Abtak Media Google News

ગત વર્ષના પ્રમાણમાં ચાલુ વર્ષે બે ગણું વાવેતર કરતો જગતાત: કઠોળ, અનાજ, તેલીબિયા, શેરડી અને કપાસનું વાવેતર વધ્યું

કહેવાય છે કે કુદરત લે ત્યારે બધુ લઇ લે છે અને આપે ત્યારે છપ્પર ફાડીને આપે છે. વિશ્ર્વભરમાં હાલ કોરોના વાયરસનો કહેર ફેલાયો છે. અને તેનાથી થતા ટપોટપ મૃત્યુ સામે માનવી પામર પુરવાર થઇ રહ્યો છે. જેથી કુદરતે માનવી પાસેથી બધુ લઇ લીધાનું પુરવાર થયું છે. જયારે ચાલુ વર્ષે કુદરતે દક્ષિણ પશ્ર્ચિમના દિશામાંથી પવન ફુંકીને દેશભરમાં નિર્ધારીત સમય કરતા બાદ દિવસ વહેલો વરસાદ વરસાવી દીધો છે. મેઘરાજાની દેશમાં થયેલી વહેલી પધરામણીથી ગત વર્ષે કરતાં આ વર્ષે ખેત ઉત્પાદન બમણું થવાની આશા ઉભી થવા પામી છે.

મેઘરાજાની વહેલી પધરામણીના પરિણામે આગામી વર્ષમાં ખેત ઉત્પાદન થકી અર્થતંત્ર ધબકતું થશે તેવી આશા છે. ગત વર્ષ કરતા વાવેતર બે ગણું થયું હોવાથી લઘુતમ ટેકાના ભાવ સહિતના સરકારના નિર્ણયથી જગતાત સહિતનાને ચાંદી હી ચાંદી થઇ જશે.

સમગ્ર દેશમાં આ વર્ષે ૧ર દિવસના આગોતરા વરસાદે ગઇકાલ સુધીમાં દેશના મોટાભાગના વિસ્તારોને આવરી લીધો છે. સામાન્ય રીતે દેશમાં ચોમાસાની પરંપરાગત પ્રારંભના સમય ૮ જુલાઇ  પહેલા આખા દેશમાં વરસાદ વરસી ગયાનું ભારતના હવામાન વિભાગે અહેવાલમાં જણાવયું હતું કે આ અહેવાલમાં જણાવાયા મુજબ દક્ષિણ-પશ્ર્ચિમના પવનથી હવે દેશના બાકી રહેલા ભાગોમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાન તરફ આજે સાંજ સુધીમાં ચોમાસું પહોંચી જશે. કેરળના દરિયા કાંઠે ચોમાસાની હસ્તક બાદ ર૬ દિવસમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાના પગરણ થઇ ચુકયા છે. ચોમાસાની વહેલી પધરામણીથી દેશમાં ખરીફ પાકની વાવણીનો વહેલાસર પ્રારંભ થવા પામ્યો છે.

વર્ષો પછી આ વર્ષે સમગ્ર દેશમાં આગોતરા વરસાદ સાથે સમયસર ચોમાસુ શરુ થયું છે. જો કે વરસાદના ભૂતકાળના આંકડાઓ જોઇએ તો આજે વર્ષો દરમિયાન વરસાદનું વહેલું આગમન થયું હોય તો પણ વ્યવસ્થિત છેલ્લે સુધી જેનુ રફતાર જળવાતી નથી પરંતુ આ વર્ષે બધુ બરાબર ચાલી રહ્યું છે તેમ આઇ.એમ.ડી.ના વરસાદ પૂર્વા અનુમાન અધિકારી ડી. શિવાનંદ પાઇએ જણાવીને ઉમેર્યુ હતું કે દેશમાં ચોમાસુ દક્ષિણથી ઉતર તરફ હિમાલયના તટવર્તીય  વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. ભારતના ઉતર-પશ્રિમ વિસ્તારોમાં દિલ્હી અને આસપાસના રાજયોમાં છેલ્લા ઘણાં વર્ષોથી ચોમાસાના પુરતાં વરસાદનો અભાવ વર્તાય રહ્યો છે. આ વર્ષે જુન મહિના સુધીમાં જ દેશભરમાં આગોતરા વરસાદનું પ્રમાણ સામાન્ય વર્ષો કરતા રર ટકા વધુ રહેવા પામ્યું છે.

આ વર્ષે મેના મઘ્યમાં આવેલા વાવાઝોડા અમફાને ચોમાસાને સમયસર અને વહેલું દેશમાં પહોચાડયું હતું. આદામાન નિકોબારના દરિયા કાંઠા સુધી ચોમાસાને કેર કરતા વહેલા ચોમાસાને પહોચાડી દીધું હતું. ત્યારપછી મે મહિનાના અંતમાં અરબ સાગરમાં સર્જાયેલા હવાના હળવા દબાણથી ઉભા થયેલા વાવાઝોડા મિર્સગની અસરથી મે મહિનાના અંત સુધીમાં ઉભી થયેલી ચોમાસા સિસ્ટમને લઇને પહેલી જુને કેરલમાં ચોમાસુ પહોચાડી દીધું હતું. નિસર્ગની અસરથી દક્ષિણ ભારત અને પશ્ર્ચિમના તટવર્તીય વિસ્તારોમાં આગોતરા વરસાદની એન્ટ્રીથી ભારતના પશ્ર્ચિમી વિસ્તાર એટલે કે ગુજરાત સહિતના અનેક રાજયોને આગોતરા વાવણીલાયક વરસાદનો લાભ મળ્યો હતો. આમ બંગાળના આખાતમાં ઉભ થયેલા હવાના હળવા દબાણની અસર પશ્ર્ચિમ અને ઉતર-પશ્ર્ચિમ તરફ આગળ વધી હતી અને અન્ય ચક્રવાતથી દક્ષિણ ભારતમાં થઇને મઘ્ય અને ઉતર ભારત સુધી વરસાદી વાતાવરણ વિસ્તૃત બન્યું હતું. હવામાન વિભાગના મહા નિર્દેશક મૃત્યુજંપ મહાપાત્રા એ જણાવ્યું હતું કે બંગાળના આખાતનું આ દબાણ પશ્ર્ચિમ-ઉતર- પશ્ર્ચિમ તરફ આગળ વધીને અન્ય ચક્રવાતી અસરને પગલે મઘ્ય ભારત સહિતના સમગ્ર દેશમાં અગોતરા વરસાદના વાતાવરણને સહાયરૂપ બન્યું છે. આ વર્ષે ઉભા થયેલા આ આગોતરા ચોમાસુ સાનુકુળ માહોલમાં દેશમાં કુલ ૩૬માંથી ૩૧ હવામાન વિભાગીય વિસ્તારોમાં જુન મહિનામાં જ સામાન્યથી વધારે વરસાદ પડી ચુકયો છે. જે ખરીફ પાકના વાવેતર અને ઉત્પાદનમાં ખુબ જ લાભકારક થશે તેમ મૃત્યુજંપ મહાપાત્રાએ જણાવ્યું હતું.

૧૨ દિવસ વહેલા પધારેલા મેઘરાજાએ દેશભરમાં સર્વત્ર પ્રથમ રાઉન્ડમાં જ શ્રીકાર કૃપા વરસાવી છે. જેના કારણે દેશભરમાં ચોમાસુ પાકનું વાવેતર થઈ જવા પામ્યું છે. હવામાન વિભાગે ચાલુ વર્ષે મેઘરાજા દેશભરમાં સતત કૃપા વરસાવશે તેવી આગાહી કરી છે. જેના કારણે દેશભરમાં ચોમાસુ પાકનું વાવેતર થઈ જવા પામ્યું છે. હવામાન વિભાગે ચાલુ વર્ષે મેઘરાજા દેશભરમાં સતત કૃપા વરસાવશે તેવી આગાહી કરી છે. જેના કારણે તમામ ચોમાસુ પાકોમાં ડબલ કરતા વધારે ઉત્પાદન થવાની આશા ઉભી થવા પામી છે. ગત વર્ષે ચોખાનું ૨.૭૯ મિલિયન હેકટર જમીનમાં વાવેતર થયું હતુ જેનું ચાલુ વર્ષે ૩.૭૭ મિલિયન હેકટર જમીનમાં વાવેતર થયું છે. અનાજનું ગત વર્ષે ૨.૪૪ મિલિયન હેકટર જમીનમાં વાવેતર થયું હતુ જે આ વર્ષ ૪.૮૯ મિ.હે. જમીનમાં વાવેતર થયું છે. જયારે તેલિબિયામાં ગત વર્ષે ૧.૩૩. મિ.હે. જમીનમાં વાવેતર થયું હતુ જેમાં આ વર્ષે અધધ વધારો થઈને ૮.૩૩ મી.હે જમીનમાં વાવેતર થયું છે.

આમ, ગત વર્ષે દેશભરમાં ૧૫.૪૫ મિ.હે. જમીનમાં અનાજ, કઠોળ, અનાજ, તેલિબિયા, શેરડી, કપાસ વગેરે પાકોનું વાવેતર થયું હતુ જે આ વર્ષે ૩૧.૫૬ મિ.હે. જમીનમાં વાવેતર થયું છે. આ અંગે કેન્દ્ર સરકારના કૃષિ કમિશનર એસ.કે. મલ્હોત્રાએ જણાવ્યું હતુ કે આ વર્ષે અમોને ચોમાસુ ખરીફ પાકમાં ૧૪૯.૯૨ મિલિયન ટન અને શિયાળુ રવિ પાકમાં ૧૪૮.૪ મિલિયન ટન એમ કુલ ૨૮૯.૩ મિલિયન ટન ખેત ઉત્પાદન થવાની આશા છે. જેથી આ વર્ષે થનારૂ ખેત ઉત્પાદન રેકોર્ડબ્રેક પૂરવાર થશે અને તેના કારણે કેન્દ્ર સરકારની આગામી સમયમાં ખેડુતોની આવક બમણી કરવાની યોજનાને પ્રોત્સાહક બળ મળશે.

નોંધનીય છે કે, ચાલુ વર્ષે દક્ષિણ પશ્ર્ચિમ દિશામાં ફુંકાયેલો પવનો દેશમાં ૧ર દિવસ વહેલો વરસાદ લાવ્યું છે. આ પહેલા વર્ષ ૨૦૧૩માં પણ દક્ષિણ-પશ્ર્ચિમ દિશામાંથી ફુંકાયેલા પવનનોના કારણે દેશભરમાં ૧૬ જુન સુધીમાં ચોમાસુ ફેલાય ચુકયું હતું. જેના કારણે વહેલું વાવતેર થવાના કારણે તમામ પ્રકારના પાકોનું બમ્પર ઉત્પાદન થયું હતું. ચાલુ વર્ષે પણ મેઘરાજાની વહેલી પધરામણીના કારણે તમામ પાકોનું ઉત્૫ાદન બમ્પર થવાની સંભાવના છે. ખાસ કરીને મગફળી જેવા સંવેદનશીલ પાક કે જેમાં મોડું વાવેતર થાય તો પાક થતા સુધીમાં શિયાળો આવી જવાથી શિયાળાની ઠંડકના કારણે પણ તેનું ઉત્પાદન ઓછું આવતું હોય છે. આવા સંવેદનશીલ પાકોનું નિયત સમયથી વહેલુ વાવેતર થઇ જવાથી અને દિવાળી પહેલા પાક તૈયાર થઇ જવાની આશાથી જગતના તાત એવા ખેડુતોમાં બમ્પર ખેત ઉત્પાદન થવાની સંભાવના ઉભી થવા પામી છે.

રાજકોટ જિલ્લામાં ૯૨ ટકા જેટલુ વાવેતર થયું: મગફળીનું મહત્તમ વાવેતર

ચાલુ વર્ષે ગુજરાતભરમાં નિયત સમય કરતાં મેઘરાજાની વહેલી પધરામણી થઇ ચુકી છે. જેના કારણે રાજયના મોટાભાગના વિસ્તારોમાં ખેડુતોએ વિવિધ પાકોનું વાવેતર કરી દીધું છે. રાજકોટ જિલ્લાના પ્રાપ્ત થયેલા વાવેતરના આંકડાઓ મુજબ અત્યાર સુધીમાં જિલ્લાની ૫,૩૫,૬૭૧ હેકટર ખેડાણ લાયક જમીનમાંથી ૪,૯૧,૦૧૧ હેકટર જમીન પર વાવેતર થઇ ચુકયું છે. એટલે કે ૯ર ટકા ખેતી જમીનમાં વાવેતર થઇ ચુકયું છે. રાજકોટ જિલ્લામાં ખેડુતોએ મુખ્યત્વે મગફળી અને કપાસનું વાવેતર કર્યુ છે. જિલ્લામાં ૨,૭૩,૩૭૪ હેકટર જમીન પર મગફળીનું જયારે ૧,૯૦,૮૫૬ હેકટર જમીન પર કપાસનું વાવેતર થયું છે. જિલ્લા ખેતીવાડી વિભાગને આશા છે કે ગત વર્ષે જે રીતે વિવિધ પાકોનું મબલક ઉત્પાદન થયું હતું તે જ રીતે આ વર્ષે તમામ પાકોનું વહેલાસર વાવેતરથી બમ્પર ઉત્પાદન થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.