Abtak Media Google News

અબતક, રાજકોટ

Advertisement

વિધ્નહર્તા ગણપતિ દાદાએ આગમન પૂર્વે જ સૌરાષ્ટ્રવાસીઓનું પાણીનું વિધ્ન હણી લીધું છે. અષાઢ અને શ્રાવણ માસમાં ભલે સંતોષકારક વરસાદ પડ્યો નહીં પરંતુ ભાદરવો ભરપૂર રહેશે તેવી લોકોની આશા યથાર્થ ઠરી છે. ખરીફ પાક માટેની ચિંતા સંપૂર્ણપણે ટળી જવા પામી છે. રવિ પાકના પણ મબલખ ઉતારા ઉતરશે. એક દિવસમાં મેઘરાજાએ અનારાધાર કૃપા વરસાવતા જળસંકટ તણાઇ ગયું છે. સૌરાષ્ટ્રભરમાં માર્ચ મહિના સુધી પીવાના કે સિંચાઇના પાણીની કોઇ મુશ્કેલી સર્જાઇ તેવી સંભાવના દૂર-દૂર સુધી દેખાતી નથી.

હજી ૪૮ કલાક રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સાથોસાથ શનિવારે બંગાળની ખાડીમાં એક નવું લો-પ્રેશર બન્યું છે. જેની અસરના કારણે રાજ્યમાં મેઘાવી માહોલ જારી રહેશે. જળાશયોમાં ફરી જળવૈભવ હિલોળા લેવા માંડશે. ગઇકાલે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસ્યા બાદ આજે સવારથી મોટાભાગના જિલ્લાઓમાં ક્યાંક ધીંગીધારે તો ક્યાંય ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

Screenshot 2020 08 04 19 47 40 128 Com.whatsapp

ખરીફ પાકની ચિંતા ટળી, રવિ પાકનું પણ મબલખ ઉત્પાદન થશે: એક જ દિવસમાં જળસંકટ તણાયું

આજે સવારે પૂરા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૩ જિલ્લાના ૨૫૧ તાલુકાઓ પૈકી ૨૨૬ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર વેલમાર્ક પરિવર્તીત થઇ વધુ શક્તિશાળી બન્યું છે. સાથોસાથ મોનસુન ટ્રફ પણ નોર્મલ પોઝીશનથી દક્ષિણ તરફ હોવાના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. અનાદીકાળથી એવું માનવામાં આવે છે કે ભાદરવાના પાણી છેક સુધી સાથ આપે છે. જે આ વર્ષે જાણે સાચું ઠરી હોય તેવું લાગી રહ્યું છે.

જુલાઇ અને ઓગષ્ટ માસમાં વરસાદ ન પડવાના કારણે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દુષ્કાળના ડાકલા વાગવા માંડ્યા હતાં. પરંતુ મેઘરાજાએ એક રાતમાં જળસંકટને સંપૂર્ણપણે સ્વાહા કરી દીધું છે. ખરીફ પાકની ચિંતા તો સંપૂર્ણપણે હલ થઇ જવા પામી છે. બીજી તરફ હવે શિયાળુ પાકનું પણ મબલખ ઉત્પાદન થાય તેવી સુખદ આશા ઉભી થવા પામી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા પણ હલ થઇ જવા પામી છે. માર્ચ મહિના સુધી પીવાનો કે સિંચાઇના પાણીની કોઇ મુશ્કેલી સર્જાય તેવું લાગતું નથી.

ભાદરવો ભરપુર રહેશેની આશા યથાર્થ ઠરી: રાજ્યના ૨૨૬ તાલુકાઓમાં મેઘમહેર: હજી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સવારથી મેઘાવી માહોલ વચ્ચે સામાન્ય વરસાદ

Screenshot 2020 08 16 19 40 15 221 Com.whatsapp

બીજી તરફ લો-પ્રેશર હજી મજબૂત છે. આગામી ૪૮ કલાકમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગામી આપવામાં આવી છે. હવે જળાશયો છલકાઇ જાય તેવી સંભાવના પણ વર્તાઇ રહી છે. આજે સવારથી રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદર વરસી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૨૬ તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં આજ સુધી મૌસમનો કુલ ૫૬.૫૧ ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રીજીયનમાં ૫૬.૫૮ ટકા, ઉત્તર ગુજરાત ૪૩.૦૨ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૪૮.૧૨ ટકા, સૌરાષ્ટ્ર ૬૦.૮૭ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૬૨.૪૫ ટકા જેટલો વરસાદ વરસી જવા પામ્યો છે. જુલાઇ અને ઓગષ્ટ માસમાં વરસાદ જે ઘટ્ટ વર્તાઇ હતી તે સપ્ટેમ્બર માસમાં ફરી પૂર્ણ થઇ જાય તેવું લાગી રહ્યું છે. સપ્ટેમ્બરના અંત સુધી રાજ્યભરમાં વરસાદ ચાલુ રહે તેવી સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

 

જળ સંકટ હળવું: ભાદર સહિત ૩૬ જળાશયોમાં

૧૩ ફુટ સુધી નવા નીરની આવક

સોરઠીમાં ૧૩.૨૯ ફૂટ, શેઢાભાડથરીમાં ૧૨.૮૦ ફૂટ, સાકરોલીમાં ૫.૩૧ ફૂટ, સબુરીમાં ૪.૯૨ ફૂટ, સોનમતીમાં ૩.૯૪ ફૂટ, બંગાવાડીમાં ૨.૬૨ ફૂટ, કર્ણુકીમાં ૨ ફૂટ અને ભાદરમાં ૧.૫૪ ફૂટ પાણીની આવક. સૌરાષ્ટ્રમાં બૂધવારે પડેલા સાર્વત્રિક વરસાદના કારણે જળ સંકટ થોડુ હળવું થયું છે. ગત સપ્તાહે વરસાદની ખેંચના કારણે જળાશયો ક્રિકેટના મેદાનમા ફેરવાઈ ગયા હતા ત્યાં વ‚ણદેવની કૃપાથી એક જ દિવસમાં જળવૈભવ જોવા મળી રહ્યો છે. ભાદર સહિત ૩૬ જળાશયોમાં ૧૩ ફૂટ સુધી માતબર પાણીની આવક થવા પામી છે.

રાજકોટની જળ જ‚રિયાત સંતોષતા તમામ ડેમમાં પાણીની અવક થવા પામી છે. હજી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય સૌરાષ્ટ્રના મોટાભાગ જળાશયોમાં સંતોષકારક પાણીની આવક થવા પામે તેવા સુખદ સંજોગો વર્તાયરહ્યા છે. રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમના સુત્રોના જણાવ્યાનુંસાર આજે સવારે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન

૩૬ જળાશયોમાં નવાનીરની આવક થવા પામી છે. રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં નવું ૧.૫૪ ફૂટ પાણી આવ્યું છે. ૩૪ ફૂટે ઓવરફલો થતા ભાદર ડેમની જીવંત જળ સપાટી હાલ ૨૨.૨૦ ફૂટે પહોચી જવા પામી છે. આ ઉપરાંત આજી-૧ ડેમમાં ૦.૪૩ ફૂટ, આજી-૨ ડેમમાં ૦.૨૦ ફૂટ, સુરવો ડેમમાં ૦.૬૬ ફૂટ, વેરી ડેમમાં ૧.૫૭ ફૂટ, ન્યારી-૧ ડેમમાં ૦.૧૬ ફૂટ,ન્યારી-૨ ડેમમાં ૧.૬૪ ફૂટ,છાપરવાડી-૧ ડેમમાં ૧.૪૮ ફૂટ, છાપરવાડી-૨ ડેમમાં ૦.૯૮ ફૂટ, ઈશ્ર્વરીયામાં ૦.૪૯ ફૂટ, કરમાળમાં ૦.૩૩ ફૂટ, ભાદર-૨ ડેમમાં ૦.૪૯ ફૂટ, કર્ણુકી ડેમમાં ૧.૯૭ ફૂટ, મોરબી જિલ્લાના મચ્છુ-૧ ૦.૬૬ ફૂટ, મચ્છુ-૨ ડેમમાં ૦.૧૦ ફૂટ, ડેમી.૧ ડેમમાં ૦.૩૬ ફૂટ, ડેમી.૨ ડેમમાં ૦.૯૮ ફૂટ, બંગાવાડીમાં ૨.૬૨ ફૂટ, મચ્છુ-૨ ડેમમાં ૧.૨૫ ફૂટ અને ડેમી -૩ ડેમમાં ૦.૮૨ ફૂટ પાણીની આવક થવા પામી છે.

જામનગર જિલ્લાના આજી-૪માં ૧.૩૧ ફૂટ, ‚પારેલમાં ૧.૬૪ ફૂટ, ઉમીયાસાગરમાં ૦.૮૨ ફૂટ, દેવભૂમી દ્વારકા જિલ્લાના ઘી ડેમમાં ૦.૧૩ ફૂટ, વર્તુ-૧ ડેમમાં ૦.૬૬ ફૂટ, વર્તુ.૨ ડેમમાં ૧.૧૮ ફૂટ, સોનમતી ડેમમાં ૩.૯૪ ફૂટ, શેઢા ભાડથરીમાં ૧૨.૮૦ ફૂટ, કાબરકામાં ૦.૬૬ ફૂટ અને વેરાડીમાં ૧.૮૦ ફૂટ પાણીની આવક થવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લાના મોરસલમાં ૦.૬૬ ફૂટ, સબુરીમાં ૪.૯૨ ફૂટ, ત્રિવેણી ઠાંગામાં ૧.૮૦ ફૂટ, પોરબંદર જિલ્લાના સોરડીમાં ૧૩.૨૯ ફૂટ અને અમરેલી જિલ્લાનાં સાકરોલીમાં ૫.૩૧ ફૂટ પાણીની આવક થઈ છે.

માણાવદરનાં બાંટવા ખારો જળાશયમાં આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે. રાજુલાનો ધાતરવાડી-૨ ડેમનાં ૧૦ દરવાજા ખોલવામાં આવ્યા છે. શેત્રુજી ડેમના ૨૦ દરવાજા ખોલવામાં આવ્યા છે.

 

કયાં કેટલો વરસાદ
Screenshot 4 7

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.