ્યાં છે તંત્ર દ્વારા અકડા છુપાવામાં આવતા હોય આ મુદ્દે વિપક્ષી ધારા સભ્ય વિક્રમ માડમ દવારા માણેકબાઈ સુખધમ સોનપુરીની મુલાકાતલય સત્તાધીશોએની ઘોર ટીકા કરવામાં આવી હતી.  જામનગર શહેર અને જીલ્લામાં ઘણા લાંબા સમયથી કોરોના બેકાબુ બન્યો છે તેવામાં તંત્ર દ્વારા કોરોના થી મૃત્યુ પામતા લોકોના આકડા છુપાવામાં આવે છે તેવા વિપક્ષી ધારાસભ્યે આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યુ હતું કે જામનગર અને જિલ્લા અને જિલ્લા ના મળી તંત્ર દ્વારા કોરોનાના કારણે૨૬ મોત થયાનું જણાવ્યુ છે  જ્યારે માણેકબાઈ સુખધામ સ્મશાનમાં મોતનોકુલ આકડો ૧૮૨નો જાણવા મળ્યો છે આટલી હદે તંત્ર દ્વારા કેમ મોતના આકડા છુપાવામાં આવે છે.

તેમજ આ આકડાતો માત્ર માણેકબાઈ સુખધામના જ હોય અન્ય સમશાનગૃહ ગાંધીનગર અને મુસ્લિમ સમશાનગૃહના આકડાની વિગતો બહાર આવે તો ઘણા ચોકાવનારા ખુલાસા થાય તેવું પણ આ તકે  તેમણે જણાવ્યુ હતું. ખરેખર જામનગરમાં કોરોના થી મૃત્યુના સાચા આકડા બહાર આવે તો ચિંતા જનક સ્થિતિ સર્જાય તેવો ઘાટ ઘડાયો છે સરકાર દ્વારા કોરોના થી થતાં મૃત્યુંનો આક છુપાવામાં આવે છે આથી શહેરમાં લોકો બે ખોફ હરિ-ફરી રહ્યા છે તેમજ જામનગર લોકલ સંક્રમણનું પ્રમાણ પણ ખુબજ વધવા પામ્યું છે. આ તકે કોંગ્રેશના ધારાસભ્ય વિક્રમમાડમ, વિપક્ષીનેતા અલ્તાફ ખફી, સહારામકવાણા, જેનાબબેન ખફી, દિગુભ જાડેજા, સાજિદબ્લોચ દેવશી આહીર અને માણેક બાઇ સુખધામના દર્શન ઠક્કર, વિશ્વાશ ઠક્કર, કલ્પેશમહેતા,દિપક પોપટ સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.