Abtak Media Google News

સંત શિરોમણી શ્રી રણછોડદાસજી મહારાજનો આજે નિર્વાણ નહીં સ્વધામ ગમન દિવસ

અનંત સ્વરૂપ પૂ.રણછોડદાસજી મહારાજે અંત ધ્યાન બાદ અચાનક પ્રત્યક્ષ સ્વરૂપે દિવ્ય સંદેશો આપ્યો હતો

માનવ સેવા તેમજ ગૌ સેવાની પ્રવૃતિથી ધમધમતા તિર્થધામ શ્રી રણછોડદાસજી મહારાજના એકમાત્ર આશ્રમ ખાતે આજરોજ સંત શિરોમણી અનંત સ્વામી પ.પૂ.રણછોડદાસજી મહારાજના નિર્માણ દિને સ્વધામ ગમનનો દિવસ ભક્તિ વંદનાનો અનોખો અવસર છે. આ તકે તેમના સ્વમુખે કહેવાયેલા અક્ષરઅંશુ દિવ્ય સંદેશો ઘોષીત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.Dsc 9514

સદ્ગુરુ ભગવાન અસંખ્ય ભક્તજનોને દર્શન દઈને શ્રીકૃષ્ણ તથા શ્રીરામ અંત ધ્યાન થયા અને ત્યારબાદ બોલવાનું થંભાવી દીધું હતું અને ભક્તિ સ્વરૂપે અમુક દિવસો પછી તેમના અનુયાયી કુમુદબેનને પ્રત્યક્ષ દર્શન દઈને આસ્વાશન આપ્યું હતું. આજરોજ તેમના નિર્વાણ દિને મંગળા આરતી, મહાપ્રસાદ તેમની મહા સમાધી વિશે પ્રવચન સહિતના કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે.

ગુરુદેવ સ્વયં આશ્રમમાં બિરાજે: પ્રવીણભાઇ વસાણીDsc 9525

Dsc 9525

પ્રવીણભાઇ વસાણીએ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું કે ગુરુદેવના સમાધી દિવસને નિર્માણ દિવસ કહેતા કારણ કે પોતે શાક્ષાત બિરાજે છે. ૧૯ એપ્રિલ ૧૯૭૦માં તેમણે દેહ છોડયું ત્યાર પછીના અઠવાડીયા કુમુદબેન દર્શન આપેલા હતા. અને તેઓ પોતે કહ્યું કે મે મરા નહીં હું મે હું ભગવાન બિરાજે છે તેથી કહીએ કે તેમણે સમાધી લીધી આપણે તેને જોઇ નથી શકતા પરંતુ અહયા તે ગુરુદેવ ભગવાન આશ્રમમાં પોતે બિરાજે છે અને એમ કહ્યું કે આ આશ્રમ મેં મે ને કરોડો રામ નામ લીએ હૈ, પે ચાર ધામ હૈ કહી ભી જાને કી ઝરુરત નહીં હે મે સદેવ બિરાજમાન હું સમાધી દિવસે સવારના ૮.૩૦ થી સમુહ પુજન આ સમુહ પુજન દસ વાગ્યા સુધી ત્યારે ૧૧.૩૦ બ્રહ્મચોરાસીમાં સાડાત્રણ હજાર થી ચાર હજાર ભૂદેવો પ્રસાદ ગ્રહણ કરશે અને ૧૦૦ રૂપિયા દક્ષિણા પણ આપવામાં આવશે આ ઉપરાંત ૨૫૦ થી ૩૦૦ જેટલા સંત મહાત્મા પ્રસાદ  ગ્રહહ કરશે અને તેને પણ ૧૦૦ રૂપિયા દક્ષિણાના આપવાના રહેશે.

આ સાથે જ બિજા રસોડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં પ થી ૬ હજાર લોકોને મહાપ્રસાદ મળે રહે તે માટેનું આયોજન છે. સગદુરુ સદન ટ્રસ્ટ વતી વિનંતી છે કે આજના દિવસ પ્રસાદ લેવાથી તે ખુબ પ્રસન્ન થશે કારણ કે તે ગયા જ નથી તે છે જ ત્યાર પછી ૨.૪૦ બીજી અન્ય પૂજાનું આયોજન છે. ૪ વાગ્યા પછી સુંદરકાંડના પાઠ ૫.૩૦ વાગ્યા બાદ અખંડ રામાયણના પાઠ શરુ થશે તે આવતીકાલે પુરા થશે. આ બાદ નિજ મંદીરમાં ૬ થી ૭.૩૦ રામ રામ જે પોતાને પ્રિય વસ્તુ હતી તેના જય થશે.

આમ આખા દિવસભર ધાર્મિક કાર્યક્રમો છે આ ઉપરાંત રવિવારે સમાધી દિવસ નીમીતે કેમ્પ પણ રાખેલ છે. આમ તો આ કેમ્પ સોમથી શનિ ગામે ગામે ચાલુ જ હોય છે. આ સિવાય ટીફીન સેવા પણ ચાલુ છે. આ ઉપરાંત ૩૫૦ જેટલા વિઘાર્થી વાળી સ્કુલ પણ દત્તક લીધેલી છે. ત્યાં ણ પ્રસાદ વિતરણ કરવામાં આવશે. ચાલુ દિવસે પણ એક હજારથી ઉપર બધા ને પ્રસાદનો લાભ મળે છે. અને રોાજન ૨૫૦ થી ૩૦૦ જેટલા વિના મુલ્યે ઓપરેશન થાય છે.

આ સમાધી દિવસ આજે ગુરુદેવ ભગવાને અર્પણ  કરી ૧ એપ્રિલ ૧૮થી ૩૧ માર્ચ  ૧૯ સુધીમાં ગુરુદેવની કૃપાથી ૫૨૨૫૯ વિનામૂલ્યે ઓપરેશન થયા છે. તે આજ દિવસ ગુરુદેવને અર્પણ કરીએ છીએ કારણ કે આ તમામ ગુરુદેવએ જ કહ્યું છે કે કારણ કે આખા ભારતમાં ફેકો મીશનમાં કયા પણ ઓપરેશન થતા નથી આપણે ત્યાં ટાંકા વગરના ફેકો મશીન ઓપરેશન થાય છે.

આજ દિવસે ભગવાન દર્શન કરવાથી મન ખુબ પ્રસન્ન થશે કારણ કે સદગુરુ સદન ટ્રસ્ટ અને રણછોડદાસજ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ વતી જે મોતીયાના દર્દી હોય તેઓ અહીયા ખાસ પધારે અને આજના દિવસે સવારથી રાત્રીના ૧૦.૪૦ સુધી દર્શન થશે તો દર્શનનો લ્હાવો લે અને મહાપ્રસાદ ગ્રહણ કરે એવું ભાવભર્યુ આમંત્રણ આપું છું.

સદગુરૂ ભગવાનનું વરદાન કયારેય ખાલી જતુ નથી: કાંતિભાઈ કતીરાDsc 9526

કાંતીભાઈ કતીરાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે સદગૂરૂ ભગવાન કહે છે કે હું જેને કંઈ આપવા માંગુ છું તેને જ મારી પાસે બોલાવું છું એનો અર્થ એવો થયો કે તમે અહીયા ભગવાન પાસે આવ્યા છો તો તમે અહીયા જાતે નથી આવ્યા પણ ભગવાનએ તમને બોલાવ્યા છે. એટલે ભગવાન પાસે જે કોઈ આવે છે તેને કંઈને કંઈ વરદાન પ્રાપ્ત કરીને જાય છે. એવું એનું મહત્વ છે. મા-બાપ કે ગૂરૂ તરીકે જેને પોતાની તમામ ફરજો આ દુનિયામાં આવી ને બજાવી છે. એવા સદગુ‚ ભગવાન છે.

એમનું વરદાન કયારે પણ ખાલી જતુ નથી ગુરૂદેવની સૌથી મહત્વની વાત એ છે કે તે જલારામ બાપાનો રોટલો ચકકર મારતો મારતો છેક અમેરીકા પોચ્યો એમ સદગુરૂ મિશન એ ગરીબો માટે છે. એ એમ કહેતા કે બંદૂકની ગોળીઓથી મરવું એના કરતા ભુખે મરવું વધારે અધરૂ છે. એટલે એમ માનતા પરમેશ્વરને જોવો હોય તો ગરીબોમાં જોવો કોઈ દિવસ ગરીબને સતાવાની કોશિષ કરતા નહી જો એના માલીકને ખબર પડશે તો તમારી ખેર નથી. એટલે ગરીબમય એનાથી સામાજીક આપણે ગણતરી કરી તો તે ધાર્મિક વાત થઈ કે એમ માનતા કે ગરીબોની સેવા માનવ સેવા છે.

એમાં જ ઈશ્વર છે. એજ પ્રભુ સેવા છે. બીજે કયાં પણ જવાની જરૂર નથી. તમે રસ્તા પર ચાલતા હોવ ગરીબ માણસ હોયને ભીખ માંગતો હોય એને જઈને મદદ કરો વ્હાલ પૂરવક કહો કે તારી ગરીબી જતી રહેશે. તો તમને ભગવાનની પ્રસન્નતા તમને એમાંથી મળી જશે તમારે મંદિર જવાની પણ જરૂર નથી. એટલે એમનું મિશન છે. એ આ દુનિયામાં સામાજીક ન્યાય દ્રષ્ટીએ પણ ખૂબ મહત્વનું છે.Dsc 9512

ઢેબરભાઈ પુછયું કે આજના જમાનામાં ગરીબી દૂર કરવી હોય તો કરવું? તો તેમણે જવાબ આપ્યો કે અત્યાર સુધી જેને બહુ મળી ગયું છે. તેમાંથી લઈ લો અને જેને કંઈ મળ્યું નથી એને આપી દો એટલે તમારી ગરીબી આપોઆપ દૂર થઈ જશે. આજનો દિવસ પૂણ્યતિથિ દિવસ કહેવાય પણ અમારી પાસે એવી સાબીત છે કે ભગવાન પોતે અંતજ્ઞાન થયા પછી ફરીથી દેખાય તે એમ કહ્યું કે મે મરા નહી હું હું જેવો છું એવો જ છું કોઈ ઘટી બઢી આવી નથી.

આજે પણ હું તમારી આજુબાજુમાં છું માત્ર હુ અવ્યકત છું હું અવ્યાપી છું જેમ ભગવાન સર્વવ્યાપી છે તમે સદગુરૂ ભગવાન પણ સર્વવ્યાપી છે.તેઓને ખબર છે કે કયા શુ થાય છે અને શુ કરવાનું છે અને આ આશ્રમ આકાશી સંદેશ સે ચલતા હૈ ઓર ચલતા રહેગા કીસી સે માંગના મત ભગવાન સબકુછ અછા કરતા હૈ ઔર કરેગા. અમે આ ગૂરૂદેવને શ્રી રામના અવતાર તરીકે ગણીએ છીએ મને આ ગૂરૂદેવના અનેક ચમત્કારો જોવા મળ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.