Abtak Media Google News

આજી લગભગ ૩૦૦૦ વર્ષ પહેલા શાહ જમશેદજીએ પારસી ધર્મમાં નવરોઝ મનાવવાની શરૂઆત કરી હતી. નવ એટલે નવો અને રોઝ એટલે દિવસ. પારસી ધર્મમાં માનનારા લોકો માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. નવરોઝના દિવસે પારસી પરિવારોમાં બાળકોથી માંડી તમામ લોકો જલ્દી તૈયાર થઈ નવા વર્ષને વધાવવાની તૈયારીઓમાં લાગી જાય છે. આ દિવસે પારસી લોકો પોતાના ઘરના આંગણે રંગોળીની સજાવટ કરે છે. ચંદનથી ઘરને સુગંધિત કરવામાં આવે છે. આ બધું ફક્ત નવા વર્ષના સ્વાગત માટે નહીં, પરંતુ હવાને શુધ્ધ કરવાના હેતુથી પણ કરવામાં આવે છે.

આ દિવસે પારસી મંદિર અગિયારીમાં વિશેષ પ્રાર્થનાઓનું આયોજન કરવામાં આવે છે. આ પ્રાર્થનાઓમાં વિતેલા વર્ષની તમામ ઉપલબ્ધિઓ માટે ભગવાન પ્રતિ આભાર વ્યક્ત કરવામાં આવે છે. મંદિરમાં પ્રાર્થનાની વિધિ સમાપ્ત થયા બાદ સમુદાયના તમામ લોકો એકબીજાને નવા વર્ષના અભિનંદન પાઠવે છે. આ તકે મેયર બિનાબેન આચાર્ય પારસી ભાઈઓ બહેનોને પારસી નુતન વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.