Abtak Media Google News

દેશ જ્યારે કોવિડ-૧૯ ના ભયથી લોકડાઉનમાં ભરાયેલો હતો ત્યારે એટલે કે એપ્રિલ-૨૦ માં દેશના હવામાનખાતાએ આગાહી કરી હતી કે આગામી ચોમાસુ સારું રહેશે. ભારતમાં સરેરાશ ૧૦૪ ટકા જેટલો વરસાદ થશે. અને પાક-પાણી સારા આવશે. ૧ લી જુન-૨૦ થી દેશમાં ચોમાસું શરૂ થયું ત્યારથી સાયકલોન અને અતિભાર વરસાદ વચ્ચે આપણે મેઘરાજાની મહેર જોઇ છે. ચાર્ટ ઉપર ગ્રાફની ચડ-ઉતર વચ્ચે એકંદરે દિશા ઉંચી જ રહી છે. હાલમાં પણ દેશમાં  સરેરાશ ૫૯૬ મી.મી. વરદસાદ થયો છે જે વર્ષ ૨૦૧૯-૨૦નાં ચોમાસામાં ૬૧૭ મી.મી. હતો. અત્યારે ચોમાસુ નોર્મલ કરતા એકાદ ટકો ઓછું એટલે કે આશરે ૯૯ ટકાની એવરેજ સાથે આગળ વધી રહ્યું છે. દેશનાં ૬૮૫ જિલ્લામાંથી માત્ર ૧૯ જિલ્લા એવા છૈ જ્યાં પાણીની તિવ્ર ખેંચ છે બાકીનાં તમામ વિસ્તારોમાં પરિસ્થિતી કંટ્રોલમાં કહી શકાય તેટલું પાણી છે. એમાંથી આશરે ૫૭૫ જિલ્લાતો એવા છે જ્યાં નહીં બહુ વધારે કે નહીં બહુમ ઓછો એવો લગભગ નિયમીત વરસાદ છે. દેશનાં જળાશયોમાં આશરે ૮૦ ટકા જેટલી જળરાશિ સંગ્રહિત છે. જે ખરિફ તો ઠીક પણ રવિ પાકના વાવેતર સમયે સિંચાઇમાં ઉપયોગી થશે.

Advertisement

હાલમાં સૌરાષ્ટ્રની વાત કરીઐ તો મગફળી, કપાસ તથા સોયાબીનનું વાવેતર વધારે જોવા મળે છે. આ ઉપરાંત ગુવાર સીડ, એરંડા, તલ અને જુવાર, અમુક સ્થળોએ મકાઇ તથા બાજરાના પાકથી ખેતરો લહેરાઇ રહ્યા છે. હવે આ ખરિફ પાકની સ્થિતી એવી છે કે કદાચ ઓગસ્ટ મહિનાના બાકી રહેલા દિવસોમાં વરસાદ ન પડે તો પણ પાક ટકી જાય, આ પાકને હવે સપ્ટેમ્બર મહિનામાં વરસાદના એક કે બે રાઉન્ડની જરૂર છે. આટલું થાય તો ખરિફ પાકો માટે સોળ આની વર્ષ આવશે. ઉત્પાદન વધારે આવશે એટલે ભાવ ભલે થોડા ઓછા રહે તો પણ નિપજ વધારે હોવાથી ખેડૂતો વધારે વળતર મેળવી શકશે.

ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સામાન્ય રીતે દિવાળી વખતે અથવા તો દિવાળી બાદ રવિ સિઝનનાં વાવેતર થતા હોય છે.  ખરિફ સિઝનમાં થયેલા છેલ્લા વરસાદનો જમીનમાં રહેલો ભેજ રવિ સિઝનમાં વાવેતર વખતે ઘણો મહત્વનો સાબિત થતો હોય છે. આ વખતે અધિક મહિનાના કારણે દિવાળી નવેમ્બર મહિનામાં  આવશે તેથી કદાચ દશેરા વખતે જ આપણે ત્યાં રવિ સિઝનનાં વાવેતર શરૂ થઇ શકે છે. ઉપર જણાવ્યું તેમ સિંચાઇની સુવિધા સારી હોવાથી સૌરાષ્ટ્રમાં રવિ સિઝનમાં પણ ઉંચા વાવેતર થવાની સંભાવના રહેલી છે. સામાન્ય રીતે રવિ સિઝનમાં જો પાણીની વ્યવસ્થા થઇ જાય તો સૌરાષ્ટ્રમાં જીરાનો પાક ફાયદા કારક અને મહેનતનાં પ્રમાણમાં વધારે વળતર આપનારો નિકાસલક્ષી પાક છે.

ખરિફ પાકની વાત કરીએ તો ૧૫ મી ઓક્ટોબર-૧૯ ના રોજ એરંડા-૪૪૦૦ રૂપિયા, ચણા-૪૪૦૦ રૂપિયા, કપાસ-૧૦૭૫ રૂપિયા, સરસવ-૪૧૨૫ રૂપિયા, જીરૂ ૧૭૦૦૦ રૂપિયા, ગુવાર સીડ ૩૯૦૦ રૂપિયા, ધાણા ૫૯૦૦ રૂપિયા, સોયાબીન ૩૭૦૦ રૂપિયા તથા ઘઉંના ભાવ ક્વિન્ટલ દિઠ ભાવ ૨૧૨૫ રૂપિયા બંધ રહ્યા હતા. હવે આમાંથી જે ખરિફ પાક છે તેના માટે પણ વધારે ભાવ આવવા જરૂરી છે. તેમને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ઓકટોબર-૨૦ માં પણ ગત વર્ષના ભાવ કરતા થોડા વધારે ભાવ રહેવા જરૂરી છે. નહિતર ખેડૂતોને મળનારા વળતરમાં ગાબડાં પડશે.

વળી આ એજ સમય ગાળો છે જ્યારે ખેડૂતોને રવિ સિઝનનાં વાવેતરનો આરંભ કરવાનો હોય છે. તેથી ઓક્ટોબર-૨૦ માં રવિ સિઝનનાં વાવેતર કરતા વખતે જો જીરા કે ધાણા જેવી વસ્તુઓના ભાવ ઉંચા હોયતો ખેડૂતો  ને વાવેતરના ટાણે ક્યા પાક લેવા તે નક્કી કરવામાં થોડો લાભ થશે. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના લોકો ઉંચા વળતર દેખાતા હોય તો જ જીરૂ (૧૭૦૦૦), ધાણા (૬૪૦૦), સરસવ (૪૫૦૦) ઘઉં ( ૨૨૦૦) ચણા (૪૪૦૦)  જેવા વાવેતર કરશે. આ ભાવ આવકો આવવાના સમયે ન હોય તો વાયદામાં માલ વેચી નાખીને તેઓ પોતાનો નફો અગાઉથી બુક કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.