મેઘાનો પાછોતરો પ્રહાર: 164 તાલુકાઓમાં આઠ ઇંચ સુધી વરસાદ

ડોલવાણમાં આઠ ઇંચ, બારડોલીમાં સાત ઇંચ, વાસેદામાં છ ઇંચ, સૌરાષ્ટ્રમાં પણ હળવા ઝાપટાથી લઇ ચાર ઇંચ સુધી વરસાદ: કાલથી મેઘાનું જોર ઘટશે: રાજયમાં 115.82 ટકા વરસાદ

ભાદરવાનો વરસાદ જયાં વરસે ત્યાં પાણી પાણી કરી દે છે ભાદરવાના આરંભથી રાજયમાં એક ધારો અનરાધાર વરસાદ આરંભથી રાજયમાં એક ધારો અનરાધાર વરસાદ વરસી રહ્યો છે આજે મેઘાની હેલી થવા પામી છે. મેઘાએ પાછોતરો પ્રહાર કયાં હોય તેમ છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 164 તાલુકાઓમાં આઠ ઇંચ સુધી વરસાદ પડયો હતો આજે પણ વરૂણ દેવનું જોર યથાવત રહેશે દરમિયાન આવતીકાલથી રાજયભરમાં વરસાદનું જોર ઘટી જશે આજે સવારે રાજયના અનેક તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજયમાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ પડી રહ્યો છે. ભાદરવા મહિનામાં મેઘરાજાની હેલી થતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે. તમામ જળાશયો છલકાય ગયા છે. સરદાર સરોવર ડેમ પણ ઓવરફલો થઇ ગયો છે આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 33 જીલ્લાના રપ0 તાલુકાઓ પૈકી 31 જિલ્લાના 164 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવાણમાં આઠ ઇંચ વરસ્યો છે. આ ઉપરાંત બારડોલીમાં સાત ઇંંચ, વાંસદામાં સવા છ ઇંચ, ખેરગામ, પારડી અને નવસારી સાડા પાંચ ઇંચ, ધરમપુર, વલસાડ, કપરાડા, જીખલી, ગણદેવીમાં પાંચ ઇંચ, પલાસણા, ડાંગ, મહુવા, વાળોદ, માંગરોળમાં સાડા ત્રણ ઇંચ, ઉમરપાડા, ભુજ, વાપી, કોડીનાર, વ્યારા, નાડોદ, જલાલપોર, સુવીર, વેરાવળમાં ચાર ઇંચ, માંડવી, સોનગઢ, સુત્રાપાડા, નેત્રાંગમાં ત્રણ ઇંચ, ગરૂડેશ્ર્વર, કલ્યાણપુર સાગબારા, લીલીયા, માં અઢી ઇંચ, ઉપલેટા, ઉરછાલ, મેંદરડા, જામજોધપુર, માંડવી, ચોર્યાસી, ભચાઉ, ભરુચ,

વિસાવદરમાં બે ઇંચ, અંજાર, વડીયા, મોરબી, હન્સોટા, મુંદ્રા, ભાવનગર, ખંભાળીયાના દોઢ ઇંચ, વરસાદ પડયો છે. રાજયમાં આજ સુધીમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનનો 115.82 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રીજીયનમાં 185.13 ટકા, ઉતર ગુજરાતમાં 120.83 ટકા, પૂર્વ- મઘ્ય ગુજરાતમાં 92.68 ટકા, સૌરાષ્ટ્રમાં 107.81 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 124.88 ટકા વરસાદ પડયો છે.

આજે સવારથી રાજયના 30 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે. છેલ્લા સાત દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના જળાશયો ઓવરફલો થઇ ગયા છે. નદીઓ પણ બે કાંઠે વરી રહી છે. હજી આજે રાજયભરમાં વરસાદનું જોર યથાવત રહેશે. દરમિયાન આવતી કાલથી વરસાદનુ જોર ઘટશે. નવરાત્રિના તહેવારોમાં પણ રાજયમાં છુટા છવાયા વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

હવે ખેડુતો પણ વરૂણ દેવને ખમૈયા કરવા માટે આજીજી કરી રહ્યા છે. જો હવે મેઘો વિરામ લઇ લ્યે તો વર્ષ સોળઆનીથી પણ સવાયુ સાબિત થશે સૌરાષ્ટ્રમાં મોટાભાગના જીલ્લામાં સંતોષકારક વરસાદ વરસી ગયો છે. રાજકોટ જિલ્લામાં 99.65 ટકા, મોરબી જીલ્લામ)ં 115.45 ટકા, જામનગર જીલ્લામાં 103.02 ટકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 132.65 ટકા, પોરબંદર જિલ્લામાં 145.78 ટકા, જુનાગઢ જિલ્લામાં 119.72 ટકા, ગીર સોમનાથ જિલ્લામાં 133.61 ટકા, અમરેલી જિલ્લામાં 99.55 ટકા, ભાવનગર જિલ્લામા: 87.85 ટકા, બોટાદ જીલ્લામાં 107.81 ટકા અને સુરેન્દ્રનગર જિલ્લામાં 86.01 ટકા વરસાદ વરસી ગયો છે.