Abtak Media Google News

ચોવટીયા પરિવારના સુરાપુરા શ્રી વિરાબાપાના પાવન સાનિધ્યમાં ભવ્ય આયોજન

ગોંડલ તાલુકાના માંડણકુંડલા ગામે સમસ્ત ચોવટીયા પરિવારની જીવંત જયોત રાગખાંભીના સુરાપુરા શ્રી વીરાબાપાના પાવન સાનીધ્યમાં સમસ્ત પિતૃઓનાં મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન આગામી તા. ૭ થી તા.૧૩ દરમિયાન કરવામાં આવી રહ્યું છે. જેમાં કથાનાં વ્યાસાસને ડોડીયાનાવાળા (રામરાજકોટ) શાસ્ત્રી ભરતભાઈ બી. મહેતા વ્યાસપીઠ પર બિરાજી સંગીતસહ કથામૃત રસાસ્વાદ કરાવશે.

Advertisement

આ તકે આયોજકોએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ભાગવતજીની શોભાયાત્રા તા.૭ને સવારે ૯ કલાકે યોજાશે.તેમજ ભાગવત કથા પ્રારંભ સવારે ૧૦.૩૦ કલાકે તા. ૯ના દિવસ શ્રી નૃસિંહ પ્રાગટય તા.૧૦ના વામન જન્મ, રામજન્મ, કૃષ્ણજન્મ અને નંદોત્સવ ર્કાક્રમો થનાર છે. તો તા.૧૧ના ગોવર્ધન લીલા તા. ૧૨ના શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ તા.૧૩ના ભકતરામ સુદામા ચરીત્ર સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો કથા દરમિયાન યોજવામાં આવશે. તા.૧૩ના સાંજે ૪ કલાકે કથા વિરામ પૂર્ણાહુતિ કરવામાં આવશે.

કથાના સાત દિવસ દરમિયાન રાત્રક્ષનાં સંતવાણી, રાસગરબા, ભજન, કિર્તન સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે.કથા દરમિયાન તા. ૧૦ના બપોર ૧ થી ૩ કલાકે સમગ્ર ચોવટીયા, પરિવારનું સ્નેહમિલન યોજાશે. જેમાં સમાજના આગેવાનો સહિત સમગ્ર ચોવટીયા પરિવાર ખાસ હાજરી આપશે.

કથા દરમિયાન દરરોજ બપોરે કથા સ્થળ પર જ પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. સમસ્ત ચોવટીયા પરિવાર દ્વારા યોજવામાં આવતી આ ભાગવત કથાના આયોજન માટે આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વિશાળ જગ્યામાં ડુમ બનાવી ભાવિકો માટે શાનદાર વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સમગ્ર ચોવટીયા પરિવારમાં આનંદની લાગણી સાથે શો કોઈ નાના મોટા કામ માટે કાર્ય કરી રહ્યા છે.આ તકે કાર્યક્રમના આયોજકોમાં કૌશીકભાઈ, જયેશભાઈ પંકજભાઈ, કલ્પેશભાઈ ભાવિનભાઈ, નિલેશભાઈ, હિતેષભાઈ, જયસુખભાઈ, હરેશભાઈ છગનભાઈ ચોવટીયાએ અબતક સાથેની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.