Abtak Media Google News

સસ્તી કિંમતે ચીન ભારતમાં માલ ઠાલવતું હોવાથી સ્થાનિક લેધર ઈન્ડસ્ટ્રીને પારાવાર નુકશાન

ચામડાની વસ્તુના ઉત્પાદકો દ્વારા ચાઈનીઝ લેધર આઈટમો ઉપર એન્ટી ડમ્પીંગ ઝીંકવાની માંગણી કરવામાં આવી હતી. ચાઈનીઝ પગરખાના કારણે વર્તમાન સમયે સ્થાનિક ચામડાની વસ્તુઓના વિક્રેતા અને ઉત્પાદકોને મોટુ નુકશાન થતું જોવા મળે છે. ચાઈનીઝ વસ્તુઓ મોટા પ્રમાણમાં સસ્તા દરે ઠલવાતી હોય છે. જેથી તેના પર આયાત શુલ્ક વધારવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

Advertisement

આ ઉપરાંત સલ્ફેટ, સોડિયમ, સલ્ફ્રાઈડ સહિતના કેમીકલ ઉપર પણ એન્ટી ડમ્પીંગ ડયૂટી ઝીંકવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. વર્તમાન સમયે કેમીકલ ઉપર માત્ર ૮.૨ ટકા આયાત શુલ્ક ઉઘરાવવામાં આવે છે. જ્યારે સ્થાનિક ઈન્ડસ્ટ્રીઝની ઈચ્છા આયાત શુલ્ક ૩૫ ટકા લેવામાં આવે તેવી છે. બીજી તરફ ૨૦૧૯માં ચાઈનીઝ ફૂટવેર ઉપર ૩૫ ટકા સુધી એન્ટી ડમ્પીંગ ડયૂટી ઝીંકાઈ હોવા છતાં પણ આજે સ્થાનિક બજારો કપરા સમયમાં પસાર થઈ રહી છે. હજુ આ ડયૂટીમાં ભરપુર વધારો કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. નોંધનીય છે કે, ચીન દ્વારા દર વર્ષે ૧.૩ કરોડ જોડી બુટ-ચંપ્પલનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉપરાંત ચાઈનામાં જ ૪ કરોડ જોડી બુટ-ચપ્પલની માંગ હોય છે. આવા સંજોગોમાં મોટા પ્રમાણમાં ઉત્પાદનના કારણે પડતર કિંમત ખૂબજ સસ્તી થઈ જાય છે. જેથી ચીન દ્વારા દેશ-વિદેશમાં બુટ-ચપ્પલનું ડમ્પીંગ કરવામાં આવતું હોય છે. બીજી તરફ ભારતમાં દર વર્ષે ૩૦ લાખ જોડી બુટ-ચપ્પલની માંગ ઉઠે છે. ૨૦૧૬ બાદ આ માંગમાં સતત વધારો જોવા મળ્યો છે. હાલ ચીન દ્વારા વધુને વધુ માલ ભારતની બજારોમાં ઠાલવવામાં આવતા સ્થાનિક વિક્રેતાઓ અને ઉત્પાદકોને માર પડી રહ્યો છે.

ચાઈના બુટ-ચપ્પલ જ નહીં પરંતુ લેધરના વોલેટ, વિઝીટીંગ કાર્ડ માટેના હોલ્ડર, સ્ટેશનરી અને મોબાઈલ કવર સહિતની વસ્તુનું પણ ધોમ ઉત્પાદન કરે છે અને દેશ-વિદેશમાં સાવ નજીવી કિંમતે એક્ષપોર્ટ પણ કરે છે. જેથી સ્થાનિક બજારમાં ભારતના ઉદ્યોગો માટે કપરા ચઢાણ ઉભા થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.