Abtak Media Google News

જુનાગઢ હીરા ઉદ્યોગમાં મંદીની કારણે રત્ન કલાકારો ની બની પરિસ્થિતિ કફોડી

રશિયા અને યુક્રેનના કારણે હીરાનો પૂરતો માલ આવતો નથી : હીરા ઉદ્યોગ પ્રમુખ

જુનાગઢ ન્યૂઝ : ગીરા ઉદ્યોગમાં મંદી એ ભરડો લીધો છે ત્યારે રત્ન કલાકારો ની હાલત કફોડી બની છે. જુનાગઢ શહેરમાં હીરાના 200 થી 250 જેટલા કારખાનો છે ત્યારે હાલ હીરામાં મંદિના કારણે 700 થી વધુ હીરાના કારીગરો અન્ય ધંધા કરવા લાગ્યા છે. એક સમયે કારીગરોને 12,000 થી વધુનું મહિને વેતન મળતું હતું. જે હાલ માત્ર 8 થી 9 હજાર મળી રહ્યું છે. યુક્રેન અને રશિયા વચ્ચે થયેલા યુદ્ધના કારણે હીરામાં મંદી આવી છે. મંદીના કારણે હીરાના 15 % કારખાનાઓ બંધ થયા છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છ થી સાત હજાર લોકો હાલમાં આર્થિક પરિસ્થિતિનો માર સહન કરી રહ્યા છે.આ હીરાના કારીગરો ને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. હાલ હીરા ઉદ્યોગમાં મંદિ ભરડો લીધો છે ત્યારે 2008 ના સમયગાળામાં જે મંદિ આવી હતી તેના કરતા પણ હાલની મંદી ખૂબ જ મુશ્કેલી ભરી સાબિત થઈ છે.Screenshot 6 2

હીરાના કારીગર હરેશ પટેલે જણાવ્યું હતું કે હું છેલ્લા 25 વર્ષથી હીરા ઘસવાનું કામ કરું છું. હાલના સમયમાં હીરાની પરિસ્થિતિ હતી નબળી બનતી જાય છે. રશિયા યુક્રેન યુદ્ધના કારણે હીરાનું કાચું મટીરીયલ મળતું નથી. પહેલા 8 થી 10 કલાક હીરા ઘસવાનું કામ થતું હતું અને હાલના સમયે માત્ર પાંચથી છ કલાક કામ થાય છે જેને કારણે પૂરતું વેતન મળતું નથી. જેના કારણે આર્થિક મુશ્કેલીનો ખૂબ જ સામનો કરવો પડે છે.. હાલના સમયમાં મકાનના ભાડા ભરવા ,બાળકોનું ભણતર અને ઘરનો ખર્ચ કરવો ખૂબ જ મુશ્કેલ બન્યું છે. પહેલાના સમયે મહિને 10 થી 12 હજારનું વેતન મળતું હતું તે આજે માત્ર 8000 થી 9000 નું વેતન મળે છે.ત્યારે સરકારને અપીલ છે કે હીરા મામલે યોગ્ય નિરાકરણ લાવવામાં આવે..Screenshot 7 1

જુનાગઢ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ વિજય રાણપરીયાએ જણાવ્યું હતું કે હીરામાં આવી મંદિર અત્યાર સુધી કોઈએ જોઈ નથી. છેલ્લા એક વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી સતત વધતી જાય છે. યુક્રેન અને રશિયાના યુદ્ધ પછી હીરા બજારમાં મંદી વધુ જોવા મળી રહી છે. પહેલા 2008ની હીરા ઉદ્યોગમાં મંદી હતી પરંતુ આ સમયે જે મંદી છે તે હાલના સમયમાં ખૂબ અઘરી છે. હાલમાં હીરા ઘસુ ભાઈઓએ ઘરની રોજીરોટી ચલાવવી પણ ખૂબ જ મુશ્કેલ થયું છે. હાલમાં 200 થી 250 જેટલા હીરાના કારખાનાઓ શરૂ છે અને 15 % જેટલા કારખાનાઓ બંધ છે. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે 700 થી વધુ હીરાના કારીગરો અન્ય ધંધા કરવા લાગ્યા છે.

મંદી પહેલા જ્યારે પાલીસ માટેના કાચા હીરા 1000 મંગાવવામાં આવતા ત્યારે 1500 આપવામાં આવતા હતા. ત્યારે હાલની મંદીના સમયે 1000 હીરા માંગતા 600 હીરા આપવામાં આવે છે. આ મંદિરના સમયમાં હીરા બનાવવા કે કારખાનું ચલાવવું હતી મુશ્કેલ બન્યું છે.

ચિરાગ રાજ્યગુરુ 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.