Abtak Media Google News

કરદાતાઓ, ટેકસ કન્સલ્ટન્ટ ને નવી સિસ્ટમથી ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે

અબતક,રાજકોટ

કેન્દ્ર સરિકાર અને નાણાં મંત્રાલય દ્વારા કરદાતાઓને સહુલત મળી રહે તે માટે ફેસલેસ સિસ્ટમને અમલી બનાવી છે. બીજી તરફ કરદાતાઓ સાથે પારદર્શકતા રહે તે હેતુને પણ આસિસ્ટમનાં માધ્યમથી ચરિતાર્થ કરવામાં આવ્યું હતુ, જેના માટે વર્ષ ૨૦૧૯માં ફેસલેશ સિસ્ટમ અમલી બનાવી હતી અને પાયલોટ પ્રોજેકટ અંતર્ગત દેશનાં ૫ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સામે આ પાયલોટ પ્રોજેકટમાં ૬૦ હજાર કેસોને રીલેકટ કરવામાં આવ્યા હતા. જેમાં સફળતા મળતા આ સિસ્ટમને સમગ્ર દેશમાં અમલી બનાવી હતી.

પરંતુ હાલમાં ઘણી તકલીફો સામે આવી રહી છે. જેને ધ્યાને લઈ કરદાતાઓ અને ટેકસ ક્ધસલ્ટન્ટને ઘણી અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ આ સિસ્ટમ ઘણી ત્રુટીઓ સામે આવી છે. જે અંગે વિગતો મળતા એ વાત સામે આવી કે, જે સમયથી ફેસલેસ સિસ્ટમ અમલી બની છે. તે સમયથી અધિકારીઓની ફેરબદલી કરાઈ હતી જેનાં પગલે કામનું ભારણ પણ સૌથી વધુ વધ્યું હતુ બીજી તરફ અધિકારીઓ દ્વારા કરદાતાઓને જે ઈમેઈળ કરવામાં આવતો હોય છે, તે કરદાતાઓ સુધી પહોચતો પણ નથી સામે ઘણી વખત કરદાતાઓ જયારે પોર્ટલ પર ફાઈલીંગ કરવા જતા હોઈ તો ફાઈલીંગ, કરવામાં પણ ઘણી સમસ્યાઓ ઉભી થતી હોઈ છે.

સામે દસ્તાવેજો અપલોડ કરવામાં આવે તો પણ શકય થઈ શકતું નથી તો બીજી તરફ અધિકારીઓને કેસ એસેસ કરતા હોઈ તેમાં પણ ટેકનીકલ સમસ્યાઓ ઉદભવીત થતાઘણી વખત નિર્ધારીત સમય કરતા પણ વધારે સમય વિતી જતો હોય છે.

કરદાતાઓ જયારે અપીલમાં જતા હોઈ અને જયારે તેમની તરફેણમાં ઓર્ડર આવે તો પણ ઘણી વખત અપીલમાં તે ન દેખાડતા હોવાથી કરદાતાઓને અન્યાય પણ થઈ જતો હોઈ છે. બીજી ફેસલેસ સિસ્ટમ ટાઈમ ક્ધઝયુમીંગ હોવાથી ઘણા પ્રશ્ર્નો સામે આવ્યા છે. એવી જ રીતે અધિકારીઓને જે સિસ્ટમમાં વિગતો આપવામાં આવેલી હોઈ તેના પર જ નિર્ભર

રહેવું પડે છે. સમયાંતરે એવું પણ શકય બને કે કરદાતાઓને અન્યાય પહોચે.

પહેલાની પધ્ધતિમાં સીધા જ કરદાતાઓ આવકવેરાનો અધિકારી સામે સંપર્ક સાથી ખૂટતું તમામ પૂરૂ  પાડતા હતા જે હવે શકય નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.