Abtak Media Google News

માંગરોળ સમાચાર

જૂનાગઢ એસઓજીએ બાતમીના આધારે માંગરોળમાં દરોડો પાડી રહેણાંક મકાનમાંથી 6.81 લાખની કિંમતનો 68.18 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો પકડી લઈ એક પ્રૌઢની ધરપકડ કરી હતી. પુછપરછ દરમ્યાન આ શખ્સે માંગરોળના જ એક શખ્સ પાસેથી ડ્રગ્સ વેંચવા માટે લીધુ હોવાની કબુલાત આપી હતી. એસઓજીએ 89 ખાલી ઝીપબેગ, નાનો વજન કાંટો તેમજ નાની ચમચી સહિત 6.91 લાખનો મુદ્દામાલ કબ્જે કરી માંગરોળ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વધુ વિગત મુજબ માંગરોળમાં ઈન્દીરાનગર વિસ્તારમાં રહેતો નીસારઅહેમદ બશીરઅહેમદ શેખ ડ્રગ્સ વેંચાણ કરતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે એસઓજી પીઆઈ એમ.એમ. ગોહિલ સહિતના સ્ટાફે ગત સાંજે નીસારઅહેમદ શેખના ઘરે દરોડો પાડયો હતો. જ્યાં પહેલા માળે નીસારઅહેમદ શેખ હિંચકા ઉપર બેઠો હતો. તેના રૂમમાં ડબલ બેડ પરથી ગાદલા હટાવી જોતા તેમાંથી સફેદ રંગનો ભૂકા જેવો ભેજયુક્ત પદાર્થ, પેન્સિલ સેલ સંચાલિત નાનો વજન કાંટો, 89 જેટલી ખાલી પ્લાસ્ટીકની ઝીપબેગ મળી આવી હતી.

નિતિન પરમાર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.