Abtak Media Google News

બોડેલી, વાઘોડીયા અને કુકરમૂંડામાં ચાર ઇંચ, સૌરાષ્ટ્રમાં ચોટીલામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ: સવારથી 91 તાલુકામાં મેઘકૃપા

સૌરાષ્ટ્રમાં સોમવારે એકંદરે મેઘ વિરામ જેવો માહોલ રહ્વા પામ્યો હતો. આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન 31 જીલ્લાના 137 તાલુકાઓમાં વરસાદ પડયો છે દરમિયાન સવારથી 79 તાલુકાઓામાં વરસાદ વરસી રહ્યો છે રાજયમાં આજ સુધીમાં સીઝનનો 58.32 ટકા વરસાદ વરસી ગયો છે. આગમી દિવસોમાં છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડતો રહેશે સાર્વત્રિત વરસાદ આવે તેવી એકપણ સિસ્ટમ હાલ સક્રિય નથી.

એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થવાના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ગત સપ્તાહે સાર્વત્રિક અનરાધાર વરસાદ પડયો હતો. હવે સિસ્ટમ વિખેરાય થવા પામી છે. સીબી ફોર્મેશનના કારણે છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસતો રહેશે છેલ્લા ર4 કલાબ દરમિયાન છોટા ઉદેપુરના બોડેલીમાં સૌથી વધુ ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત વાઘોડીયામાં 91 મીમી, કુંકરમુઁડામાં 89 મી.મી., વડોદરામાં 85 મીમી, સન ખેડામાં 83 મીમી, તીકલવાડામાં 80 મીમી, પાદરામાં 67 મીમી, કપરાડામાં 65 મીમી, ચોટીલામાં 63 મીમી, ડેડીયાપાડામાં 61 મીમી, આણંદમાં 60 મીમી, નાડોદરમાં 51 મીમી, સિનોરમાં 45 મીમી, કરજણમાં 43 મીમી, એકલાયમાં 41 મીમી, નિઝારમાં 40 મીમી, ફતેપુરામાં 40 મીમી, ડભોઇમાં 3પ મીમી, નેત્રાંગ 34 મીમી, ગરુડેશ્ર્વરમાં 30 મીમી, સહીત કુલ 137 તાલુકાઓમાં વરસાદ પડયો હતો સૌરાષ્ટ્રમાં ચોટીલા તાલુકાને બાદ કરતા એકંદરે મેઘ વિરામ જેવો માહોલ રહ્યો હતો. દરમિયાન આજે સવારથી 79 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ સવા ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. કચ્છ રીજીયનમાં સીઝનનો 104.09 ટકા ઉતર ગુજરાતમાં 32.65 ટકા, પૂર્વ-મઘ્ય ગુજરાતમાં 47.02 ટકા, સૌરાષ્ટ્રમાં 57.77 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 74.17 ટકા વરસાદ વરસી ગયો છે. રાજયમાં સીઝનનો કુલ 58.32 ટકા જેટલો વરસાદ પડી ગયો.

રાજયમાં હાલ સાર્વત્રિક વરસાદની સંભાવના નહિવત છે આગામી દિવસોમાં ફરી નવી સિસ્ટમ ઉદભવતા સારો વરસાદ વરસી શકે તેવી સંભાવના રહી છે.

  • ન્યારી-1 ડેમ સહિત 16 ડેમોમાં પાણીની આવક વરસાદે વિરામ લેતા જળાશયોમાં પણ પાણીની આવકમાં ઘટાડો

મેઘરાજાએ વિરામ લેતા જળાશયોમાં પાણીની આવકમાં પણ ઘટાડો નોંધાયો છે. આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન 16 જળાશયોમાં છ ફુટ સુધી પાણીની આવક થવા પામી છે. રાજકોટ જીલ્લાના વેતુ-ર ડેમમાં 0.33 ફુટ, વાછપરીમાં 0.72 ફુટ, ન્યારી-1 ડેમમાં 0.16 ફુટ, મોરબી જિલ્લા મચ્છુ-1 ડેમમાં 0.26 ફુટ, ડેમી-ર ડેમમાં 0.16 ફુટ, જામનગર જીલ્લામાં ફુલઝર (કોબા)માં 0.52 ફુટ, દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઘી ડેમમાં 0.10 ફુટ, વર્તુ-1 માં 0.33 ફુટ, વેણું-ર માં 0.33 ફુટ,  વરાડી-1 માં 0.16 ફુટ, મીણસારમાં 0.49 ફુટ જયરે સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી ભોગાવો-1 માં 6 ફુટ પાણીની આવક થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.