Abtak Media Google News

પોરબંદર, જૂનાગઢ અને અમરેલીમાં છુટા છવાયા ઝાપટા

ગુજરાતભરમાં ભારે વરસાદ વચ્ચે ભાવનગર જિલ્લો કોરો ધાકોડ રહ્યો છે. એક દિવસીય વાદળછાંયુ વાતાવરણ હોવા છતાં જિલ્લાના એક પણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. બીજી તરફ દક્ષિણ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લામાં અર્ધાથી ૧૭ ઈંચ સુધીનો વરસાદ ૨૪ કલાકમાં નોંધાયો છે. કયાંક મકાનો અને શાળાઓમાં પાણી ભરાયા છે તો કયાંક પાણી વચ્ચે ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્કયુ ઓપરેશન શ‚ કરવામાં આવ્યું છે. પરંતુ ભાવનગર જિલ્લાના ગારીયાધાર, ઘોઘા, જેસર, મહુવા, પાલીતાણા, શિહોર, ઉમરાળા, વલ્લભીપુર સહિતના તાલુકાઓમાં મેઘરાજાએ બ્રેક રાખ્યો હોય તેમ વરસાદ જ નોંધાયો નથી. જો કે, ગુજરાત ઉપર ચોમાસાની મજબૂત સિસ્ટમ સર્જાઈ હોવાના કારણે ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પોરબંદરમાં પણ નહીંવત વરસાદ થયો છે. પોરબંદર જિલ્લાના કુતિયાણામાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ નોંધાયો નથી ત્યારે પોરબંદર તાલુકામાં ૧૨ મીમી અને રાણાવાવમાં ૨ મીમી વરસાદ થયો છે. બીજી તરફ જૂનાગઢમાં પણ મોટાભાગના તાલુકાઓમાં નહીંવત વરસાદ થયો છે તો અમુક સ્થળોએ અર્ધાથી પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં માંગરોળ અને મેંદરડાનો સમાવેશ થાય છે.

અમરેલી જિલ્લાના બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, ખંભાળિયા, લાઠી, લીલીયા, રાજુલા, સાવરકુંડલા અને વડીયામાં ક્યાંક વરસાદ થયો નથી તો કયાંક છુટા છવાયા ઝાંપટા પડયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.