Abtak Media Google News

ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જારી કરી હતી પંજાબ પોલીસ ટૂંક સમયમાં કબ્જો મેળવશે

 નાભા જેલ તોડીને ભાગેલો માસ્ટર માઇન્ડ રોમી હોંગકોંગથી ઝડપાઇ ગયો છે. હવે ભારતીય પોલીસ તેનો કબજો મેળવવા ઉચિત કાર્યવાહી કરશે.

પટિયાલા પોલીસે જણાવ્યું છે કે રોમી ઝડપાઇ ગયાનો અમને સંદેશ મળ્યો હતો. તે પંજાબની નાભા જેલ બ્રેક મામલાનો મુખ્ય આરોપી છે.

ઉલ્લેખનીય છે કે તે ગત ફેબ્રુઆરીમાં જ એશિયન દેશોમાં હોવાની બાતમી પંજાબ પોલીસને મળી હતી કેમ કે નાભા જેલ તોડીને ભાગેલા કેદીઓ પૈકી ત્રણ ભાગેડુઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. તે પૈકી ગુરપ્રીતસિંઘ નામના કેદીએ પોલીસને બાતમી આપી હતી કે – રોમી હોંગકોંગમાં છે. ત્યારબાદ પટિયાલા અને નાભા જેલના તંત્રએ ઇન્ટરપોલને જાણ કરી હતી.

રોમીનું સાચું નામ રમનજીતસિંઘ છે. નવેમ્બર ૨૦૧૬માં પંજાબની સૌથી મોટી જેલ નાભા માંથી કેટલાક કેદીઓ નાસી છુટયા હતા. રોમી  સામે ઇન્ટરપોલે રેડ કોર્નર નોટીસ જારી હતી. ટૂંક સમયમાં રોમીને હોંગકોંગથી ભારત લવાશે.

રોમી એક ખતકનાક મુજરીમ છે. તેના પર લુંટ, હત્યા અને દાણચોરીના મામલા દર્જ છે. પોલીસને એવી પણ માહીતી મળી હતી કે તે પંજાબનો એક ગેંગસ્ટર અને પાકના આઇ.એસ.આઇ. એજન્ટ વચ્ચે વચેટિયા તરીકે પણ કામ કરતો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.