Abtak Media Google News

શાસક પક્ષના નેતા તરીકે દલસુખભાઈ જાગાણી અને પક્ષના દંડકપદે અજયભાઈ પરમારની વરણી: નવનિયુકત પદાધિકારીઓ પર અભિનંદન વર્ષા

રાજકોટના ૨૦માં મેયર તરીકે બીનાબેન આચાર્યની સર્વાનુમતે વરણી: ૧૫ ખાસ સમિતિના સભ્યોની પણ બોર્ડમાં નિમણુ

Dsc 0135રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં રાજકોટના ૨૦માં મેયર તરીકે વોર્ડ નં.૧૦ના મહિલા નગરસેવિકા બીનાબેન જયન્દ્રભાઈ આચાર્ય (સોમપુરા)ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ડેપ્યુટી મેયરપદે વોર્ડ નં.૪ના કોર્પોરેટર અશ્ર્વિનભાઈ મોલીયાની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વોર્ડ નં.૧૪ના સિનીયર કોર્પોરેટર ઉદયભાઈ કાનગડની, શાસક પક્ષના નેતા તરીકે વોર્ડ નં.૬ના કોર્પોરેટર દલસુખભાઈ જાગાણી જયારે શાસક પક્ષના દંડક તરીકે વોર્ડ નં.૭ના કોર્પોરેટર અજયભાઈ પરમારની નિમણુક કરવામાં આવી હતી.

Dsc 0195

રાજકોટ મહાનગરપાલિકામાં આજે મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને ખાસ સમિતિના સભ્યોની નિમણુક કરવા માટે સવારે ૧૧:૦૦ કલાકે જનરલ બોર્ડની બેઠક મળી હતી. આ પૂર્વે સવારે ૧૦:૦૦ કલાકે મળેલી ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી અને ભાજપના સિનીયર નેતા નીતિનભાઈ ભારદ્વાજે પ્રદેશમાંથી હોદેદારોના નામ સાથેનું આવેલું બંધ કવર ખોલ્યું હતું અને નવા પદાધિકારીની જાહેરાત કરી હતી. રાજકોટના ૨૦માં મેયર તરીબે બીનાબેન આચાર્યની વરણી કરવામાં આવે તેવી ચર્ચા છેલ્લા દિવસથી ચાલતી હતી. દરમિયાન આજે ઈન્તજાર ખતમ થઈ ગયો છે અને ચર્ચાને પુરુ સમર્થન મળ્યું હતું. મેયર તરીકે બીનાબેન આચાર્યની વરણી કરવામાં આવી હતી. જયારે ડે.મેયર તરીકે અશ્ર્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષના નેતા તરીકે દલસુખભાઈ જાગાણી, દંડક તરીકે અજયભાઈ પરમારની નિમણુક કરવામાં આવી હતી.

Dsc 0230જનરલ બોર્ડમાં એક કલાકનો પ્રશ્ર્નોતરીકાળ પૂર્ણ થયા બાદ મેયર તથા ડે.મેયરની નિમણુક માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મેયર તરીકે બીનાબેન આચાર્યના નામની દરખાસ્ત કમલેશભાઈ મિરાણીએ મુકી હતી. જેને નીતિનભાઈ ભારદ્વાજે ટેકો આપ્યો હતો. આમ રાજકોટના ૨૦માં મેયર તરીકે બીનાબેન આચાર્યની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ડે.મેયર તરીકે અશ્ર્વિનભાઈ મોલીયાના નામની દરખાસ્ત નીતિનભાઈ ભારદ્વાજે મુકી હતી જેને કમલેશભાઈ મિરાણીએ ટેકો આપતા ડે.મેયરની પણ સર્વાનુમતે વરણી કરાઈ હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી કરવા માટે જનરલ બોર્ડની બેઠક બાદ સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ મળી હતી. જેમાં ઉદયભાઈ કાનગડની સર્વાનુમતે સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે નિમણુક કરાઈ હતી.

Dsc 0154

બીનાબેન આચાર્યનો અભ્યાસ ડિપ્લોમાં ઈન બેન્કિંગ મેનેજમેન્ટ: પુત્ર-પુત્રી અમેરિકામાં સેટલ

રાજકોટના ૨૦માં મેયર તરીકે આજે બીનાબેન આચાર્યની સર્વાનુમતે નિમણુક કરવામાં /વી છે. શહેરના નવનિયુકત મેયર બીનાબેન આચાર્ય ડિપ્લોમાં ઈન બેકિંગ મેનેજમેન્ટ સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ જ્ઞાતિએ બ્રાહ્મણ છે. સંગીત, ટ્રાવેલીંગ અને સામાજીક સેવાકીય પ્રવૃતિઓમાં રસ ધરાવે છે. તેઓના પતિ જયેન્દ્રભાઈ આચાર્ય એક સફળ બિઝનેસમેન છે. પુત્રી અમેરિકામાં સેટલ થઈ છે જયારે પુત્ર અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે. મેયર બીનાબેન આચાર્ય આ પૂર્વે રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ, પ્રદેશ ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી ચુકયા છે. રાજકોટ મહાપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના સભ્ય તરીકે પણ તેઓએ સારી એવી કામગીરી નિભાવી હતી. છેલ્લી બે ટર્મથી તેઓ કોર્પોરેટર તરીકે ચુંટાઈ આવે છે.

સમય સે પહેલે કુછ નહીં મીલતા: પાંચ વર્ષ પૂર્વે બીનાબેનનું નામ મેયર પદ માટે હોટ ફેવરીટ હતું !

સમય પહેલા કોઈને કસુ પણ મળતું નથી તે વાત રાજકોટના નવનિયુકત મેયર બીનાબેન આચાર્ય સાથે યથાથ સાબિત થવા પામી છે. આજથી પાંચ વર્ષ પૂર્વે એટલે કે વર્ષ ૨૦૧૩માં રાજકોટના મેયર તરીકે બીનાબેન આચાર્યનું નામ હોટ ફેવરીટ માનવામાં આવતું હતું. જનરલ બોર્ડના આગલા દિવસ સુધી એવી ચર્ચા હતી કે બીનાબેન રાજકોટના મેયર બનશે જોકે છેલ્લી ઘડીએ હાઈકમાન્ડે રક્ષાબેન બોળીયા પર પસંદગીનો કળશ ધોળ્યો હતો. પાંચ વર્ષ પૂર્વે થોડા માટે ગુમાવેલું મેયરપદ પાંચ વર્ષ પછી ફરી બીનાબેને હાંસલ કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.