વિશ્વ મહિલા દિન પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય તથા રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પક્ષના તમામ મહિલા કોર્પોરેટરએ શહેરની તમામ બહેનોને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવેલ છે. આજના સમયમાં મહિલાઓ દેરક ક્ષેત્રના આગુવ સ્થાન ધરાવે છે. અનેક ક્ષેત્રોમાં નારીઓએ દેશનું નામ રોશન કરેલ. રાજય સરકાર દ્વારા પણ મહિલા સશક્તિ કરણ હેઠળ મહિલાલક્ષી યોજનો કાર્યરત છે. રાજયના મહાનગરોમાં રાજકીય ક્ષેત્રે પણ ૫૦% અનામત રાખવામાં આવેલ છે. તેમજ પોલીસ વિભાગ તેમજ અન્ય ભરતીઓમાં ૩૩% મહિલાઓ માટે રીઝર્વ રાખવામાં આવેલ છે. નારી શક્તિના સ્વરૂપે ગણના થઇ રહી છે. હજુ પણ તમામ મહિલાઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી તમામ ક્ષેત્રોમાં ખૂબ જ આગળ વધે તેવી આજના દિનની શુભેચ્છા પાઠવેલ.
વિશ્વ મહિલા દિન નિમિત્તે તમામ મહિલાઓને શુભેચ્છા પાઠવતા મેયર તથા ભાજપના મહિલા કોર્પોરેટર
By Abtak Media1 Min Read
Related Posts
Add A Comment