Abtak Media Google News

ફુગ્ગા વહેચતા પરિવારના એકના એક પુત્રના મોતથી અરેરાટી

રાજકોટના ૮૦ ફુટ રોડ પર મકરસંક્રાંતિના પર્વ નીમીતે ફુગ્ગા વહેંચી ગુજરાન ચલાવતા પરિવારના માસુમ બાળકને અજાણ્યા કાર ચાલકે ઠોકરે લેતા ગંભીર રીતે ઘવાયેલા બાળકનું મોત નિપજવાની ઘટના પોલીસ મથકમાં નોંધાઇ છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ લક્ષ્મીનગરના સ્લમ વિસ્તારમાં રહેતા અને ફુગ્ગા વહેચી ગુજરાન ચલાવતા પરિવાર મકરસંક્રાંતિના પર્વ નીમીતે ૮૦ ફુટ રોડ પર મેધાણી રંગભવન પાસે હતા ત્યારે રાહુલ સુરેશ વાઘેલા નામના ૩ વર્ષીના બાળકને અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.ઘટનાની જાણ ભકિતનગર પોલીસ મથકમાં થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુઘ્ધ હિટ એન્ડ રનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.