Abtak Media Google News

રાજકોટ પીડીયું મેડિકલ કોલેજ ના 190 તબીબી શિક્ષકોએ ડિન ડો. મુકેશ સામાણીને આવેદન પત્ર પાઠવી આજ રોજ થી હડતાલ ઉપર ઉતર્યા છે. જેમાં રાજ્યભરના તબીબી શિક્ષકોની 10 પડતર માંગણીને લઇ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજ રોજ  કોવિડ અને ઇમર્જનસી સેવા ચાલુ રહેશે. કોવિડ માં દર્દી ની સારવાર સાથે સીધી રીતે સંકળાયેલા મેડિસિન, એનેસ્થેસિયા, પેડિયાટ્રિક્સ, ટીબી. ચેસ્ટ વિભાગ ના 25 તબીબો સેવા ચાલુ રાખશે… પરંતુ બાકી ના તબીબો હડતાલ પર ઉતાર્યા છે.જેમાં આજે ગાંધીનગર ખાતે તબીબી શિક્ષકના હોદેદારો અને સરકાર વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બેઠકમાં રાજકોટથી જીએમઈઆરએસ  રાજકોટ પ્રમુખ ડો. કમલ ડોડીયા અને સેક્રેટરી ડો. ઉમેદ પટેલને બોલાવવામાં આવ્યા છે. ગઇકાલે મોડી રાત્રે સરકારે પડતર 10 માગણી સ્વીકારી હોવાનું કહેવામાં આવ્યું પરંતુ તબીબી શિક્ષકોનો સૂર છે કે, જ્યાં સુધી માગણીની સ્વીકૃતિ લેખિતમાં મળશે તો જ હડતાળ પૂર્ણ કરવામાં આવશે. રાજકોટમાં 190થી તબીબી શિક્ષકોએ મેડિકલ કોલેજમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો. દર્દીઓને કોઈ મુશ્કેલી ન સર્જાય તેને ધ્યાનમાં લઇ ને 140થી વધુ તબીબી શિક્ષકો જોડાયા છે. બાકીના શિક્ષકો કોવિડ દર્દીઓની સારવારમાં રહ્યાં છે.

Dsc 0434

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડિસિન વિભાગ, એનેસ્થેસીયા, પીડિયાટ્રિક વિભાગ અને ખાસ હાલમાં કોવિડ બાદ વધતો મ્યુકરમાઈકોસિસ વિભાગની સેવા અવિરત ચાલુ રાખવામાં આવશે.તબીબી શિક્ષક ડો. કલ્પેશે જણાવ્યું હતું કે, હાલ અમારા સેવાને લગતા પડતર પ્રશ્નો છે તેનું સરકાર દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું નથી. આથી અમે હડતાળ પર ઉતર્યા છીએ. એક વખત તબીબીની નિમણુક થયા બાદ તેનું પ્રમોશન થવું જોઇએ જે થઇ રહ્યું નથી. 2012માં અમે આ અંગે રજુઆત કરી હતી પરંતુ સરકાર દ્વારા કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકાર અને તંત્ર દ્વારા અમારા યોગ્ય ઠરાવો થવા જોઇએ તે થઇ રહ્યાં નથી. માત્રને માત્ર આશ્વાસન આપવામાં આવે છે જે યોગ્ય નથી અને પ્રશ્નોનો નિવેરો નહિ આવેતો હડતાલ યથાવત રાખીશુ તેવું જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.