Abtak Media Google News

નિ:સહાયને વિધવા સહાય ચાલુ કરવાનું કરી નરાધમે  ધાર્મિક  સ્થળોએ લઈ જઈ આચર્યું કૃત્ય

અજ્ઞાનતા અને સહાય અપાવવાની લાલચનો સહારો લઇ, બાદમાં   વિધવા મહિનાને લગ્ન કર્યાનું ખોટું પ્રમાણપત્ર બનાવી, ધમકી આપી, વિવિધ સ્થળોએ વિધવાને લઈ જઈ, પોતાની વાસના સંતોષવા વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની એક કલંકીત ઘટના માંગરોળ તાલુકાના શીલ પોલીસ મથકમાં નોંધાતા સમગ્ર સંસ્કારી સમાજમાં આ કાળા કામા કરનાર નરાધમ શખ્સ સામે ફિટકાર વરસી રહ્યો છે.

પોલીસ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર, માંગરોળ તાલુકાના સરસાલી ગામે રહેતા પ્રફુલ ભીમાભાઈ ગરેજાએ તેમના જ ગામની 37 વર્ષીય વિધવા  વિધવા સહાય ચાલુ કરવાની લાલચ આપી વિશ્ચવાસમાં લઈ, વિધવા મહિલાનો અભણતાનો અજ્ઞાનતાનો લાભ લઈ, નરાધમ શખ્સ પ્રફુલ ભીમાભાઈ ગરેજાએ પોતાની સાથે વિધવા મહિલાએ લગ્ન કરેલ બાબતેનું ખોટુ પ્રમાણપત્ર બનાવી, સાચા તરીકે શીલ પોલીસ સ્ટેશનમાં રજુ કરી, વિધવા મહિલાને ખોટુ લગ્ન પ્રમાણપત્ર બતાવી, વિશ્ચવાસમાં લઈ, છેતરપીડી કરી, વિધવા મહિલાને પોતાની સાથે લઈ જવા ગુન્હાહિત ધમકી આપી, વિધવા મહિલાને દ્વારકા, જુનાગઢ તેમજ ચીંગરીયા એમ અલગ અલગ જગ્યાએ લઈ જઈ, બળજબરી પૂર્વક વિધવા મહિલાની  મરજી વિરૂધ્ધ ગત તા. 20/03/22થી તા. 29/08/22 સુધી વારંવાર દુષ્કર્મ આચરી હોવાની શીલ પોલીસમાં સરસાલી ગામની  પીડીત મહિલાએ ફરિયાદ નોંધાવી છે.

વિધવા મહિલાની આ ફરિયાદના આધારે માંગરોળ તાલુકાના સરસાલી ગામે રહેતા પ્રફુલ ભીમાભાઈ ગરેજા સામે શીલ પોલીસમાં ગુન્હો નોંધાતા શીલ પી.એસ.આઇ. એસ.એન. ક્ષત્રીય એ વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.