Abtak Media Google News

પાંચ ટ્રીલીયન ડોલરના અર્થતંત્રના લક્ષ્ય પહેલા કોરોના વાયરસ સહિતના પડકારોનો સામનો કરવા સરકારની મામણ

દેશના અર્થતંત્રને વર્ષ ૨૦૨૪ સુધીમાં પાંચ ટ્રીલીયન ડોલરની ઈકોનોમી બનાવવાનું લક્ષ્ય મોદી સરકારનું છે. પરંતુ આ લક્ષ્ય હાંસલ કર્યા પહેલા અનેક પડકારો મોદી સરકાર સામે ઉભા થયા છે. ઈકોનોમી સ્લોડાઉન પાછળ પહેલા ઓછા મુડી રોકાણ, એનપીએ અને બજારની ઓછી તરલતા જવાબદાર હતી. આ મુશ્કેલીઓ દૂર કરવા માટે સરકારે પગલા લીધા હોવાથી ધીમે ધીમે સકારાત્મક અસર જોવા મળી હતી. ત્યારબાદ એકા એક ચીનનો કોરોના વાયરસ ફાટી નીકળતા વૈશ્ર્વિક અર્થતંત્ર મંદીમાં પટકાયું છે અને આ મંદીની અસર ભારતના અર્થતંત્ર ઉપર થતાં મોદી સરકાર સામે વધુ એક મુશ્કેલી આવી ઉભી રહી છે.

કોરોના વાયરસ અત્યારે વિશ્ર્વના મોટાભાગના દેશોમાં કોરોના વાયરસે ભરડો લઈ લીધો છે. તાજેતરમાં જ વિશ્ર્વ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કોરોના વાયરસથી વિશ્ર્વ પર થયેલી અસરને હાઈમાંથી વેરી હાઈ દર્શાવાઈ હતી. આવા સંજોગોમાં આગામી ૧૫ દિવસમાં કોરોના વાયરસની તિવ્ર અસર વિશ્વને થશે. જો આ ૧૫ દિવસમાં કોરોના વાયરસની અસર નહીં ખાળી શકાય તો ગંભીર પરિણામો આવી શકે છે. પરંતુ સામાન્ય રીતે આવી સ્થિતિમાં વાયરસનો ઈલાજ મળી જતો હોય, વૈશ્ર્વિક બજાર તળીયેથી ટોંચે પહોંચશે તેવી આશા સેવવામાં આવે છે. કોરોના વાયરસના અસરના કારણે થયેલ નુકશાન રિકવર થઈ જશે તેવો આશાવાદ અર્થશાસ્ત્રીઓ સેવી રહ્યાં છે.

નોંધનીય છે કે, શાપ, દેડકા, ભુંડ, ઉંદર સહિતના જીવને જીવતા ખાઈ જનાર ચીનાઓના કારણે આખુ વિશ્ર્વ મુસીબતમાં મુકાયું છે. કોરોના વાયરસ પ્રાણીઓમાંથી ઉદ્ભવ્યો હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. ચીનના વુહાન શહેરની ફીશ બજારમાંથી આ વાયરસનો ફેલાયો શરૂ થયો હતો. ત્યારબાદ ધીમે ધીમે આખા વિશ્ર્વને ભરડામાં લેવા લાગ્યો છે. ચીનમાં કુલ ૭૮૮૦૦ કેસ નોંધાયા હોવાનો સત્તાવાર આંકડો છે. અત્યાર સુધીમાં ૨૮૦૦ લોકોના ચીનમાં મોત થઈ ચૂકયા છે. આ આંકડો હજુ સત્તાવાર છે. વાસ્તવિકતા દબાવવામાં માહેર ગણાતી ચીન સરકાર જો સાચો આંકડો જાહેર કરે તો વિશ્ર્વ અચંબીત થઈ જાય તેવી પણ શકયતા છે. આવા સંજોગોમાં હવે કોરોના વાયરસ મેક્સિકો, નાઈઝીરીયા, ડેનમાર્ક, એસ્ટોનીયા અને નેધરલેન્ડ સહિતના દેશોમાં પણ પહોંચી ગયો છે. બ્રાઝીલમાં પણ વાયરસે દેખા દીધી છે. પરિણામે એમ કહી શકાય કે એશિયા, અમેરિકા, યુરોપ સહિતના ખંડોમાં વાયરસ હાહાકાર મચાવવા તૈયાર થયો છે. ઈટાલીમાં વાયરસે કહેર મચાવ્યો છે. અત્યાર સુધીમાં ઈટાલીમાં ૧૭ લોકોના મોત થઈ ચૂકયા છે અને ૬૫૫ કેસ નોંધાયા છે. જર્મનીમાં ૬૦, ફ્રાન્સમાં ૩૮, સ્પેનમાં ૨૩ કેસ પોઝીટીવ છે.જર્મની સહિતના યુરોપીયન દેશોએ પોતાની સરહદો સીલ કરી દીધી છે. મિડલ ઈસ્ટમાંથી આવતા રેફયુજી પોતાના દેશમાં ઘુસી ન જાય તે માટેની તૈયારી અત્યારથી જર્મનીએ કરી છે. એકંદરે વાયરસનો ખૌફ એટલી હદે છે કે, યુરોપીયન દેશો ટૂંક સમયમાં પોતાના હવાઈ મુસાફરી ઉપર પણ પ્રતિબંધ મુકી દે તો નવાઈ નથી. કોરોના વાયરસની સૌથી વધુ અસર વૈશ્ર્વિક અર્થતંત્ર પર પડી છે. અમેરિકાના ડાઉન જોન્સ સહિતના વૈશ્ર્વિક બજારો છેલ્લા પાંચ દિવસમાં તૂટી પડ્યા છે. જાપાન, ચીન, બ્રાઝીલ સહિતના દેશોના સ્ટોક માર્કેટમાં ભૂકંપ આવતા ભારતીય બજાર પણ ખળભળી ઉઠયું હતું.

કોરોનાની ઝપટે અડધુ વિશ્વ ચડયું: ડબલ્યુએચઓની ચેતવણી

કોરોના વાયરસે અત્યાર સુધીમાં અડધા વિશ્વને પોતાના સકંજામાં લઈ લીધુ છે. અત્યાર સુધીમાં ૮૧૦૦૦ લોકો કોરોનાની ઝપટે આવી ગયા હોવાનું માનવામાં આવે છે. કોરોના વાયરસના કહેરથી ગભરાયેલા બલગેરીયાએ પોતાની સરહદો પર મીલીટરી મોકલી દીધી છે અને તુર્કીની સરહદેથી કોઈ ઘુસણખોર અંદર ન આવે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ચીન, હોંગકોંગ સહિતના દેશોમાં કોરોનાથી સંક્રમીત દર્દીઓની સંખ્યા કુદકે ને ભૂસકે વધી રહી છે.

ત્રીજા ત્રિમાસિકમાં જીડીપી ૪.૭ ટકાએ

દેશનું અર્થતંત્ર કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું હોવાના પુરાવા જીડીપીનો વિકાસદર આપી રહ્યાં છે. ત્રીજા ત્રિમાસીક ગાળામાં જીડીપી ૪.૭ ટકાએ પહોંચતા અર્થશાસ્ત્રીઓની ઉંઘ હરામ થઈ ચૂકી છે. જીડીપી વર્તમાન સમયે છ વર્ષના તળીયે છે. ગત વર્ષે જ ભારતે વિશ્ર્વમાં સૌથી ઝડપી વિકાસ સાધતા અર્થતંત્રમાંથી પોતાનું સ્થાન ગુમાવી દીધું હતું. આવા સંજોગોમાં જીડીપીનો વિકાસ દર ઘટશે તો દેશ માટે સ્થિતિ વધુ મુશ્કેલ બનશે તેવું મનાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.