Abtak Media Google News

મેનેજમેન્ટ કવોટાના મુદ્દે આજે સુપ્રીમમાં રિટ ફાઇલ કરાશે !

ઓનલાઇન એડમિશન સિસ્ટમમાં ખામીથી વિદ્યાર્થી-વાલીઓએ હેરાન થવુ પડયું

મેડિકલ-ડેન્ટલમાં નીટના આધારે પ્રવેશની ફાળવણી કરાયા બાદ હાલમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ક્ધફર્મ કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં આજે દિવસ દરમિયાન અંદાજે ૧૩૮૫ જેટલા વિદ્યાર્થીઓએ ફી ભરીને પોતાના ડોક્યુમેન્ટ જમા કરાવી દીધા હતા. જો કે, વિદ્યાર્થીઓએ સવારે બેંકમાં ફી ભર્યા બાદ પ્રવેશ સમિતિમાં આ ફી ભરી હોવાનું દર્શાવવામાં ન આવતાં વિદ્યાર્થીઓના પ્રવેશ ક્ધફર્મ કરવામાં આવતાં નહોતા. જેના કારણે વિદ્યાર્થીઓ-વાલીઓમાં ભારે આક્રોશ ફેલાયો હતો. સિસ્ટમની ખામીના કારણે ઊભી થયેલી મુશ્કેલી બપોર પછી દૂર કરવામાં આવ્યા બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મેડિકલ-ડેન્ટલમાં પહેલી વખત ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને પ્રવેશથી લઇને ફી પણ ઓનલાઇન સિસ્ટમથી જ ભરવાની છે. નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓ બેંકમાં ફી ભરે તેની સ્લીપ લઇને હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ જમા કરાવવાના હોય છે. બેંકમાં જે ફી ભરવામાં આવે તે પ્રવેશ સમિતિમાં દર્શાવ્યા બાદ જ પ્રવેશ ક્ધફર્મ કરાતો હોય છે. આજે સવારથી વિદ્યાર્થીઓએ ફી ભરી પરંતુ પ્રવેશ સમિતિના સર્વરની ખામીના કારણે પ્રવેશ સમિતિમાં આ ફી દર્શાવવામાં આવતી નહોતી. જેના કારણેવિદ્યાર્થીઓના પ્રવેશ ક્ધફર્મ થતાં નહોતા. સમગ્ર રાજયમાં જુદા જુદા શહેરોમાંથી આ પ્રકારની ફરિયાદો આવી હતી. જેના પરિણામે પ્રવેશ સમિતિ તપાસ કરતાં ઓનલાઇન એડમિશન કરતી એજન્સીના સર્વરની ખામીના કારણે આ મુશ્કેલી ઊભી થઇ હોવાનું બહાર આવ્યુ હતુ. બપોર સુધીમાં એકપણ વિદ્યાર્થીઓની ફી જમા ન દર્શાવાતા વિદ્યાર્થી-વાલીઓએ બેસી રહેવુ પડયુ હતુ. છેવટે બપોર પછી ખામી સુધારવામાં આવતાં પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ શકી હતી. સૂત્રો કહે છે બપોર પછી ૧૩૮૩ જેટલા વિદ્યાર્થીઓએ ફી જમા કરીને ડોક્યુમેન્ટ સબમીટ કરી દીધા હતા.

સ્વનિર્ભર પેરા મેડિકલ કોલેજોના સંચાલકોએ મેનેજમેન્ટ કવોટાની બેઠકો પોતાની રીતે ભરવાની જાહેરાત કરી દીધી છે. જે માટે સંચાલકોએ હાઇકોર્ટનો આશરો લીધો હતો. જેની સામે હવે સરકાર દ્વારા આજે સુપ્રીમ કોર્ટમાં તાકીદના કામ તરીકે રિટ ફાઇલ કરાશે.કોલજ સંચાલકોને વિદ્યાર્થી-વાલીઓને લૂંટવાની મંજૂરી આપવામાં નહી આવે. આગામી દિવસોમાં પ્રવેશના નિયમોમાં પણ સુધારા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.