Abtak Media Google News

કોરોનાની વિકટ પરિસ્થિતિમાં નિષ્ઠાભેર ફરજ બજાવતા કર્મીઓ માટે જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ કેમ્પનું વિશેષ આયોજન

રાજકોટ જિલ્લા પંચાયતમાં આજે મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો.

જેમાં જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાએ પણ પોતાનું નિદાન કરાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં જરૂરી સેવાઓ તેમજ તેમને લગત કામો માટે જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ સતત કાર્યરત છે ત્યારે તેઓના આરોગ્યની તપાસણી માટે મેડીકલ કેમ્પનું સરાહનીય આયોજન ડીડીઓ અનિલ રાણાવસીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

૧પ૦ અધિકારીઓ અને કર્મચારીઓનું મેડિકલ ચેક-અપ કરાયું: ડો. હપાણી

Vlcsnap 2020 04 08 13H12M17S221

ડો. અમિત હપાણીએ જણાવ્યું કે ઓલ ઇન્ડીયા મેડીકલ એસો. દ્વારા પત્રકારોનું ચેકઅપ કરવાનું કેમ્પ ત્યારબાદ પોલીસ કર્મીઓનું ચેકઅપ  કરવાનો કેમ્પ યોજાતો હતો. તથા આજે જીલ્લા પંચાયતના કર્મચારીઓ માટેનું આ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધી ૧પ૦ લોકોનું  ચેકઅપ કર્યુ છે. જીલ્લા પંચાયતના કર્મચારીઓ સ્વસ્થ રહીને કોરોનાની કામગીરી કરી શકે તે હેતુથી એસોસીએશનને આ કાર્ય કર્યુ છે.

ટેકો સોફટવેરની મદદથી ૧૭ લાખ લોકોના આરોગ્યની તપાસ: ડીડીઓ

Vlcsnap 2020 04 08 13H12M09S804

ડીડીઓ અનીલ રાણાવસીયાએ જણાવ્યું હતું કે ઇન્ડીયન મેડીકલ એશો. ના સહયોગથી જીલ્લા પંચાયતના તમામ સભ્યોનું મેડીકલ ચેકઅપ જીલ્લા પંચાયત ખાતે રાખવામાં આવ્યું છે. કોરોના કહેર વચ્ચે જે રાત-દિવસ કામગીરી કરે છે તેવા કર્મચારીઓના સ્વાસ્થ્ય ની ચકાસણી કરી તથા જો તેમાં કોઇ એવા લક્ષણો દેખાય તો તાત્કાલીક તેની સારવાર કરી શકાય. ટેકો સોફટવેરની મદદથી સતર લાખ જેટલા પોપ્યુલેશનનો એક રાઉન્ડ પુરો કર્યો છે. સાથે સાથે જે ખેત વિસ્તાર છે જે ઇન્ડસ્ટ્રીઝયની વિસ્તાર છે. તેમાના બોતેર હજાર શ્રમીકોનું હેલ્થ ચેકઅપ કર્યુ છે. જેમાંથી અમને કફ, ફીવર, શ્ર્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા કેસો મળ્યા છે.

અત્યારના સૈનિક એવા આરોગ્ય કર્મીઓની પણ તપાસ: ડો. ઘોડાસરા

Vlcsnap 2020 04 08 13H12M23S109

ડો. ઘોડાસરાએ જણાવ્યું કે જીલ્લા પંચાયત ખાતે આરોગ્ય કર્મીઓનું કે જે પાયાના સૈનિકો કહેવાય છે. રાત દિવસ જોયા વગર કોરોનાની કામગીરી કરે છે. તેમને કશું તકલીફ ના પડે તથા કોરોનાની કોઇ બીક ના રહે તે માટેથી જીલ્લા પંચાયત ખાતે અમે મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.