Abtak Media Google News

નેપાળના પૂર્વ કેપ્ટન સંદીપ લામિછાને સગીર બળાત્કારના કેસમાં કોર્ટે દોષી ઠેરવ્યો હતો. નેપાળની કાઠમંડુ જિલ્લા અદાલતે રાષ્ટ્રીય ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ લામિછાને સગીર બળાત્કારના કેસમાં દોષિત ઠેરવ્યો છે. અગાઉ કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ કોર્ટે સગીર બળાત્કારના કેસમાં સંદીપને પ્રી-ટ્રાયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. જો કે બાદમાં પાટણ હાઈકોર્ટે તેને 20 લાખના જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. લામિછાનેને વિદેશી સ્પર્ધાઓમાં ભાગ લેવાની પણ મંજૂરી આપવામાં આવી હતી. કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સતત ત્રણ દિવસથી આ કેસની સુનાવણી કરી રહી છે. પ્રતિવાદી પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ કેસનો અંતિમ નિર્ણય આવ્યો હતો.

સંદીપ સામે કેસ નોંધવામાં આવ્યો ત્યારે તે કેરેબિયન પ્રીમિયર લીગ રમી રહ્યો હતો

જસ્ટિસ શિશિર રાજ ધાકલની બનેલી સિંગલ બેન્ચે રવિવારે શરૂ થયેલી સુનાવણીના સમાપ્ત થયા બાદ ચુકાદો આપ્યો હતો. કોર્ટે તારણ કાઢ્યું હતું કે, બળાત્કાર વખતે બાળકી સગીર નહોતી. ક્રિકેટર સંદીપની સજાનો નિર્ણય આગામી સુનાવણીમાં કરવામાં આવશે. જોકે, લામિછાન હાલ જામીન પર બહાર છે. 12 જાન્યુઆરીએ હાઈકોર્ટે ક્રિકેટરને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. લામિછામે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. શરતો સાથે રૂ. 20 લાખના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ કોર્ટે 4 નવેમ્બર, 2022ના રોજ કસ્ટડીની સુનાવણી બાદ લામિછાને સુંધરાની સેન્ટ્રલ જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. આ આદેશને લમિછાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પીડિતાએ 6 સપ્ટેમ્બરે મેટ્રોપોલિટન પોલીસ સર્કલ ગૌશાળામાં 22 વર્ષીય ક્રિકેટર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તે સમયે એવો દાવો કરવામાં આવ્યો હતો કે છોકરી સગીર છે, પરંતુ કોર્ટને સગીર હોવાના પુરાવા મળ્યા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.