Abtak Media Google News

પરીક્ષા કેન્દ્રો ઉપર સૌપ્રથમ વખત રેવન્યુ વિભાગના અધિકારીઓને સુપરવાઈઝર તરીકે મુકાયા

ડીગ્રી એન્જીનીયરીંગ, ડીગ્રી ફાર્મસી અને ડીપ્લોમાં ફામર્સ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત સેક્ધડરી એન્ડ હાયર સેક્ધડરી એજયુકેશન બોર્ડ દ્વારા લેવામાં આવતી ગુજકેટ (ગુજરાત કોમન એન્ટ્રાસ ટેસ્ટ)નો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. જે માટે ૧.૩૪ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાંથી લગભગ ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરિક્ષા કેન્દ્ર પર હાજર રહેશે તેવી શકયતા છે.

જીએસએચએસઈબીના એક અધિકારીએ જણાવ્યું કે, રજીસ્ટર્ડ થયેલા વિદ્યાર્થીઓમાંથી ૬૭૦૦૦ વિદ્યાર્થીઓ ‘એ’ ગ્રુપમાંથી, ૬૬,૦૦૦ વિદ્યાર્થીઓ ‘બી’ ગ્રુપમાંથી જયારે ૪૩૦ જેટલા વિદ્યાર્થીઓ ‘એબી’ ગ્રુપના હાજર રહેશે. ગુજકેટ પરીક્ષા માટે રાજયભરમાં ૩૪ કેન્દ્રો ઉભા કરાયા છે. જેમાં તમામ કેન્દ્રો પર પરિક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થઈ ચૂકયો છે.

અધિકારીએ વધુમાં જણાવતા કહ્યું કે, ડીગ્રી એન્જીનીયરીંગ, ડીગ્રી ફાર્મસી અને ડીપ્લોમાં ફાર્મસી કોર્સમાં પ્રવેશ મેરિટ લિસ્ટના આધારે આપવામાં આવશે. જે માટે વિદ્યાર્થીઓએ ચારેય સેમેસ્ટરમાં ૬૦ ટકા માર્કસ અને ગુજકેટમાં ૪૦ ટકા લેવા જ‚રી છે. આ વખતની ગુજકેટ પરીક્ષામાં રસપ્રદ વાત એ છે કે સૌપ્રથમ વખત રેવન્યુ વિભાગના અધિકારીઓને સુપરવાઈઝર તરીકે મુકવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.