Abtak Media Google News

સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી આયોજન: આયોજકો ‘અબતક’ની મુલાકાતે

સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ શહેર પોલીસ તથા લોહાણા મૈત્રી મહિલા મંડળના સંયુકત ઉપક્રમે આગામી તા.૧/૪/૨૦૧૮ને રવિવારના રોજ અરવિંદભાઈ મણીયાર હોલ ખાતે સાંજે ૪ થી ૭ દરમ્યાન કુપુત્રો જાયેત કવચિદપી કુમાતાન ભવતિ’ અંતર્ગત ‘મેરી અંખિયો કે નૂર’ નૃત્ય નાટિકાનું આયોજન કરવામાં આવ્યું છે.

સંસ્થા મહિલાઓના સર્વાંગી વિકાસ માટે છેલ્લા ૧૭ વર્ષથી કાર્યરત છે. કલા-સાહિત્ય અને સંગીતના માધ્યમ દ્વારા સંસ્થાના સભ્ય બહેનોમાં રહેલ આંતરિક શકિતને બહાર લાવી, પરિવારને આર્થિક સહયોગ આપી સમાજમાં પોતાનું આગવુ ગૌરવભર્યું સ્થાન જાળવી રાખવા પ્રોત્સાહિત કરે છે. વ્યવસાપીઠ કલાક્ષેત્રે કાર્યરત કલાકારોની સમકક્ષ સંસ્થાના બહેનો દ્વારા આપની સમક્ષ કલાને પુજાનો દરજજો આપતી બહેનોના કાર્યક્રમના કલાકારો સખ્ત પરિશ્રમ ઉઠાવી રહ્યા છે તેમ સંસ્થાના પ્રમુખ સુ.શ્રી.ઈન્દિરાબેન શીંગાળા ઈન્દિરાબેન જસાણી તથા મંત્રી અંજનાબેન હિંડોચા અને સમગ્ર ટીમ કાર્યરત છે તેમ આજે ‘અબતક’ની મુલાકાત આવેલા ઈન્દીરાબેન શિંગાળા, ઈન્દીરાબેન જસાણી, અંજનાબેન હિંડોચા, દીપ્તીબેન, સ્મિતાબેન ગણાત્રા, કમલાબેન ભાગ્યોદય, કલ્પનાબેન પોપટ, ભાવનાબેન ચતવાણી અને કલાબેન જણાવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.