Abtak Media Google News

સૌથી વધુ વરસાદ વલસાડના ધરમપુરમાં 6 ઇંચ, કપરાડામાં 5 ઇંચ, ખેરગામ અને ચીખલીમાં 3-3 ઇંચ: સિઝનનો સરેરાશ 56.13% વરસાદ

છેલ્લા 11 દિવસથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં અનરાધાર હેત વરસાવી રહેલા મેઘરાજાનો જોર શુક્રવારે ઘટી ગયું હતું. છેલ્લા 24 કલાક દરમિયાન 204 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ 6 ઇંચ સુધી વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. આજે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. સવારથી રાજ્યના 26 તાલુકાઓમાં માત્ર ઝાપટા પડ્યા હતા. આજ સુધીમાં રાજ્યમાં મોસમનો 56.13 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.

Advertisement

એકસાથે ત્રણ-ત્રણ સિસ્ટમો સક્રિય થવાના કારણે ગુજરાતમાં છેલ્લા 11 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. હવે સિસ્ટમ નબળી પડતા શુક્રવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ધરમપુરમાં 6 ઇંચ જેટલો વરસી ગયો છે. આ ઉપરાંત કપરાડામાં 5 ઇંચ, ખેરગામ અને ચીખલીમાં 4 ઇંચ, તાલાલા, વઘઇ, તાપી, પાટડી, ગણદેવીમાં 3 ઇંચ, થાનગઢ, વલસાડમાં બે ઇંચ, વાસંદા, મોડાસા, લખપત, વેરાવળમાં માતર, છોટા ઉદેપુર, સાયલા, ભૂજ, વ્યારા, ડાંગ, દસક્રોઇ, ડોલવાણ, માળીયા હાટીના, કપરવંજમાં બે ઇંચ, મહુવા, નવસારી, વડાલી, વાલોદ, મેઘરજ, ઉના, મહેદાબાદ, સુબીર, ધનસુરા, વિસાવદર, અબડાસા, તિકલવાડા, ઇડર, સિંહોર, માલપુરા, અંકલેશ્ર્વર, ઝગડીયામાં દોઢ ઇંચ, કેશોદ, નાદોંદ, અમદાવાદ, મુડી, શાગબારા, ચૌર્યાસી, પલાસણા, જંબુખેડા, બોડેલી, ગીર ગઢડા, માંગરોળ, સનખેડા, ડભોઇ, ખેડા, અન્નશોટ, મહુવા, ખાંભા, જલાલપોર, બારડોલી, કામરેજ, સોનગઢ, વસો, સાણંદ, ગલતેશ્ર્વર, બાલાસિનોર, સુરત, રાજુલા, બાવળા, કોડીનાર, ઉંમરપાડા, હિમ્મતનગર અને માંડવીમાં એકથી સવા ઇંચ સુધી વરસાદ પડ્યો છે. રાજ્યમાં જુલાઇના પ્રથમ પખવાડીયામાં જ સિઝનનો 56.13 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. સૌથી વધુ વરસાદ કચ્છ રિજીયનમાં 101.79 ટકા સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં 30.91 ટકા જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં 43.72 ટકા, સૌરાષ્ટ્રમાં 56.61 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 71.88 ટકા જેટલો વરસાદ પડ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.