Abtak Media Google News

રાજકોટમાં ૮॥ઈંચ, વલ્લભીપુરમાં ૭ ઈંચ, ઉમરાળામાં ૫॥ઈંચ, ખંભાળીયા અને પડધરીમાં ૪॥ઈંચ, ચુડા અને રાણપુરમાં ૪ ઈંચ, લોધિકા-કોટડા ૩॥ઈંચ વરસાદ: રાજ્યમાં મેઘરાજાની જમાવટ, ૩૩ જિલ્લાના ૨૩૧ તાલુકાઓમાં વરસાદ

કચ્છમાં પણ વ્હાલ વરસાવતા વરૂણદેવ અબડાસામાં ૩॥માંડવીમાં ૩,

મુંદ્રામાં ૧॥લખપત, નખત્રાણામાં ૧ ઈંચ

વરસાદ: ઉત્તર-દક્ષિણ અને મધ્ય

ગુજરાતમાં પણ મેઘાની સટાસટી: રાજ્યમાં

મોસમનો કુલ ૩૭.૮૭ ટકા વરસાદ: હજુ

પાંચ દિવસ વરસાદની આગાહી

એક સો બે-બે સાયકલોનિકલ સકર્યુલેશન સક્રિય થતાં રાજ્યભરમાં ચોમાસાએ બરાબરની જમાવટ લીધી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના તમામ ૨૩ જિલ્લામાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ૨૫૦ તાલુકાઓ પૈકી ૨૩૧ તાલુકાઓમાં વરસાદ પડયો છે. સાર્વત્રીક અને નોંધપાત્ર વરસાદી સૌરાષ્ટ્રમાં મુરઝાતી મોલાતને જીવતદાન મળ્યું છે. આગામી પાંચ દિવસ સુધી હજુ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્કોટમાં મધરાતે મેઘાના મંડાણ થયા હતા અને ૮॥ઈંચ સુધી વરસાદ વરસી ગયો છે. સૌથી વધુ વરસાદ વલસાડના ધરમપુરમાં ૧૧॥ઈંચ પડ્યો હોવાનું નોંધાયું છે. સવારી રાજ્યભરમાં ક્યાંક ધીમીધારે તો કયાંક ધીંગીધારે મેઘરાજા સતત હેત વરસાવી રહ્યાં છે. સાર્વત્રીક વરસાદના કારણે જળાશયોમાં પણ માતબર પાણીની આવક થવા પામી છે.

Advertisement
'Meghamaher' In Saurashtra: Rain Pouring In Raw Gold
‘Meghamaher’ in Saurashtra: Rain pouring in raw gold

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યાનુસાર આજે સવારે પુરા તાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૩ જિલ્લાના ૨૩૧ તાલુકાઓમાં વરસાદ પડયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ધરમપુરમાં ૨૮૮ મીમી જેટલો પડયો છે. આજ સુધીમાં રાજ્યમાં મૌસમનો કુલ ૩૭.૮૭ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં સોમવારે સાર્વત્રીક વરસાદ પડયો હતો. સૌથી વધુ વરસાદ રાજકોટ શહેરમાં ૨૧૩ મીમી એટલે કે ૮॥ઈંચ જેટલો પડયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલામાં ૭૪ મીમી, ચુડામાં ૧૦૫ મીમી, દડાસામાં ૧૨ મીમી, લખતરમાં ૬ મીમી, લીંબડીમાં ૪૮ મીમી, મુળીમાં ૪૧, મીમી,થાનગઢમાં ૪૪ મીમી અને વઢવાણમાં ૧૮ મીમી વરસાદ પડયો છે. રાજકોટ જિલ્લામાં ગોંડલમાં ૨૩ મીમી, જામકંડોરણામાં ૨૩ મીમી, જસદણમાં ૩૪ મીમી, કોટડા સાંગાણીમાં ૮૧ મીમી, લોધીકામાં ૮૯ મીમી, પડધરીમાં ૧૧૦ મીમી, રાજકોટમાં ૨૧૩ મીમી, ઉપલેટામાં ૧૨ મીમી, વિંછીયામાં ૧૦ મીમી મોરબી જિલ્લાના હળવદમાં ૩૧ મીમી, મોરબી શહેરમાં ૨૭ મીમી, ટંકારામાં ૩૧ મીમી, વાંકાનેરમાં ૪૮ મીમી, જામનગર જિલ્લાના ધ્રોલમાં ૧૩૦ મીમી, જામનગર શહેરમાં ૫૨ મીમી, જોડીયામાં ૬૨ મીમી, કાલાવડમાં ૨૩ મીમી, લાલપુરમાં ૧૭ મીમી, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં ૧૧૪ મીમી, કલ્યાણપુરમાં ૧૦ મીમી, દ્વારકામાં ૧૧ મીમી, પોરબંદર જિલ્લાના કુતિયાણામાં ૧૦ મીમી, પોરબંદર શહેરમાં ૨૪ મીમી, જૂનાગઢ જિલ્લામાં ભેંસાણમાં ૨૩ મીમી, માળીયામાં ૧૪ મીમી, મેંદરડામાં ૧૭ મીમી, વિસાવદરમાં ૬૦ મીમી, ગીર-સોમના જિલ્લાના ગીર-ગઢડામાં ૧૨ મીમી, કોડીનારમાં ૨૮ મીમી, સુત્રાપાડામાં ૧૦ મીમી, તાલાલામાં ૧૯ મીમી, ઉનામાં ૧૩ મીમી, વેરાવળમાં ૧૮ મીમી, અમરેલી જિલ્લાના બાબરામાં ૧૦ મીમી, અમરેલીમાં ૧૭ મીમી, બગસરામાં ૩૮ મીમી, ધારીમાં ૩૧ મીમી, જાફરાબાદમાં ૧૩ મીમી, ખાંભામાં ૩૮ મીમી, લાઠીમાં ૧૫ મીમી, લીલીયામાં ૧૬ મીમી, રાજુલામાં ૨૫ મીમી, સાવરકુંડલામાં ૩૬ મીમી, વડીયામાં ૧૨ મીમી, ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં ૧૭૧ મીમી, ઉમરાળામાં ૩૪ મીમી, ભાવનગરમાં ૨૩ મીમી, ગારીયાધારમાં ૨૧, મહુવામાં ૨૪ અને શિહોરમાં ૧૫ મીમી જ્યારે બોટાદ જિલ્લાના રાણપુરમાં ૧૦૦ મીમી, બોટાદમાં ૭૯ મીમી, બરવાળામાં ૬૪ મીમી અને ગઢડામાં ૪૬ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આજ સુધીમાં સૌરાષ્ટ્રમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનનો કુલ ૩૫.૦૪ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.

'Meghamaher' In Saurashtra: Rain Pouring In Raw Gold
‘Meghamaher’ in Saurashtra: Rain pouring in raw gold

મુરઝાતી મોલાત પર કાચુ સોનુ વરસતા સૌરાષ્ટ્રમાં જગતાતના લકીર પર ખુશાલી જોવા મળી રહી છે. આ લખાય રહ્યું છે ત્યારે સવારી મોટાભાગના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ ચાલુ છે. આગામી પાંચ દિવસ હજુ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. કચ્છમાં પણ સોમવારે મેઘરાજાએ વ્હાલ વરસાવ્યું હતું. અબડાસામાં ૮૩ મીમી, માંડવીમાં ૬૭ મીમી, મુંદ્રામાં ૪૧ મીમી, નખત્રાણામાં ૨૫ મીમી, રાપરમાં ૧૨ મીમી, ભચાઉમાં ૧૦ મીમી અને ભુજમાં ૧૩ મીમી જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ-મધ્ય ગુજરાતમાં પણ અડધાી લઈ ૧૧॥ઈંચ સુધી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

ધ્રોલમાં સવારે ૨ કલાકમાં ૨॥ઈંચ, જોડીયામાં ૨ ઈંચ વરસાદ

સૌરાષ્ટ્રમાંભારે વરસાદની આગાહી વચ્ચે મધરાતી મેઘો અનરાધાર હેત વરસાવી રહ્યો છે.આજે સવારી સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. જામનગર જિલ્લાના ધ્રોલમાં સવારે ૬ થી ૮ સુધીના બે કલાકના સમયગાળામાં ૨॥ઈંચી વધુ વરસાદ પડી ગયો હતો થતો જોડીયા અને જામનગર શહેરમાં ૨ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં ૧ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. સવારી રાજ્યના ૬૫ તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. પોરબંદરના રાણાવાવમાં ૧૮ મીમી, જૂનાગઢમાં માંગરોળમાં ૧૫ મીમી, મોરબીમાં ૧૪ મીમી, લોધીકામાં ૧૨ મીમી, પડધરીમાં ૧૧ મીમી, મુળીમાં ૧૧ મીમી વરસાદ પડયો હતો. આ ઉપરાંત પોરબંદર, રાજકોટ, ગીર સોમના, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર સહિતના સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સવારી મેઘાવી માહોલ સર્જાયો છે. ધીમીધારે વરસાદ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.