Abtak Media Google News

કોરોના વાયરસની મહામારીના કારણે વિશ્વભરના બજારો ધબાય નમ: થયા છે. ભારતમાં વિતેલા અઠવાડિયામાં શેરબજારના પેનિક સેલિંગ સાથે કોમોડિટીનાં વાયદાઓમાં પણ જોરદાર વેચવાલી જોવા મળી હતી. આમ તો રવિ સિઝનમા પાક વધારે અને માગ ઓછી રહેવાની ગણતરી વચ્ચે દિવાળી વખતથી જ વેપારીઓની માનસિકતા મંદીની હતી. એમાં વળી કોરોના એ કેર મચાવ્યો છે તેથી હાલત વધારે ખરાબ છે.

હા એ વાત સાચી છે કે આ વાયસર બહુ ઝડપથી ફેલાય છે. ચીનમાં જ અત્યાર સુધીમાં ૮૦૦૦૦ થી વધુ લોકોને વાયસર ની અસર તઇ છે.સ વૈશ્વિક સ્તરે આશરે ૧૫૦૦૦૦ લોકોને અર થઇ હોવાના અહેવાલ છે.  અને કુલ ૫૦૦૦ થી વધારેના મોત થયા છે. પરંતુ એક વાત એ પણ યાદ રાખવી જોઇએ કે આવા રોગચાળામાં ભય અને ડર કરતા સાવચેતી અને જાગતિ વધારે જરૂરી હોય છે. ખાસ કરીને દેશની ઇકોનોમીને અસર કરતા હોય તેવા શેરબજાર તથા કોમોડિટીનાં કારોબારમાં. આનાથી વિરૂધ્ધ ગત સપ્તાહે ભારતના શેરબજારનાં રોકાણકારોએ એક જ અઠવાડિયામાં ૧૫ લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. ટોચના ૫૦ શેરોના ભાવ ૨૦ થી ૪૦ ટકા ઘટ્યા છે. અમેરિકન ફેડરલે ૧.૫ ટ્રિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી હોવા છતાં બજાર આગામી સપ્તાહે કઇ દિશામાં જશે તે નક્કી નથી.

Screenshot 1 21

શેરબજારના આ ગાબડાંની અસર કûષિ કોમોડિટીના વાયદા તથા હાજર વેપારો પર પણ  જોવા મળી છે. આમેય તે દિવાળી બાદ જ્યારે રવિ સિઝનનાં વાવેતર શરૂ થયા ત્યારે જ સિઝન મંદીમાં રહેશે ઐવી ધારણા હતી. એટલે નવા વર્ષમાં ખાસ કોઇ તેજી થઇ નહોતી. એમાં વળી જાન્યુઆરી-૨૦નાં પ્રથમ સપ્તાહ બાદ ચીનમાં કોરોનાનાં સમાચારો વહેતા થયા ત્યારથી વાયદાઓમાં કોમોડિટીનાં ભાવ ઘટતા મથાળે જ રહ્યા છે. ત્યારબાદ જેમજેમ આ રોગચાળો વિશ્વના અન્ય દેશોમાં અને ત્યારબાદ ભારત તરફ આવ્યો  તેમ તેમ બજારોમાં પેનિક સેલિંગ જોવા મળ્યું છે. ખાસ કરને વિદેશી મુડીરોકાણમાં ઘણો ઘટાડો જવા મળ્યો છે.  વિતેલા એક જ અઠવાડિયામાં વિદેશી રોકાણકારોના રોકાણમાં  ૧૬૦૦૦ કરોડનો ઘટાડો થયો છે. આ ઉરાંત માર્ચ-૨૦ માં કુલ ૩૦૦૦૦ કરોડ રપિયા વિદેશીઓ પાછા લઇ ગયા છે. જે કોઇ એકાદ- બે કોમોડિટીમાં થોડો સુધારો જોવા મળ્યો છે તેના કારણો સાવ અલગ જ છે. આમ જોવા જઇએ તો કોમોડિટીનાં ભાવોમાં બે તબક્કામાં મમદી જોવા મળી છે. નવા વર્ષ ના પ્રારંભે એટલે કે જાન્યુઆરી-૨૦ માં ધીમા ગાળે મંદી શરૂ થઇ. ત્યારબાદ માર્ચ-૨૦ ના પ્રથમ સપ્તાહમાં રાજસ્થાન તથા ગુજરાતના ઘણા વિસ્તારોમાં માવઠાં અને કરાં પડવાના કારણે  પાક ખરાબ થવાની સમભાવના વચ્ચે ભાવ થોડા ઉંચકાયા હતા પરંતુ ગત સપ્તાહે જેવા ભારત, અમેરિકામાં અને ઇટાલીમાં મહામારીની તિવ્રતા વધી હોવાના સમાચાર આવ્યા કે તુરત જ વૈશ્વિક શેરબજારોઐ અને તેના પગલે કોમોડિટીનાં બજારોએ અચાનક મોટા આંચકા અનુભવ્યા હતા. આ દાવો એટલે કરી શકાય કારણ કે શેરબજારમાં મંદીની સર્કિટ બાદ જ્યારે શેરબજારમાં સુધારો દેખાયો કે તરત જ કોમાોડિટીનાં વાયદામાં પણ ઉછાળા શરૂ થયાહતા. જેના કારણે શુક્રવારે જ આશરે અડધો ડઝન કોમોડિટીનાં વાયદામાં સવારના સત્રમાં નીચલી સર્કિટ હતી તો બપોરના સત્રમાં ઉપલી સર્કિટ લાગી હતી.

1.Monday 2

હજુ પણ યુરોપ, અમેરિકા તથા ભારત સહિતનાં એશિયન દેશોમાં કોરોના વાયરસની સ્થિતી નક્કી ન કરી શકાય તેવી છે. બાકી હોય તો અબુધાબીમાં સ્ટોક એક્સચેન્જના મુખ્ય કાર્યાલયને બંધ કરીને અધિકારીઓને ઓપરેટ ફ્રોમ હોમના આદેશ અપાયા છે. બેશક ટ્રેડરો માટે ટ્રેડીંગની સુવિધા ચાલુ રહેશે. મુંબઇમાં પણ જો આગામી સપ્તાહે માહોલ નાજુક રહે તો આવા આદેશ આવી શકે છે.  તેથી આગામી સપ્તાહ દરમિયાન બજારોના ભાવ મહદઅંશે કોરોના વાયરસની તિવ્રતા ઉપર આધારિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.